Lifestyle/ ગ્રીન ટી કે લીંબુ પાણી…વજન ઘટાડવા માટે વધુ ફાયદાકારક શું છે? જાણીએ શ્રેષ્ઠ વેઇટ લોસ ટિપ્સ…

Green Tea (ગ્રીન ટી)માં લીંબુનો રસ મિક્સ કરવાથી એમાં હાજર એન્ટિઓક્સિડન્ટની અવશોષણ પ્રક્રિયા 5 થી 10 ગણી વધી જાય છે! વજન ઘટાડવા માટે આ એક…

Trending Tips & Tricks Food Health & Fitness Lifestyle
Green Tea, ગ્રીન ટી, લીંબુ પાણી, વજન ઘટાડવા, ટિપ્સ

Lifestyle: જો તમારા મનમાં પણ આ જ પ્રશ્ન હોય કે, વજન ઘટાડવા (Weight Loss) માટે ગ્રીન ટી કે લીંબુ પાણી (Green Tea or Lemon Water)…આ બેમાંથી કયુ પીણું પીવું જોઇએ તો અમે અહિં તમને એ વિશે સચોટ માહિતી આપવા જઇ રહ્યા છે.

સ્થૂળતા સાંપ્રત સમાજમાં એક અભિશાપ

સ્થૂળતા (Obesity) સાંપ્રત સમાજમાં એક અભિશાપ બનતી જાય છે. વજન ઘટાડવું એ આજના સમયમાં લોકો માટે મોટી ચેલેન્જ બની ચૂકી છે! બેઠાડુ લાઇફ સ્ટાઇલ, જંક ફૂડ (Unhealthy Lifestyle, Junk Food) વગેરેના કારણે આજે લોકોનું વજન વધી રહ્યું છે. ચિંતાનો વિષય એ છે કે, બાળકો પણ મેદસ્વી થતા જાય છે!

Green Tea, ગ્રીન ટી, લીંબુ પાણી, વજન ઘટાડવા, ટિપ્સ

લોકો વજન ઓછું કરવા માટે વ્યાયામ (Exercise)થી માંડીને આહારમાં નિયંત્રણ (Diet Control) રાખવા વિષયક તમામ પ્રયાસો કરતા જોવા મળે છે પરંતુ, એ ઘણી વાર કારગર સિદ્ધ નથી થતા! પરંતુ જો તમે તમારી જીવનશૈલીમાં નાના અમથા પરિવર્તન કરીને એમને નિરંતર જાળવી રાખશો તો એનું ઉત્તમ પરિણામ જોવા મળશે.

ગ્રીન ટી કે લીંબુ પાણી (Green Tea or Lemon Water)?

વજન ઘટાડવા માટે લોકો જે સૌથી કોમન વેઇટ લોસ ટિપ્સ (Weight Loss Tips) અપનાવે છે એમાં સામેલ છે એક તો ગ્રીન ટી અને બીજું લીંબુ પાણી! પરંતુ લોકોને એ ખબર નથી પડતી કે, વજન ઘટાડવા માટે આમાંથી કયું બહેતર સાબિત થશે? જો તમારા મનમાં પણ આ જ પ્રશ્ન હોય કે વેઇટ લોસ જર્ની (Weight Loss Journey)માં ગ્રીન ટી કે લીંબુ પાણી…આ બેમાંથી કયુ પીણું પીવું જોઇએ તો અમે અહિં તમને એ વિશે માહિતી આપવા જઇ રહ્યા છે.

Green Tea, ગ્રીન ટી, લીંબુ પાણી, વજન ઘટાડવા, ટિપ્સ

ગ્રીન ટી (Green Tea) પીવાના ફાયદા

આ પીવાના અનેક ફાયદા છે. તે વજન ઘટાડવા, મેટાબોલિઝમ સુધારવા, હૃદયના સ્વાસ્થ્ય અને મગજની કાર્યક્ષમતા માટે ફાયદાકારક છે.

1. મેટાબોલિઝમ બૂસ્ટર 

એનું સેવન પાચન બહેતર બનાવે છે. એ કુદરતી મેટાબોલિઝમ બૂસ્ટર  (Metabolism Booster) ગણાય છે.

2. કૅટેચિન અને કૅફિન

એમાં રહેલા કૅટેચિન અને કૅફિન (Catechin and Caffeine) વજન ઘટાડવા માટે સક્રિય ભૂમિકા ભજવે છે.

3. કેલરી ઘટાડે

શરીરની વધારાની ચરબીનું દહન કરીને કેલરી (Calories) ઘટાડવામાં મદદ કરે છે.

4. ફેટ ઓક્સિડેશન

એક્સર્સાઇઝ કરવા દરમિયાન એને પીવાથી શરીરની ફેટનું ઊર્જા (Energy)માં ઝડપભેર રુપાંતર થાય છે.

Green Tea, ગ્રીન ટી, લીંબુ પાણી, વજન ઘટાડવા, ટિપ્સ

ગ્રીન ટી પીતા પહેલાની સાવધાની

એને ખાલી પેટે ન પીવી, કારણ કે એનાથી અમુક લોકોને એસિડિટી (Acidity) થઇ શકે છે. આ ઉપરાંત, આખા દિવસ દરમિયાન એને 2 થી 3 કપથી વધુ માત્રામાં ન પીવી જોઇએ.

લીંબુ પાણી (Lemon Water) પીવાના ફાયદા

આ પીવાના અનેક પણ અલગ તરેહના ફાયદા છે. લીંબુ પાણી પીવાનો સૌથી મોટો ફાયદો એ છે કે, તમારા ડાયજેસ્ટિવ સિસ્ટમ (Digestion)ને એ સુચારુ રાખે છે અને શરીરમાંથી વિષાર્ધ પદાર્થો (Toxins)ને બહાર કાઢવામાં મદદરુપ સાબિત થાય છે. આ ઉપરાંત, લીંબુ (Lemon)ના સેવનથી સ્કિન પણ ચમકીલી રહે છે અને એનાથી શરીરનું મેટાબોલિઝમ પણ ઝડપી બને છે.

1. ડિટૉક્સ અને હાઇડ્રેશન

લીંબુ પાણી ડાયરેક્ટ ચરબીનું દહન નથી કરતું પરંતુ વજન ઘટાડવાની પ્રક્રિયાને સરળ બનાવે છે.

2. હાઇડ્રેશન

ઘણી વાર આપણે તરસને ભૂખ સમજી બેસીએ છીએ. લીંબુ પાણી આપણને હાઇડ્રેટેડ રાખીને વિના કારણ, ખાધા કરવાથી બચાવે છે.

3. ડિટોક્સિફિકેશન

તે લિવર (Liver)ને સ્વચ્છ રાખે છે અને શરીરના ટૉક્સિનનો નિકાલ કરવામાં મદદરુપ થાય છે. એમાં હાજર પેક્ટિન ફાઇબર (Fiber) ભૂખને ઓછી કરવામાં સહાયક સિદ્ધ થાય છે.

Green Tea, ગ્રીન ટી, લીંબુ પાણી, વજન ઘટાડવા, ટિપ્સ

બંનેમાંથી શ્રેષ્ઠ શું?

જો તમે અધિક ફાયદો મેળવવા માગો છો તો બંનેનું મિશ્રણ સૌથી વધુ અસરકારક છે. સંશોધન દર્શાવે છે કે, ગ્રીન ટીમાં લીંબુનો રસ મિક્સ કરવાથી એમાં હાજર એન્ટિઓક્સિડન્ટની અવશોષણ પ્રક્રિયા 5 થી 10 ગણી વધી જાય છે! સવારની શરુઆત નવશેકા લીંબુ પાણીથી કરવી જેથી શરીર ડિટોક્સ થઇ જાય અને બપોરે મેટાબોલિઝમ (Metabolism)ને કિક આપવા માટે ગ્રીન ટીનું સેવન કરવું હિતાવહ છે.

Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.


આ પણ વાંચો: આ 5 લક્ષણો દર્શાવે છે કે હાડકાં ખોખલાં થઇ રહ્યાં છે, અવગણશો નહિં, ડૅમેજ થતા બચાવી લો

આ પણ વાંચો: યુવાનો માટે વધુ પ્રોટીન જોખમી, બોડી બિલ્ડર બનશો પણ કિડની ખરાબ કરશો…!!