Sports News: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે કોલકતા ટેસ્ટ મૅચ (Kolkata Test Match)માં આફ્રિકન ટીમ પોતાના સૌથી મહત્વપૂર્ણ તેજ બોલર કગિસો રબાડા (Kagiso Rabada) વિના જ ખેલના મેદાનમાં ઉતરી છે! આ પ્રતિભાવાન ખેલાડીને કેમ પ્લેઇંગ ઇલેવન (Playing 11)માં સામેલ ન કરવા પાછળનું કારણ શું છે, એનો ખુલાસો સાઉથ આફ્રિકાની ટીમના કેપ્ટને ટૉસ સમયે કર્યો હતો.

શુભમન ગિલ અને ટેમ્બા બાવુમાની ટીમો વચ્ચે મુકાબલો
ભારત-સાઉથ આફ્રિકા (India-South Africa Test Series) વચ્ચે કોલકતા વચ્ચે ઈડન ગાર્ડન સ્ટેડિયમ (Eden Garden Stadium)માં 2 મૅચોની ટેસ્ટ શૃંખલાનો પ્રથમ મુકાબલો ચાલી રહ્યો છે. આ મૅચમાં આફ્રિકી ટીમના કપ્તાન ટેમ્બા બાવુમા (Temba Bavuma)એ ટૉસ જીતીને પહેલા બેટીંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મુકાબલામાં બંને ટીમોની પ્લેઇંગ 11 માં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા જે પૈકીના એક નિર્ણય મુજબ, સાઉથ આફ્રિકન ઝડપી સ્ટાર બોલર (Fast Bowler) કગિસો રબાડા વિના જ આફ્રિકન ટીમ મેદાનમાં રમવા ઉતરી છે!! રબાડાને નહિં રમાડવા પાછળના કારણનો ઘટસ્ફોટ સાઉથ આફ્રિકન કપ્તાન ટેમ્બા બાવુમાએ ટૉસ (Toss) વખતે કર્યો હતો.

કગિસો રબાડા ઇજાગ્રસ્ત હોવાથી બહાર
સાઉથ આફ્રિકન ટીમના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ભારત સામે રમતા કોલકતા ટેસ્ટ મૅચમાં ટૉસ જીત્યા પછી તમામ અટકળોનો અંત લાવતા પ્લેઇંગ 11ને લઇને કરવામાં આવેલા એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, “કગિસો રબાડા આ મુકાબલામાંથી બહાર છે કારણ કે, એની પાંસળીઓમાં ઇજા (Injury) થઇ છે અને આ કારણથી એ નથી રમી રહ્યો. રબાડાના સ્થાને અમે કૉર્બિન બૉશ (Corbin Bosch)ને રમાડવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત, બાવુમાએ આ ટેસ્ટ સિરીઝ વિષયક પોતાની ટીમની તૈયારીઓ પર વધુ પ્રકાશ ફેંકતા જણાવ્યું હતું કે, અમે અમારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરીશું કારણ કે, દરરોજ તમને 50 થી 60 હજાર દર્શકોની સામે રોજ રમવાનો મોકો નથી મળતો! આ પિચ (Pitch) થોડી સૂકી દેખાઇ રહી છે, જેમાં વધારે ઘાસ નથી.” અત્રે જણાવી દઇએ કે, સાઉથ આફ્રિકાની ક્રિકેટ ટીમ આ મુકાબલામાં 2 મુખ્ય બોલરો સાથે રમવા માટે ઉતરી છે, જેમાં કેશવ મહારાજ (Keshav Maharaj) ઉપરાંત સાઇમન હાર્મર (Simon Harmer)ને સામેલ કરવામાં આવ્યો છે.

આ બંને મુકાબલા અમારા માટે નિર્ણાયક
ભારતીય ટીમના કપ્તાન શુભમન ગિલે (Shubhman Gill) આ મુકાબલામાં ટૉસ હારી ગયા બાદ જણાવ્યું હતું કે, “હું આશા રાખું છું કે, જે ટૉસ જીતીશ એ સીધો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (World Test Championship)નો ફાઇનલ મુકાબલો હશે! આ પીચ સારી દેખાઇ રહી છે, જેમાં શરુઆતમાં ઝડપી બોલરો (Fast Bawllers)ને મદદ મળી શકે એમ છે. આ ઉપરાંત, જેમ રમત આગળ વધશે એમ સ્પિન બોલરો પોતાનો કમાલ દેખાડી શકે છે. અમારા માટે આ 2 ટેસ્ટ સિરીઝ ઘણી અગત્યની છે, જેમાં તમામ ખેલાડીઓ પોતાનું સારું પ્રદર્શન કરવા માટે ઘણા ઉત્સુક છે. અમારી પ્લેઇંગ 11 માં નિતિશ રેડ્ડીની જગ્યાએ ઋષભ પંત (Rishabh Pant)ની વાપસી કરી રહ્યાં છે એ ઉપરાંત, અક્ષર પટેલ (Axar Patel)ની પણ વાપસી થઇ છે.”
આ પણ વાંચો: ક્રિકેટર શ્રેયસ ઐયરને ICUમાં દાખલ, સિડની વનડેમાં કેચ લેતી વખતે થઇ હતી ઈજા
આ પણ વાંચો: FIH જુનિયર વર્લ્ડ કપ: પાકિસ્તાન ટીમ ભારતનો પ્રવાસ નહીં કરે, વર્લ્ડ કપમાંથી ખસી ગઈ
