Delhi Government Hospital/ કેન્સર પીડિતની દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં 9 કલાક દોડધામ, પ્રવેશ ના મળતા ગુમાવ્યો જીવ

કેન્સર પીડિતની દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં સારવાર માટે દોડધામ કરી. કેન્સરના દર્દીનો પરિવાર 9 કલાક સુધી હોસ્પિટલથી હોસ્પિટલ સુધી ભટકતો રહ્યો.

Top Stories India
Beginners guide to 2024 04 02T144502.776 કેન્સર પીડિતની દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં 9 કલાક દોડધામ, પ્રવેશ ના મળતા ગુમાવ્યો જીવ

દિલ્હી: કેન્સર પીડિતની દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં સારવાર માટે દોડધામ કરી. કેન્સરના દર્દીનો પરિવાર 9 કલાક સુધી હોસ્પિટલથી હોસ્પિટલ સુધી ભટકતો રહ્યો, પરંતુ તેને ક્યાંય પ્રવેશ ના મળતા આખરે મોત નિપજયું. કેન્સર પીડિત દર્દી હોસ્પિટલમાં પ્રવેશથી વંચિત રહેતા મૃત્યુ પામ્યો. આ બનાવ 30 માર્ચનો છે. આ બનાવની વિગત મુજબ ઉત્તરાખંડના કાશીપુરની રહેવાસી સપના શર્મા પોતાના પતિ પુનીત શર્માની સારવાર માટે 15 દિવસ પહેલા રાજધાની આવી હતી. સપનાના પતિ પુનીત શર્માને મેટાસ્ટેસિસ સાથે જીભનું કેન્સર હોવાનું નિદાન થયા બાદ રાજધાનીમાં હોસ્પિટલમાં સારી સારવાર મેળવવા દિલ્હી આવી હતી. મહિલાએ આપવીતિ જણાવતા કહ્યું કે દિલ્હીની કોઈપણ હોસ્પિટલમાં તેમના કેન્સર પીડિત પતિને પ્રવેશ ના મળ્યો. મહિલાના તેના પતિને ત્રણ સરકારી હોસ્પિટલમાં લઈ ગઈ, પરંતુ કયાંય હોસ્પિટલમાં કોઈ પ્રવેશ આપવા તૈયાર નહોતું.

ઉત્તરાખંડમાં ખેતીની નાની દુકાન ચલાવનાર પુનીત શર્માના પરીવારમાં પત્ની અને ચાર બાળકો છે. એક અખબાર સાથે વાત કરતા સપના શર્માએ કહ્યું, ‘અમે કોઈ અમીર પરિવારના નથી, તેથી અમે અમારા પતિને ખાનગી હોસ્પિટલમાં લઈ જવા વિશે વિચારી પણ ન શકીએ. અમે અમારી બચત એકઠી કરી અને સરકારી હોસ્પિટલમાં યોગ્ય સારવાર મળે તેવી આશાએ દિલ્હી આવ્યા. પુનીતને 16 માર્ચે દિલ્હી સ્ટેટ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ (DSCI) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હું હોસ્પિટલ પાસે એક ખાનગી લોજમાં રોકાયો હતો.

સપનાના જણાવ્યા મુજબ, 28 માર્ચે, હોસ્પિટલે દર્દીને એઈમ્સ અથવા જીબી પંત હોસ્પિટલમાં રીફર કર્યો હતો. કારણ કે DSCIમાં ICU ઉપલબ્ધ નથી. 29 માર્ચે પરિવાર પુનિતને લગભગ 8 વાગ્યે એઈમ્સમાં લઈ ગયો. સપનાએ આરોપ લગાવ્યો કે, ‘ડોક્ટરોએ મારા પતિને એક વખત પણ જોયો ન હતો અને અમને કહેવામાં આવ્યું હતું કે AIIMS પાસે દર્દી માટે બેડ અને વેન્ટિલેટર નથી, તેથી તેને દાખલ કરી શકાય નહીં. તેણે કહ્યું કે મારે મારા પતિને સફદરજંગ લઈ જવું જોઈએ, જ્યાં તેને બેડ મળી શકે.

સપનાને સફદરજંગમાં રેફરલ માટે કહેવામાં આવ્યું હતું, જે તેની પાસે નહોતું. તેણે હોસ્પિટલને તેના પતિને દાખલ કરવા અને વેન્ટિલેટર સપોર્ટ પર મૂકવા વિનંતી કરી, પરંતુ હોસ્પિટલે ના પાડી. 34 વર્ષીય મહિલાએ કહ્યું, ‘મારે તરત જ જીબી પંત હોસ્પિટલનો દરવાજો ખટખટાવવો પડ્યો, પરંતુ ત્યાં પણ મારા પતિને કોઈ મદદ કરવામાં આવી નહીં. અંતે થાકી હારીને મારા પરિવારે રાત્રે લગભગ 12.30 વાગ્યે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો અને પુનિતને દાખલ કરાવવામાં મદદ માંગી. પીસીઆરના હસ્તક્ષેપ છતાં, જીબી પંતે મારા પતિને દાખલ કરવાનો ઇનકાર કર્યો હતો, અને દાવો કર્યો હતો કે ત્યાં વેન્ટિલેટર અને બેડ નથી.

સપના શર્માના કહેવા પ્રમાણે, ‘લગભગ સાત કલાક સુધી હું હોસ્પિટલોમાં એક વિભાગથી બીજા વિભાગમાં દોડી. આ સમય દરમિયાન, મારા પતિની તબિયત બગડી અને અમે તેમને DSCI પાછા લઈ જવાનું નક્કી કર્યું. 30 માર્ચના રોજ સવારે 3 વાગ્યાની આસપાસ પુનિતને DSCI પરત લઈ જવામાં આવ્યો હતો. તે જ દિવસે સવારે 5 વાગ્યાની આસપાસ DSCIમાં પુનિતનું મૃત્યુ થયું હતું. એક ગરીબ પરિવાર સાથે અન્યાય થયો છે, જેના જીવનની કોઈ કિંમત નથી. આ એક સંસ્થાકીય મૃત્યુ છે. પતિની સારવારમાં તેની બચત જતી રહી અને કોઈ મદદ ઉપલબ્ધ ન હોવાથી, સપના તેના પરિવારની સંભાળ કેવી રીતે રાખશે તેની ચિંતા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ડાયમંડ સિટી સુરતમાં વધુ એક હત્યાનો બનાવ, પ્રેમ પ્રકરણમાં વહેમ રાખી મિત્રએ જ કર્યું એવું કે…..

આ પણ વાંચો:પુણા વિસ્તારમાં એક ગોડાઉનમાં લાગી આગ, સર્જાયો અફરાતફરીનો માહોલ

આ પણ વાંચો:મંદિરમાં મારામારી જોઈ ભગવાન પણ રાજી નહીં થાય…..જુઓ ડાકોરનો વીડિયો

આ પણ વાંચો:મને કોઈ દિલ્હીનું કોઈ તેડું નથીઃ રૂપાલા