house collapse/ જૂનાગઢમાં મકાન ધરાશાયીઃ ચારથી પાંચ દટાયા હોવાની શક્યતા

જૂનાગઢમાં ચોમાસાને મહિનો માંડ થયો છે ત્યાં જર્જરિત મકાન પડવાની ઘટના શરૂ થઈ ગઈ છે. શહેરમાં ત્રણ માળનું જૂનું મકાન ધરાશાયી થયું છે. આ મકાનમાં ચારથી પાંચ લોકો દટાયા હોવાની સંભાવના છે. શહેરના દાતાર રોડ પર કડિયાવાડ નજીક આ ઘટના બની છે.

Top Stories Gujarat
House collapse જૂનાગઢમાં મકાન ધરાશાયીઃ ચારથી પાંચ દટાયા હોવાની શક્યતા

જૂનાગઢમાં ચોમાસાને મહિનો માંડ થયો છે ત્યાં જર્જરિત House collapsed મકાન પડવાની ઘટના શરૂ થઈ ગઈ છે. શહેરમાં ત્રણ માળનું જૂનું મકાન ધરાશાયી થયું છે. આ મકાનમાં ચારથી પાંચ લોકો દટાયા હોવાની સંભાવના છે. શહેરના દાતાર રોડ પર કડિયાવાડ નજીક આ ઘટના બની છે.

ત્રણ માળની બિલ્ડિંગ પડવાથી સમગ્ર વિસ્તારમાં ભયનું લખલખુ પસાર થઈ ગયું છે. જૂના મકાનો ધરાવનારાઓ લોકો કંપી ગયા છે. તેમા પણ તાજેતરમાં ત્રાટકેલા ભારે વરસાદે જૂનાગઢના કેટલાય મકાનોના મિજાગરા રીતસરના House collapsed હલબલાવી નાખ્યા છે. તેના લીધે ચોમાસા પછી કેટલાય મકાનોને રિનોવેશનની જરૂર પડશે. પણ કેટલાક મકાનોની સ્થિતિ તો એવી છે કે તે ચોમાસુ પૂરુ થાય ત્યાં સુધી પણ ટકી શકે તેમ નથી. આવું જ એક મકાન તૂટી પડ્યુ હતુ.

વરસાદી વાતાવરણ વચ્ચે હાલ કાટમાળ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. વરસાદી વાતાવરણના લીધે કાટમાળ ખસેડવાની કામગીરીમાં ભારે અવરોધ આવી રહ્યો છે. હાલ કાટમાળમાંથી દબાયેલા લોકોની શોધખોળ ચાલી રહી છે. હાલ House collapsed તંત્ર અને સ્થાનિકો દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં મદદ માટે અહીં આવી ગયા છે. આ મકાન શહેરની વચ્ચોવચ આવ્યું હોવાથી તે તૂટવાની સાથે કેટલાય લોકોની ભીડ ત્યાં જમા થઈ ગઈ હતી.

એનડીઆરએફની ટીમ, સ્થાનિક તંત્ર, ધારાસભ્ય સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. મોટી સંખ્યામાં લોકો એકઠાં થયા છે. સૌ કોઇ ફાયર વિભાગ અને તંત્રની મદદ કરી રહ્યું છે. જેથી કાટમાળ ઝડપથી હટી શકે અને કાટમાળ નીચે દટાયેલી જીંદગીને બચાવી શકાય. કાટમાળ હટાવવા માટે જેસીબીની મદદ પણ લેવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ ભાવનગર તોડકાંડ/ ભાવનગર તોડકાંડમાં યુવરાજસિંહને રાહતઃ જામીન મંજૂર કરાયા

આ પણ વાંચોઃ Surat/ સુરતના સુવાલીના દરિયા કિનારે થી મળ્યો 9 કિલો થી વધુ ચરસનો જથ્થો, સુરત પોલીસે ATS તેમજ કેન્દ્રીય એજન્સીને માહિતી આપી

આ પણ વાંચોઃ Gyanwapi Mosque/ જ્ઞાનવાપી મસ્જિદના સરવે પર બુધવાર સુધી પ્રતિબંધ મૂકતું સુપ્રીમ કોર્ટ

આ પણ વાંચોઃ Champaran Attack/ પૂર્વ ચંપારણમાં પોલીસ ટીમ પર હુમલો, પથ્થરમારામાં SI સહિત ચાર પોલીસકર્મીઓ ઘાયલ; 16 લોકોની ધરપકડ

આ પણ વાંચોઃ SC On Sanitary Pad/  સ્કૂલની વિદ્યાર્થિનીઓને મફત સેનેટરી પેડની માંગણીની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી