Dharma & Bhakti/ વાસ્તુશાસ્ત્ર મુજબ સ્નાન કર્યા પછી તરત આ 4 કામ ન કરવા, પ્રગતિ રુંધાશે, થશે ધનહાનિ!!

Vastu Shashtra (વાસ્તુશાસ્ત્ર) અનુસાર, સ્નાન કર્યા બાદ તરત જ અરીસા સામે જવું અશુભ ગણાય છે. એવી માન્યતા છે કે એનાથી માનસિક અશાંતિ ઉદ્ભવે છે…

Trending Religious Rashifal Dharma & Bhakti
Vastu Shashtra, વાસ્તુશાસ્ત્ર, સ્નાન, કામ

Dharm & Bhakti: વાસ્તુશાસ્ત્ર અનુસાર, સ્નાન (Vastu Shashtra, Snan) કર્યા પછી તરત જ અમુક કાર્યો કરવાથી ઘર તથા જીવન પર નકારાત્મક પ્રભાવ પડી શકે છે. તો ચાલો જાણીએ કે, નાહ્યાં પછી તરત કયા કયા કામ ન કરવા જોઇએ?

હિન્દુ સનાતન ધર્મમાં વાસ્તુશાસ્ત્ર (Vastu Shastra)નું વિશેષ મહત્વ રહેલું છે. સુખ-સમૃદ્ધિ અને સકારાત્મક ઊર્જા (Positive Energy)ના સંચાર માટે આ શાસ્ત્રમાં ઘણા નિયમો અને ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. આ નિયમો પૈકી એક નિયમ છે સ્નાન (Bathing) વિષયક! ઘણી વાર લોકો નાહ્યાં બાદ તરત જ, અન્ય કાર્યોમાં લાગી જાય છે. પરંતુ, શું તમે જાણો છો કે,આ આદત તમારા માટે હાનિકારક સિદ્ધ થઇ શકે છે?

વાસ્તુશાસ્ત્ર (Vastu Shashtra) મુજબ સ્નાન  કર્યા પછી તરત આ 4 કામ ન કરવા

વાસ્તવમાં, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે સ્નાન કર્યા પછી તરત જ કરવામાં આવતી કેટલીક ભૂલો તમને નુકસાન પહોંચાડી શકે છે. એવી માન્યતા છે કે, નાહ્યાં બાદ તરત આ કાર્યો કરવાથી તમારા જીવન પર તેનો અશુભ (Ashubh) પ્રભાવ પડી શકે છે. તો ચાલો જાણીએ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર, આપણે કઈ-કઈ ભૂલો કરવી જોઇએ નહિં?

Vastu Shashtra, વાસ્તુશાસ્ત્ર, સ્નાન, કામ

અરીસા સામે ન જવું

વાસ્તુશાસ્ત્ર અનુસાર, સ્નાન કર્યા બાદ તરત જ અરીસા (Mirror) સામે જવું અશુભ ગણાય છે. એવી માન્યતા છે કે એનાથી માનસિક અશાંતિ ઉદ્ભવે છે અને તમારી પ્રગતિમાં બાધા ઉત્પન્ન થાય છે. ખાસ કરીને, ચંદ્ર અને શુક્ર ગ્રહ (Moon & Shukra Grah)ના નકારાત્મક પ્રભાવોમાં વૃદ્ધિ થાય છે.

Vastu Shashtra, વાસ્તુશાસ્ત્ર, સ્નાન, કામ

કચરો વાળવો નહિં

વાસ્તુશાસ્ત્ર અનુસાર, સ્નાન કર્યા બાદ તરત જ કચરો વાળવા (Brooming)થી બચવું જોઇએ. આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઊર્જા (Negative Energy)નો પ્રવેશ થાય છે અને સકારાત્મકતાનો ક્ષય થાય છે. આ ઉપરાંત, એનાથી આર્થિક તંગીનો સામનો પણ કરવો પડી શકે છે.

Vastu Shashtra, વાસ્તુશાસ્ત્ર, સ્નાન, કામ

તામસી ભોજન ન કરવું

વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા મુજબ, સ્નાન કર્યા બાદ તરત જ તામસી ભોજન કરવાથી બચવું જોઇએ. જેમ કે, માંસાહાર, લસણ અને ડુંગળી (Nonveg, Garlic, Onion)નું સેવન કરવું જોઇએ નહિં. જ્યોતિષીય માન્યતાનુસાર, એનાથી રાહુ અને કેતુ (Rahu & Ketu Grah)નો નકારાત્મક પ્રભાવ પ્રબળ થઇ જાય છે.

ખોટી દિશામાં સૂવું જોઇએ નહિં

વાસ્તુશાસ્ત્ર અનુસાર, સ્નાન કર્યા બાદ તરત જ ઉત્તર દિશા (North Direction) તરફ માથું કરીને સૂવું શુભ ગણાતું નથી. એવું કરવાથી શરીરની ઊર્જાનો પ્રવાહ પ્રભાવિત થાય છે અને ચંદ્ર તથા ગુરુ ગ્રહનો નકારાત્મક પ્રભાવ વધે છે.


આ પણ વાંચો: 

આ પણ વાંચો: આજે મંગળ ગોચરથી સર્જાશે ત્રિગ્રહી યોગ અને રુચક રાજયોગ એકસાથે, 5 રાશિઓનો સુવર્ણકાળ પ્રારંભ..!

આ પણ વાંચો: 2026 માં 30 જાન્યુઆરીએ થશે ગુરુનું ગોચર…જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 3 રાશિઓની ખુશીને લાગશે ગ્રહણ…