Dharm & Bhakti: હાલમાં જ 19મી એપ્રિલના રોજ પરશુરામ જયંતિ મનાવવામાં આવી અને હવે મનાવાશે પરશુરામ દ્વાદશી (Parshuram Dwadashi 2026)…જો કે, પરશુરામ જયંતિ વિશે તો અનેક લોકો જાણતા જ હશે પરંતુ પરશુરામ દ્વાદશી અંગે ઘણા ઓછાને ખબર હશે!
પરશુરામ દ્વાદશીનું મહત્વ (Parshuram Dwadashi 2026)
ભગવાન વિષ્ણુના અવતાર ગણાતા પરશુરામને સમર્પિત આ તહેવારનું સનાતન ધર્મમાં વિશેષ મહત્વ છે અને આ દિવસે શ્રદ્ધાપૂર્વક વ્રત કરવાથી સંતાનસુખ અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.
હિન્દુ ધર્મ શાસ્ત્રો અનુસાર, વૈશાખ મહિનાના શુક્લ પક્ષની દ્વાદશી એટલે કે બારસે જ પરશુરામને ભગવાન શિવે (Lord Shiva) પોતાનું ‘પરશુ’ અર્પિત કર્યુ હતુ જેનો ઉપયોગ પરશુરામે જગત કલ્યાણ માટે અનેક વાર કર્યો હતો.

ક્યારે છે પરશુરામ દ્વાદશીનું પર્વ અને મુહૂર્ત?
અક્ષય તૃતિયા (Akshay Trutiya)ના પાવન દિને પરશુરામ જયંતિ મનાવવામાં આવે છે અને એના બરાબર 9મા દિવસે વેશાખ સુદ બારસના દિવસે આ દ્વાદશી પર્વ મનાવવામાં આવે છે. આ દિવસે ભગવાન પરશુરામના વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ વર્ષે પરશુરામ દ્વાદશી 28 એપ્રિલ 2026, મંગળવાર (28 April 2026, Tuesday) અર્થાત્ આજે મનાવવામાં આવશે.
આ તિથિનો પ્રારંભ 27 એપ્રિલ સાંજે 6 વાગીને 15 મિનિટે થશે અને સમાપન 28 એપ્રિલે સાંજે 6 વાગીને 51 મિનિટે થશે. વ્રતના પારણાનો સમય 29 એપ્રિલ સવારે 5 વાગીને 42 મિનિટથી 8 વાગીને 21 મિનિટ સુધીનો રહેશે.આ વિશેષ દિવસે પૂજા કરવાથી સંતાનસુખની પ્રાપ્તિ થાય છે એવી માન્યતા છે.

પૂજા કરીને સંતાનના આશીર્વાદ માગવા
આ દિવસે પરશુરામની વીરતા અને માતા-પિતા ઋષિ જમદગ્નિ અને રેણુકા પ્રત્યેના એમના અતૂટ સમર્પણ અને ભક્તિને યાદ કરવામાં આવે છે. આજના આ દિવસે જે કોઇ સાચા હૃદયથી ભગવાન વિષ્ણુ અથવા ભગવાન પરશુરામની વિધિ-વિધાન પૂર્વક પૂજા કરે છે એમના જીવનના સઘળા સંકટો સમાપ્ત થઇ જાય છે. આ દિવસ ધર્મ, સત્ય અને ન્યાયના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે અને જીવનમાં યોગ્ય માર્ગદર્શન મલે એ અંગે ભક્તો પરશુરામને પ્રાર્થના કરે છે.
જે પણ દંપતિ સંતાન સુખ પ્રાપ્ત કરવા ઇચ્છતા હોય અને ગર્ભધારણ (Pregnancy) માટે પ્રયત્નો કરી રહ્યા હોય એ લોકોએ પરશુરામ દ્વાદશીના દિવસે ભગવાન પરશુરામની પૂજા કરવી અત્યંત શુભ મનાય છે. સાચા હૃદયથી પૂજા કરવાથી જલદી જ ખોળામાં સંતાન (Kid) રમે છે એવી માન્યતા છે.
આ ઉપરાત, આ વ્રત કરવાથી જીવનમાં સૌભાગ્ય, સફળતા અને આનંદનું આગમન થાય છે. ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મી (Lord Vishnu-Lakshmi)ની કૃપાથી ઘરમાં ધન-સમૃદ્ધિનો વાસ થાય છે. આ ઉપરાંત, આધ્યાત્મિક ઉન્નતિ થાય છે અને આસ્થા દ્રઢ બને છે. નકારાત્મક શક્તિઓથી રક્ષા થાય છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે.

પરશુરામ દ્વાદશી વ્રત પૂજાવિધિ (Pujavidhi)
1. આ દિવસે સવારે જલદી ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા અને ભગવાન વિષ્ણુ કે ભગવાન પરશુરામનું ધ્યાન ધરવું.
2. ભગવાનની પ્રતિમા કે છબિ સમક્ષ ઘીનો દીવો પ્રજ્વલિત કરવો અને ફૂલ તથા પ્રસાદ અર્પણ કરવો.
3. આ દિવસે ધ્યાન, વ્રત અને દાનનો અનેરો મહિમા છે.
4. પરશુરામ દ્વાદશીની કથાનું પઠન કરવું શુભ મનાય છે.
5. અંતે આરતી કરીને સૌને પ્રસાદ વહેંચવો અને પોતે પણ ગ્રહણ કરવો.
આખો દિવસ ફળાહાર કરીને વ્રત રાખવું અને આગલા દિવસે શુભ મુહૂર્તમાં વ્રતના પારણા કરવા જોઇએ.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: 17 મેથી પ્રારંભ થશે જ્યેષ્ઠ અધિક માસ….સાધના અને દાનનો ઉત્તમ અવસર…રાખવી આ સાવધાનીઓ..!
આ પણ વાંચો: મૃત્યુ પછી આત્માની સફર…ગરુડ પુરાણ શું કહે છે?…તેરમાની વિધિ અને સંસ્કાર શાથી જરુરી છે?
આ પણ વાંચો:
