Panchmahal News : ગોધરા (Godhra) શહેરની મધ્યમાં આવેલ મોકાની જગ્યા શ્રી સરકાર કરવા જિલ્લા કલેકટરે હુકમ કર્યો છે.સરકારી જગ્યાનો તત્વમ ઇમેજિંગ સેન્ટર નામથી અનધિકૃત ઉપયોગ થતો હોવાનું સામે આવતા આ હુકમ કરાયો હતો. સરકારી જગ્યામાં કરવામાં આવેલ બાંધકામ 30 દિવસમાં દૂર કરવા આદેશ કરાયો છે.
ગોધરા(Godhra)માં સરકારે રહેણાંક હેતુ માટે ભાડાપટ્ટા પર જમીન આપી હતી
તપાસમાં ગોધરા (Godhra)માંઆવેલી રહેણાંક હેતુ માટે આપવામાં આવેલી સરકારી જમીન પર બાંધકામ કરીને વાણિજ્ય હેતુ માટે ઉપયોગ કરાતો હોવાનું સામે આવ્યું છે. સરકારે રહેણાંક હેતુ માટે વર્ષ 1920 માં 50 વર્ષના ભાડાપટ્ટા પર જમીન આપી હતી.ભાડાપટ્ટો પૂર્ણ થઈ ગયા બાદ તેને રિન્યુ ન કરાવી રહેણાંક હેતુની જગ્યાનો કોઈપણ પૂર્વ મંજૂરી વિના વાણિજ્ય હેતુ ઉપયોગમાં લેતા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.
ભાડાપટાની સરકારની જમીન અને મિલકતની સક્ષમ અધિકારીની પુર્વ પરવાનગી વગર ભાડાપટા હકક ટ્રાન્સફર તથા ઉપરદળ વેચાણ દસ્તાવેજથી કબજા સાથે તબદીલ થયેલ હોવાનું પણ સામે આવતા કાર્યવાહી કરવામાં આવી છે.
