Lifestyle News : સ્થૂળતા આજે વિશ્વભરમાં ગંભીર આરોગ્ય સમસ્યા બની ચૂકી છે. વધતું વજન (Weight) અનેક ક્રોનિક રોગો જેમ કે ડાયાબિટીસ, હૃદયરોગ અને બ્લડ પ્રેશરનું મુખ્ય કારણ માનવામાં આવે છે. આહાર નિયંત્રણ અને નિયમિત કસરત લાંબા સમયથી વજન ઘટાડવાના મુખ્ય ઉપાય રહ્યા છે, પરંતુ તાજેતરના વર્ષોમાં વૈજ્ઞાનિકોએ અસરકારક દવાઓ વિકસાવી છે.
વજન (Weight) ઘટાડવાની દવાને FDAએ મંજૂરી આપી

આ દિશામાં મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) એ નોવો નોર્ડિસ્ક કંપનીની વજન (Weight) ઘટાડવાની દવા Wegovy ના ગોળી સ્વરૂપને મંજૂરી આપી છે. અગાઉ વેગોવી માત્ર ઇન્જેક્શન રૂપે ઉપલબ્ધ હતી, જ્યારે હવે દિવસમાં એકવાર લેવાતી ગોળી તરીકે પણ તેનો ઉપયોગ કરી શકાશે.
ટ્રાયલમાં સારા પરિણામો જોવા મળ્યા
નોવો નોર્ડિસ્કના જણાવ્યા મુજબ, ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન વેગોવી ગોળીથી સરેરાશ 16.6 ટકા સુધી વજન (Weight) ઘટાડો નોંધાયો હતો. ટ્રાયલમાં સામેલ આશરે 1,300 લોકોમાંથી એક તૃતીયાંશે પોતાનું વજન 20 ટકા અથવા તેથી વધુ ઘટાડ્યું હતું, જેને કારણે આ દવાને લઈને મોટી આશાઓ બંધાઈ છે.
વેગોવી ઈન્જેક્શન પહેલાથી જ લોન્ચ થઈ ચૂક્યું છે.

કંપનીના સીઈઓ માઈક ડોસ્ટડારે જણાવ્યું કે, હવે દર્દીઓને ઇન્જેક્શન લેવાની જરૂર નહીં રહે અને મૌખિક દવા દ્વારા સરળતાથી વજન ઘટાડવામાં મદદ મળશે. અહેવાલ મુજબ, વેગોવી ગોળી જાન્યુઆરી 2026ની શરૂઆતમાં અમેરિકામાં લોન્ચ થવાની સંભાવના છે. તેની શરૂઆતની કિંમત અંદાજે $149 (રૂ. 13,365) રાખવામાં આવી છે, જે ઇન્જેક્શનની તુલનામાં ઓછી છે.
વજન (Weight) ઘટાડવામાં ડાયાબિટીસની દવા અસરકારક સાબિત થઈ છે
નોંધનીય છે કે જાન્યુઆરી 2025માં ભારતમાં વેગોવીનું ઇન્જેક્શન પહેલેથી જ લોન્ચ કરવામાં આવ્યું હતું. કંપનીનું કહેવું છે કે વેગોવી GLP-1 હોર્મોનની જેમ કામ કરે છે, જે ભૂખને નિયંત્રિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો કે, કેટલાક GLP-1 આધારિત દવાઓને લઈને સાઈડ ઇફેક્ટ્સ અંગે ચર્ચાઓ પણ ચાલી રહી છે, જેના કારણે તબીબી દેખરેખ હેઠળ જ દવાનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે.
