Surat News : આંતરરાષ્ટ્રીય માર્ગે માદક પદાર્થોની થતી હેરાફેરી વચ્ચે સુરત ક્રાઈમ બ્રાંચને મળેલી બાતમીના આધારે એક મોટી સફળતા હાથ લાગી છે. સુરત ક્રાઈમ બ્રાંચે કસ્ટમ્સ અને સીઆઈએસએફને સાથે રાખીને બેંગકોકથી સુરતની એર ઈન્ડિયાની ફ્લાઈટમાં સુરત એરપોર્ટ ઉપર આવેલા એક મુસાફરને પકડી પાડી તેની પાસેથી રૂ.1.41 કરોડથી વધુનો હાઈબ્રીડ ગાંજો કબજે કરાયો હતો. ક્રાઈમ બ્રાંચ દ્વારા મુસાફર જાફરખાનની ધરપકડ કરવામાં આવી હતી. 3 વર્ષમાં ઝફરખાન 28 વખત તે બાંગ્લાદેશ, બેંગકોક સહિતના દેશોમાં ગાંજો, ગોલ્ડ, , મોબાઈલ ફોન સહિતના કિંમતી વસ્તુ નું સમગલીગ કરી ચુક્યો છે
સુરત ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી કે, સાંજે બેંગકોકથી સુરતની એર ઈન્ડિયાની ફ્લાઈટ આઈ.એક્સ-૨૬૩માં એક મુસાફર માદક પદાર્થ લઈને આવી રહ્યો છે. આ બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાંચની એક ટીમેં સુરત એરપોર્ટ ઉપર પહોંચી ગઈ હતી. સુરત ક્રાઈમ બ્રાંચે સુરતના કસ્ટમ્સના અધિકારીઓ અને સીઆઈએસએફની ટીમને પણ માદક પદાર્થની હેરાફેરી કરનાર મુસાફરને રાઉન્ડ અપ કરવા પોતાની સાથે રાખી હતી. દરમિયાન આ ફ્લાઈટ સાંજે સમયસર લેન્ડ થઈ હતી.
આ દરમિયાન સુરત ક્રાઈમ બ્રાંચે શકદાર મુસાફરને અટકાયતમાં લીધો હતો. તેના સામાનની તલાસી લેવામાં આવી હતી. લેડીઝ પર્સ, બાળકોના ગેમના ખોખા અને બ્લેન્કેટ માંથી ૪ કિલોથી વધુના હાઈડ્રોપોનીક વીડ(હાઈબ્રીડ ગાંજા)ના 8 પેકેટ મળી આવ્યા હતા. ત્યારબાદ આ ગાંજાનો જથ્થો ફોરેન્સીક માટે મોકલવામાં આવ્યા હતા. ક્રાઈમ બ્રાંચની ટીમે ફોરેન્સીક તપાસ પૂર્ણ કર્યા બાદ આ મુસાફરને કસ્ટડીમાં લીધો હતો. તેની પાસેથી રૂપિયા 1.41 કરોડની કિંમતનો ચાર કિલો હાઇબ્રીડ ગાંજો કબ્જે કરવામાં આવ્યો હતો. પોલીસની તપાસમાં આ મુસાફરનું નામ જાફર અકબર ખાન હોવાનું સામે આવ્યું છે. જાફર ખાનના પાસપોર્ટની તપાસ કરતા ત્રણ વર્ષમાં જાફર ખાન 28 વખત બાંગ્લાદેશ, બેંગકોક, સહિતના દેશોમાં મોબાઈલ, ગોલ્ડ, ગાંજો સહિતની વસ્તુઓનું સ્મગલીંગ કરી ચૂક્યો છે.
કબ્જે કરેલ મુદ્દામાલ
માદક પદાર્થ ડ્રગ્સ ‘હાઇડ્રો વીડ’ હાઈબ્રીડ ગાંજો કુલ વજન 4035.97 ગ્રામ કિં.રૂ.1,41,25,895
રોકડા રૂપિયા 4,000
થાઈલેન્ડની કરન્સી બાથ 520
UAE ની કરન્સી દિરહમ 20
ઓમાનની કરન્સી બૈસા 100
મોબાઇલ ફોન નંગ-1 કિં.રૂ.10,000
મોટી ટ્રોલી બેગ નંગ-1 કિં.રૂ.3,000 તથા અન્ય ડેબીટ કાર્ડ, આઈ.ડી.કાર્ડ, પર્સ વિગેરે મુદ્દામાલ મળી કુલ કિંમત રૂપિયા 1,41,43,095
આરોપીની માહિતી
આરોપી જાફર ખાન આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલિંગ નેટવર્ક માટે કેરિયર (Carrier) તરીકે કામ કરે છે
અત્યાર સુધીમાં આરોપીએ ગોલ્ડ, ઈ-સિગારેટ, મોબાઈલ-લેપટોપ તથા ડ્રગ્સનું સ્મગલિંગ કરી ચુકેલ છે
આરોપી સ્મગલિંગ કરતી વખતે બેગમાં સિગારેટ તથા ગોલ્ડ વિગેરેને અલગ અલગ રેપર્સ-પ્લાસ્ટીકના રોલ લગાવતો જેનાથી લગેજ સ્કેનિંગથી બચી શકાય
આરોપી જાફરખાન છેલ્લા ત્રણેક વર્ષ દરમ્યાન દુબઈ તથા બાંગ્લાદેશમાં છ-છ વખત, થાઈલેન્ડ તથા ઓમાનમાં બે-બે વખત, સાઉદી અરેબીયા, કંમ્બોડીયા, બહેરીન વિગેરે દેશોમાં પણ એક એક વખત ટ્રાવેલીંગ કરેલ છે
સ્મગલિંગ માટે આરોપી તથા તેની પત્ની બુસરાબેગમ અલગ અલગ દેશોની ટ્રીપ મારફતા હતા જેમા એક ટ્રીપમાં રૂપિયા 25,000 થી એક લાખ સુધી કમિશન મળતુ હતુ
બેંગકોકથી બેંગ્લોરની એર એશીયાની ફ્લાઈટમાં 7 KG હાઇડ્રોવીડ/હાઈબ્રીડ ગાંજા સાથે બેંગ્લોર એરપોર્ટ ઉપર આરોપીની પત્ની બુસરાબેગમ W/O જાફરખાન પણ જુન-2025 માં પોલીસમાં પકડાયેલ છે
બેંગકોકથી જાફરખાનને ગાંજો આપવામાં આવ્યો હતો. જાફર ખાનને ગાંજો લેનારનું કોઈપણ પ્રકારની નામ આપવામાં આવતું ન હતું. પરંતુ એક કોડ આપવામાં આવતો હતો. જે પણ વ્યક્તિ ગાંજાની ડીલેવરી લેવાની હોય તે વ્યક્તિને બેંગકોકથી જે-તે ડિલિવરી કરનાર વ્યક્તિનો ફોટો આપી દેવામાં આવતો હતો. જે તે સ્થળ જ મુલાકાત કરવાની હોય ત્યાં કોર્ડવર્ડની આપ લે કરતા હતા. બાદમાં માલની આપ-લે થઈ જતી હતી. હાલ તો જાફરખાન આ ગાંજો ક્યાંથી અને કોની પાસેથી લાવીને કોને આપવાનો હતો તેની સમગ્ર ચેન પકડવા ક્રાઈમ બ્રાંચે આગળની તપાસ હાથ ધરી છે.

