Dharma & Bhakti/ જીવનની જટિલ સમસ્યાઓના ઉકેલ માટે તથા સફળતાની પ્રાપ્તિ માટે લાલ કિતાબના ઉપાયો…

Lal Kitab Upay (લાલ કિતાબના ઉપાયો) જીવનની લગભગ તમામ સમસ્યાઓનો ઉકેલ, તમને આ પુસ્તકમાં મળી શકે છે. તો ચાલો જાણીએ, લાલ કિતાબના કેટલાક અચૂક ઉપાયો…

Trending Religious Rashifal Dharma & Bhakti
Lal Kitab Upay ,લાલ કિતાબના ઉપાયો, લક્ષ્મી, ગૃહકલેશ, નોકરી

Dharm & Bhakti: લાલ કિતાબ અનુસાર, જીવનની જટિલ સમસ્યાઓના ઉકેલ માટે તથા સફળતાની પ્રાપ્તિ માટેના ઘણા ઉપાયો (Lal Kitab Upay)એમાં દર્શાવવામાં આવ્યા છે. જ્યોતિષશાસ્ત્ર (Astrology) અનુસાર, આ ઉપાયો અત્યંત સરળ અને પ્રભાવશાળી છે, તથા એમને ઘરે જ આસાનીથી કરી શકાય છે.

‘લાલ કિતાબ’ એ જ્યોતિષ શાસ્ત્ર (Astrology)ના મૌલિક સિદ્ધાંતો પર આધારિત એક પુસ્તક છે. જીવનની લગભગ તમામ સમસ્યાઓનો ઉકેલ, તમને આ પુસ્તકમાં મળી શકે છે. તો ચાલો જાણીએ, લાલ કિતાબ (Lal Kitab)ના કેટલાક અસરકારક ઉપાયો, જેમને કરવાથી તમારી સ્થિતિમાં તમને લાભ થઇ શકે છે.

લાલ કિતાબમાં એવા કેટલાય ઉપાય દર્શાવવામાં આવ્યા છે, જે વ્યક્તિને, નોકરી-વ્યવસાયથી લઇને ગૃહકલેશ સુધીની તમામ તકલીફો (Problems)થી છૂટકારો અપાવી શકે છે. જરુર છે તો માત્ર એમને અજમાવવાની!

Lal Kitab Upay ,લાલ કિતાબના ઉપાયો, લક્ષ્મી, ગૃહકલેશ, નોકરી

લાલ કિતાબના ઉપાયો આ પ્રમાણે છે (Lal Kitab Upay)

ધન અને સમૃદ્ધિ માટે

1. તિજોરીમાં લાલ કપડામાં સોના કે ચાંદીનો સિક્કો (Gold Coin or Silver Coin) રાખો, આ ઉપાય ધનને આકર્ષિત કરવામાં મદદ કરે છે.

2. ગાયને ગોળ ખવડાવો, આ ઉપાય ગુરુ ગ્રહ (Guru Grah)ને પ્રસન્ન કરે છે અને ધન પ્રાપ્તિમાં પણ મદદરુપ થાય છે.

3. શુક્રવારે 9 વર્ષની 5 કન્યાઓને ખીર તથા મિસરીનો પ્રસાદ ખવડાવો, આ ઉપાયથી ધનની દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધનસંબંધી તકલીફો દૂર થાય છે.

4. શનિવારના દિવસે સરસિયાનાં તેલથી ભરેલા વાસણને કોઇ તળાવ અથવા નદીના તટે રેતીમાં દાટી દો, આ ઉપાયથી શનિ ગ્રહની શાંતિ થાય છે અને આર્થિક તંગી દૂર થાય છે.

5. વહેતા જળમાં બદામ અથવા નારિયેળ પ્રવાહિત કરો, આ ઉપાયથી ધનપ્રાપ્તિમાં સહાયતા મળે છે.

Lal Kitab Upay ,લાલ કિતાબના ઉપાયો, લક્ષ્મી, ગૃહકલેશ, નોકરી

6. પિત્તળના વાસણમાં ગંગાજળ (Gangajal) ભરીને રાખો, આ ઉપાયથી બુધ ગ્રહ મજબૂત થાય છે અને એ ધનને ટકાવી રાખવામાં મદદ કરે છે.

Lal Kitab Upay ,લાલ કિતાબના ઉપાયો, લક્ષ્મી, ગૃહકલેશ, નોકરી

અન્ય સમસ્યાઓ માટે

સૂર્યોદયથી સૂર્યાસ્તની મધ્યમાં કરો આ ઉપાય

જ્યોતિષશાસ્ત્ર અનુસાર, લાલ કિતાબના ઉપાયોને હંમેશાં સૂર્યોદયથી સૂર્યાસ્તની વચ્ચેના સમયગાળામાં જ કરવા જોઇએ.

એક દિવસમાં ફક્ત એક જ ઉપાય કરો

જો કોઇ ઉપાયને 43 દિવસ સુધી કરવાનો હોય તો એને સળંગ કરવો. વચ્ચે એક પણ દિવસ આ ઉપાય કરવાથી ચૂકવું નહિં.જો ઉપાય વચ્ચેથી છૂટી જાય,તો એને ફરીવાર નવેસરથી શરુ કરવો.

દરરોજ મંદિરે (Temple) જઇને એના આંગણમાં પોતું કરવું અને દરરોજ ઘરના વડીલો તથા વૃદ્ધોના ચરણસ્પર્શ કરીને એમના આશીર્વાદ લેવા જોઇએ.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: ગણેશજીની કૃપાપ્રાપ્તિ માટે કરો દ્વિજપ્રિય સંકષ્ટી ચતુર્થીએ આ પૂજા વિધિ…દરેક વિધ્ન-અંતરાયો થશે દૂર…

આ પણ વાંચો: કઠિન સંજોગો સામે લડવાની હિંમત મળશે…શ્રીમદ્ ભગવદ્ ગીતાના 7 પ્રેરણાદાયી કથન…

આ પણ વાંચો: મહાદેવ અને શ્રી હરિ વિષ્ણુ સહિતના દેવી-દેવતાની પ્રદક્ષિણા કેટલી સંખ્યામાં કરવી? જાણો એના ધાર્મિક નિયમો…