મુંબઇ,
બોલિવૂડની સુંદર જોડી દીપિકા પદુકોણ અને રણવીર સિંહ 6 વર્ષના રિલેશનશિપ પછી ઇટાલીના લેક કોમોમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. બોલિવૂડ માટે આ વર્ષના સૌથી મોટા લગ્ન છે. આ પહેલા સોનમ કપુર અને આનંદ આહુજાએ લગ્ન કર્યા હતા. રણવીર સિંહ-દીપિકા પાદુકોણના ડેસ્ટિનેશન વેડિંગ ટ્રેન્ડિંગ ટોપિક બનેલ છે.
14-15 નવેમ્બરે લગ્નની રસ્મો નિભાવવામાં આવશે. કપલે કોંકણી સેરેમનીના અનુસાર સગાઇ પણ કરી લીધી છે. સંગીત અને મહેંદી ફંક્શનમાં ખુબ જ મસ્તી અને ડાન્સ ધમાલ કરવામાં આવ્યું.
આજે છે લગ્ન
ભારતીય સમય મુજબ દીપિકા-રણવીરના લગ્ન સાંજે 6.30 થી 9.30 વચ્ચે હશે. આ ઇટાલીમાં સવાર છે. બારતી વેડિંગ બ્રેકફાસ્ટ કરી રહ્યા છે. બ્રેકફાસ્ટ માં ભારતીય ખાસ કરીને પંજાબી અને ઇન્ટેલિયન ડિશેઝ રાખવામાં આવી છે.
મંડપનું આ રીતે કરવામાં આવ્યું છે આયોજન
સંપૂર્ણ વેડિંગ વેન્યુને શાનદાર રીતે સજાવવામાં આવ્યું છે. ખાસ કરીને મંડપને દીપિકાના ફેવરેટ ફૂલોથી ડેકોરેટ કરવામાં આવ્યો છે. દીપિકાને વાટર લિલીના ફૂલ ખુબ જ પસંદ છે.
13 નવેમ્બર (સોમવાર)ના દિવસે સંગીત સેરેમનીનું આયોજન કર્યું હતું. ખાસ વાત એ છે કે ઘણા પરફોર્મેન્સ પછી સૌથી વિશિષ્ટ પરફોર્મન્સ રણવીર સિંહનું રહ્યું અને કેમ ના હોય દુલ્હે રાજા પોતે બીજાના લગ્નની શાન હોય છે તો પોતાના લગ્નમાં આ મોકો કઈ રીતે છોડતા, સો, તેઓ તેમના લગ્નમાં ખુબ જ એન્જોય કર્યું છે અને ખાસ વાત એ છે કે તેઓ તેમની ફિલ્મ ‘ગુંડે’ના હીટ સોંગ પર ડાન્સ કર્યો.
દીપિકા રણવીરના મહેંદી સેરેનમીમાં જાણીતી ગાયક હર્ષદીપ કૌરે એક પછી એક સુપરહીટ નંબરો ગાઇને મહેમાનોના મન ડોલાવ્યા હતા.હર્ષદીપે ઇન્સ્ટાગ્રામ પર ફોટા પણ શેર કર્યા હતા.
https://www.instagram.com/p/BqIQ-cvhrrG/?utm_source=ig_embed
એક અહેવાલ અનુસાર દીપિક-રણવીરના લગ્નમાં આવનારા મહેમાનોનું સ્વાગત ખાસ રીતે કરવામાં આવી રહ્યું છે. લગ્નમાં આવનારા દરેક વ્યક્તિનું સ્વાગત એક હાથથી લખાયેલ કાર્ડ દ્વારા કરવામાં આવી રહ્યું છે. બધા મહેમાનોને સ્વાગત કરવાનો આ અંદાજ પસંદ આવ્યું છે.
