Dharm & Bhakti: લાલ કિતાબ (Lal Kitab)માં લક્ષ્મી પ્રાપ્તિના કેટલાક અચૂક ઉપાયો બતાવવામાં આવેલા છે, જે કરવાથી માતા લક્ષ્મી તમારા ઘરનો રસ્તો કદી નહિં ભૂલે!
ધનપ્રાપ્તિના આ વિશેષ ઉપાયોથી તમારા ઘરમાં ક્યારેય પૈસાની તંગી (Shortage of Money) પડશે નહિં. તો આવો, લાલ કિતાબ અનુસાર લક્ષ્મી પ્રાપ્ત કરવાના 6 વિશેષ ઉપાયો વિશે જાણીએ.

લાલ કિતાબ (Lal Kitab)માં લક્ષ્મી પ્રાપ્તિના અચૂક ઉપાયો
માતા લક્ષ્મી (Mata Lakshmi)ને ધન અને ઐશ્વર્યની દેવી માનવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે, મા લક્ષ્મીદેવીની કૃપા હોય તો જ વ્યક્તિને અન્ન, વસ્ત્ર અને ધનની પ્રાપ્તિ થઇ શકે છે. વળી, પ્રત્યેક મનુષ્યની એવી કામના હોય જ છે કે, મા લક્ષ્મીની કૃપાદ્રષ્ટિ એની પર બની રહે. પરંતુ લક્ષ્મી માતાને ‘ચંચળા’ કહેવાય છે, એક સ્થાન પર રોકાવું એમના સ્વભાવમાં નથી. લાલ કિતાબમાં એવા કેટલાક ઉપાયો દર્શાવેલા છે જેમને તમે વહેલા ઉઠીને કરશો તો, તમારી પર મા લક્ષ્મીની કૃપા સદાયે બની રહે છે. એમને કરવાથી તમારા ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે. ચાલો જાણીશું, લાલ કિતાબમાં દર્શાવેલા લક્ષ્મીપ્રાપ્તિના ઉપાયો…
સોનું તથા કેસર એકસાથે રાખો
જો તમારા ઘરમાં લક્ષ્મીજીનો સદૈવ વાસ થાય એવું તમે ઈચ્છતા હો તો સોનું તથા કેસર (Gold & Kesar), બેઉને એકસાથે રાખવા. આમ કરવાથી મા લક્ષ્મીની કૃપા તમારા ઘર પર વરસતી રહેશે.

શનિવારે પીપળા નીચે દીવો પ્રગટાવો
શનિવારે પીપળાના વૃક્ષ (Peepal Tree)ની નીચે ઘીનો દીવો પ્રગટાવો. સુગંધિત અગરબત્તી પણ પ્રજ્વલિત કરો. આ સાથે, મનોમન મા લક્ષ્મીનું 21 વાર સ્મરણ કરવું ત્યારબાદ, દીવાને પ્રણામ કરીને ત્યાંથી જતા રહેવું.
શુક્રવારે અને શનિવારે કૂતરાને ખાવાનું ખવડાવો
શુક્રવારે અને શનિવારે રોટલી પર ઘી ચોપડીને કૂતરા (Dog)ને ખવડાવો, એનાથી ધનસંબંધી તકલીફોનું નિવારણ થાય છે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત બને છે. આ ઉપરાંત, પ્રાણીઓ પ્રત્યે તમારે કૂણો વ્યવહાર રાખવો જોઇએ, જેથી તમારા નવગ્રહો (Nav Graha)શાંત રહે.

ગુરુવારે ગાયને રોટલી અને ગોળ ખવડાવો
પાંચ કિલો લોટ અને સવા કિલો ગોળ ખરીદો. લોટમાંથી રોટલીઓ બનાવી લો. ગુરુવારની સાંજે, આ રોટલીઓમાં ગોળ મૂકીને ગાય (Cow)ને ખવડાવો. ત્રણ ગુરુવાર સુધી, નિયમિત રીતે આ ઉપાય કરવો.
વ્યવસાયમાં પ્રગતિ માટેનો ઉપાય
તમારા ઘર, દુકાન અથવા શોરુમ માં સુંદર, શણગારેલો પાણીનો ફુવારો (Water Fountain) રાખવો. એનાથી માતા લક્ષ્મીનો વાસ તમારા ઘરમાં થાય છે અને એ ઉપરાંત, કારોબારમાં પણ સ્થાયીરુપે જળવાઇ રહે છે. આ શણગારેલા ફુવારાને દરરોજ જરુરથી સ્વચ્છ કરવો અને એની સમક્ષ ધૂપ અચૂક પ્રગટાવવો.

9 કન્યાઓને રુમાલ વહેંચો
લક્ષ્મીજીની પ્રાપ્તિ માટે આ ઉપાયને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. ખાસ કરીને, નવરાત્રિ દરમિયાન આ ઉપાય અવશ્ય કરવો જોઇએ. નાની ઉંમરની નવ કન્યાઓને લીલા રંગના રુમાલ વહેંચવા, આમ કરવાથી મા દુર્ગા (Mata Durga) પ્રસન્ન થાય છે. આ સાથે જ સળંગ 21 શુક્રવાર સુધી, પાંચ કન્યાઓને ખીર તથા સાકરનો પ્રસાદ અવશ્ય વહેંચવો.
આ પણ વાંચો: લાલ કિતાબના આ અચૂક ઉપાય તમને અપાવશે, જીવનની તમામ સમસ્યાઓમાંથી મુક્તિ…
આ પણ વાંચો:
