Politics/ તમારી સત્તાની ભૂખ માટે લોકોને અનાજનાં એક દાણા માટે તરસાવી દીધાઃ રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું છે કે, તમારી સત્તાની ભૂખે લાખોને અનાજનાં એક દાણામાં તરસાવી દીધા- તમે છતા કઇ ન કર્યુ, બસ રોજ નવા જુમલા આપ્યા.

Top Stories India
A 117 તમારી સત્તાની ભૂખ માટે લોકોને અનાજનાં એક દાણા માટે તરસાવી દીધાઃ રાહુલ ગાંધી

એક સમાચાર શેર કરતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા છે. કોરોના મહામારીનાં સંકટની વચ્ચે ભૂખમરા અંગેનાં સમાચાર શેર કરતા રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું છે કે, તમારી સત્તાની ભૂખે લાખોને અનાજનાં એક દાણામાં તરસાવી દીધા- તમે છતા કઇ ન કર્યુ, બસ રોજ નવા જુમલા આપ્યા.

કોરોનાનો કેર / મક્કામાં હજની રીત બદલાઈ, સાઉદી અરેબિયાની અબજો ડોલરની કમાણી પર અસર

રાહુલ ગાંધીએ એક સમાચાર શેર કરતી વખતે આ ટ્વીટ કર્યું છે. આપને જણાવી દઈએ કે, આ સમાચારમાં લખ્યું છે કે, કોરોનાનાં કારણેે મધ્યમવર્ગીય રાશનની લાઇનમાં ઉભા રહેવા મજબૂર થઇ ગયો છે. છેલ્લા આઠ મહિનામાં 23 કરોડ લોકોની દૈનિક આવક રૂ. 375 ની નીચે આવી ગઈ છે, એમ આ સમાચારમાં કહેવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે, છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી, કોરોના વાયરસનાં સંક્રમણથી દેશમાં સામાન્ય જનતાને મોટી તકલીફો પડી રહી છે. દરમ્યાન, દેશનાં લોકોને વાયરસ સંક્રમણથી બચાવવા માટે સરકાર લોકડાઉન અને રસીકરણ જેવા અભિયાન ચલાવી રહી છે અને તમામ પ્રકારનાં માર્ગદર્શિકા જારી કરી રહી છે. આ તમામ પ્રતિબંધોને લીધે, મોંઘવારી અને બેકારી દેશમાં દરરોજ નવા રેકોર્ડ સ્થાપિત કરી રહી છે.

અવ્યવસ્થા ? /  સરકારી કેન્દ્રોમાં લોકો રસી લેવા ધક્કા ખાધા કરે, જયારે રસી વેચીને ખાનગી હોસ્પિટલોએ કરોડોનો નફો રળ્યો

કેન્દ્ર સરકારનાં આંકડા મુજબ, મે મહિનામાં જથ્થાબંધ મૂલ્યો આધારિત મોંઘવારીનો દર 12.94 ટકા હતો, જે સર્વાધિક ઉચ્ચ સ્તરે છે. અગાઉ એપ્રિલ મહિનામાં જથ્થાબંધ મોંઘવારીનો દર 10.49 ટકા હતો. સતત બે મહિનાથી જથ્થાબંધ મોંઘવારી ડબલ-અંકની રેન્જને પાર કરી ગઇ છે. અગાઉ, કેન્દ્ર સરકારે જાહેર કરેલા ગયા વર્ષનાં આંકડા મુજબ, ગયા વર્ષે આ જ સમયગાળામાં એટલે કે મે 2020 માં જથ્થાબંધ મોંઘવારી -3.37 ટકા હતી.