Not Set/ જે પી નડ્ડાની ભાજપનાં નવા કાર્યકારી રાષ્ટ્રીય પ્રમુખ તરીકે વર્ણી

ભાજપની સંસદીય બોર્ડની આજે મળેલી બેઠકમાં ભાજપનાં નવા રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે જેપી નડ્ડાનાં નામ પર વર્ણીનો સ્ટેમ્પ મારી દેવામાં આવ્યો છે. આપને જાણાવી દઇએ કે જે. પી. નડ્ડા અને ભૂપેન્દ્ર યાદવનાં બે નામો ચર્ચામાં સૌથી આગળ હતા. તો ભાજપની સંસદીય બોર્ડની બેઠકમાં કાર્યકારી પ્રમુખ તરીકે જે.પી. નડ્ડાનાં નામ પર કઠશ ઠોળવામા આવ્યો છે. બોર્ડના […]

Top Stories India
NADDA જે પી નડ્ડાની ભાજપનાં નવા કાર્યકારી રાષ્ટ્રીય પ્રમુખ તરીકે વર્ણી
ભાજપની સંસદીય બોર્ડની આજે મળેલી બેઠકમાં ભાજપનાં નવા રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે જેપી નડ્ડાનાં નામ પર વર્ણીનો સ્ટેમ્પ મારી દેવામાં આવ્યો છે. આપને જાણાવી દઇએ કે જે. પી. નડ્ડા અને ભૂપેન્દ્ર યાદવનાં બે નામો ચર્ચામાં સૌથી આગળ હતા. તો ભાજપની સંસદીય બોર્ડની બેઠકમાં કાર્યકારી પ્રમુખ તરીકે જે.પી. નડ્ડાનાં નામ પર કઠશ ઠોળવામા આવ્યો છે. બોર્ડના આ નિર્ણયની જાણકારી ભાજપનાં વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહ દ્રારા પોતાનાં ટ્વીટરનાં માધ્યમથી આપવામા આવી હતી.
bjp જે પી નડ્ડાની ભાજપનાં નવા કાર્યકારી રાષ્ટ્રીય પ્રમુખ તરીકે વર્ણી

રાજનાથસિંહ જણાવ્યું હતું કે અમિત શાહનાં નેતૃત્વ હેઠળ ભારતીય જનતા પાર્ટીએ ઘણી ચૂંટણીઓ જીતી છે. પરંતુ વડા પ્રધાન મોદી દ્રારા અમિત શાહને ગૃહમંત્રી બનાવવામાં આવતા, અમિત શાહે પોતે કહ્યું હતું કે પક્ષ અધ્યક્ષની જવાબદારી કોઈ અન્યને આપી સોંપવી જોઇએ. ત્યારે આજે ભારતીય જનતા પક્ષના સંસદીય બોર્ડે જે પી નડ્ડાને એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે ચૂંટ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્રારા પણ કરવામા આવી હતી એ નામોની પુષ્ટી, વાંચો વધુ વિગતો માટે…….ભાજપમાં અમિત શાહનાં અનુગામીની શોધ શરૂ, જાણો ચર્ચામાં કોના નામ છે ?

V0521 hah જે પી નડ્ડાની ભાજપનાં નવા કાર્યકારી રાષ્ટ્રીય પ્રમુખ તરીકે વર્ણી

આપને જણાવી દઇએ કે જે. પી. નડ્ડા PM મોદીની પહેલી ટર્મમાં કેન્દ્રીયમંત્રી તરીકેની જવાબદારી પણ નિભાવી ચૂક્યા છે. લોકસભા 2019માં PM મોદીએ અને અધ્યક્ષ અમિત શાહે ઉત્તર પ્રદેશની જવાબદારી જે.પી. નડ્ડાને સોંપી હતી. અને ખુબ કપરા દેખાતા આ ચૂંટણી ચઢાણમાં આ વખતે પણ ઉત્તર પ્રદેશમાં  NDAએ 80 બેઠકોમાંથી 64 બેઠકો જીતીને સૌને આશ્ચર્ય ચકીત કરી દીઘા હતા.

ઉત્તર પ્રદેશમાં સપા-બસપા-રાલોદનાં મજબૂત દેખતા મહાગઢબંધને પછાળવામાં જેપી નડ્ડાની ભૂમિકા મહત્વની જોવા મળી હતી ત્યારે  ઉત્તર પ્રદેશની કેન્દ્રમાં ભાજપ સરકાર રચવામાં સૌથી મહત્વની ભૂમીકા ફણ જોવા મળી હતી. નડ્ડા ABVPથી રાજકારણમાં સક્રિય બન્યા હતા. અને હિમાચલનાં પ્રદેશ પ્રમુખ અને મુખ્યપ્રધાન અને વિધાનસભાનાં વિરોધ પક્ષનાં નેતા રહી ચૂકેલા નડ્ડા રાષ્ટ્રીય સ્તરે ભાજપ યુવા મોરચાનાં રાષ્ટ્રીય પ્રમુખ, ભાજપનાં સેક્રેટરી જનરલ અને મોદીની પહેલી સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. સંગઠનનાં કામ પર નડ્ડાની મજબુત પકડના કારણે નડ્ડાનું નામ પહેલેથી આ પદ માટે ચર્ચામાં હતું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.

.