Not Set/ સરકારી કેન્દ્રોમાં લોકો રસી લેવા ધક્કા ખાધા કરે, જયારે રસી વેચીને ખાનગી હોસ્પિટલોએ કરોડોનો નફો રળ્યો

સરકારી કેન્દ્રોમાં ફ્રીમાં રસીકરણ થાય છે, પરંતુ રસીના જથ્થાની અછતને કારણે લોકો રસી લેવા ધક્કા ખાધા કરે છે. કેટલીકવાર કલાકો સુધી લાઇનમાં ઉભા રહી, પછી રસીનો જથ્થો ખતમ થઇ જતા રસી લીધા વગર જ પાછા ફરે છે. 

Top Stories Gujarat Others Trending

સરકારી કેન્દ્રોમાં ફ્રીમાં રસીકરણ થાય છે, પરંતુ રસીના જથ્થાની અછતને કારણે લોકો રસી લેવા ધક્કા ખાધા કરે છે. કેટલીકવાર કલાકો સુધી લાઇનમાં ઉભા રહી, પછી રસીનો જથ્થો ખતમ થઇ જતા રસી લીધા વગર જ પાછા ફરે છે.  બીજી તરફ ખાનગી હોસ્પિટલોમાં પૈસા લઇને થતું રસીકરણ ધમધોકાર ચાલી રહ્યું છે.  એટલે જેમની પાસે પૈસા છે અને સરકાર તરફથી મળતી મફત રસી માટે ધક્કા ખાવા નથી માંગતા તે લોકો ખાનગી હોસ્પિટલમાં રસી મુકાવી લે છે. અને બાકીના લોકો સરકારી રસીમાં પોતાનો વારો આવ્યાની રાહ જોયા કરે છે.

એક તરફ, સરકારી કેન્દ્રો પર રસીકરણ બંધ છે તેવા પાટિયા ઝુલી રહ્યાં છે તો બીજી તરફ, ખાનગી હોસ્પિટલોમાં પૂરજોશમાં રસીકરણ ચાલી રહ્યુ છે.  અત્યાર સુધીમાં ગુજરાતમાં ખાનગી હોસ્પિટલોમાં ચાર લાખ કરતાં વધુ લોકોને રસી અપાઇ ચૂકી છે. મહત્વની વાત તો એ છે કે, રાજ્યની ખાનગી હોસ્પિટલોમાં અંદાજે રૂા.34 કરોડની રસી વેચાઇ છે. જયારે  રસી વેચીને ખાનગી હોસ્પિટલોએ રૂા.6 કરોડનો નફો રળ્યો છે. ગુજરાતમાં કેન્દ્ર તરફથી આવતા કુલ રસીના જથ્થા પૈકી 75 ટકા રસી સરકારી રસીકેન્દ્રોને ફાળવવામાં આવે છે. જયારે 25 ટકા રસી પ્રાઇવેટ સેક્ટરને અપાય છે.

રસીકરણને વેગવંતુ બનાવવા રાજ્ય આરોગ્ય વિભાગે ખાનગી હોસ્પિટલના માધ્યમથી ઉદ્યોગો,કંપનીઓ ઉપરાંત જીઆઇડીસીના કર્મચારીઓને  પોતાના ફંડમાંથી રસી આપવાનુ અભિયાન શરૂ કર્યુ છે.

આ અભિયાન હેઠળ અત્યાર સુધી આખાય રાજ્યમાં ખાનગી હોસ્પિટલોમાં કુલ 4.06 લાખ લોકોને રસી અપાઇ છે. આ હોસ્પિટલોમાં રૂા.740ના ભાવે કોવિશિલ્ડ , રૂા.1440ના ભાવે કોવેક્સિન અને રૂા.1145ના ભાવે સ્પૂતનિક-વી રસી અપાય છે. અત્યાર સુધી ખાનગી હોસ્પિટલોમાં કુલ મળીને ઉદ્યોગો-કંપનીઓના પૈસે રૂા.34 કરોડની રસી વેચાઇ હોવાનો અંદાજ છે.

ખાનગી હોસ્પિટલોમાં 3,78,489 કોવિશિલ્ડ , 24,402 કોવેક્સિન અને 5127 સ્પૂતનિક-વી રસીના ડોઝ અપાઇ ચૂક્યાં છે. ગુજરાતમાં 17 શહેરોમાં 315 સ્થળોએ ખાનગી હોસ્પિટલોમાં નાણાં આપીને રસી આપવામાં આવી રહી છે. ગુજરાતને કોરોનામુક્ત બનાવવા રસીકરણને વેગવંતુ બનાવવા આરોગ્ય વિભાગ સક્રિય  બન્યુ છે. અત્યાર સુધી ચાર લાખ લોકોને ખાનગી હોસ્પિટલ મારફતે રસી આપવામાં આવી છે. ઉદ્યોગો,ખાનગી કંપનીઓ ઉપરાંત જીઆઇડીસીને રસીકરણ માટે સક્રિય ભૂમિકા ભજવવા સૂચના અપાઇ છે.