Hyderabad News: હૈદરાબાદમાંથી DRIએ નશાના નેટવર્ક પર મોટી કાર્યવાહી કરી છે. બેંગકોકથી આવતા મુસાફર પાસેથી ઝડપાયો હાઈડ્રોપોનિકસ ગાંજો ઝડપ્યો છે. આરોપીઓ એક્સ-રે મશીન થી બચાવવા કાર્બન પેપરમાં કવર કરી નશીલો પદાર્થ લાવ્યા હતા. DRIએ 4.15 કરોડની કિંમતનો 4.15 કિલો ગાંજો જપ્ત કર્યો હતો.
શુટકેસ બેગના ડબ્બામાં છુપાવીને લવાયેલ હાઈડ્રોપોનિક ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. DRIએ NDPS એક્ટ હેઠળ 1 આરોપીની ધરપકડ કરી છે. DRIએ ગાંજો કોને આપવાનો હતો તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે આજના દિવસમાં અગાઉ હિંમતનગર GRPએ રેલવેમાં હેરફેર કરાતો ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો. હિંમતનગર રેલવે પ્લેટફોર્મ પરથી ચેકિંગ દરમિયાન રું 79.21 લાખની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. અજાણ્યો શખ્શ પોલીસની ચહલપહલ જોઈ પ્લેટફોર્મ પર ડ્રગ્સ ભરેલો થેલો મૂકી ફરાર થઈ ગયો છે. વીરભૂમિ એક્સપ્રેસ ટ્રેનમાં ડ્રગ્સના જથ્થાની હેરફેર કરવામાં આવી રહી હોવાનું મનાય છે.
વીરભૂમિ એક્સપ્રેસ ટ્રેન ઈન્દોરથી અમદાવાદના અસારવા જઈ રહી હતી. હિંમતનગર GRP પોલીસ ટીમના ચેકિંગને લઈ અજાણ્યો શખ્શે થેલો બિનવારસી હાલતમાં છોડ્યો હોવાનું માનવામાં આવે છે. વીરભૂમિ એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચ પાસે બિનવારસી થેલો છોડી દેવાયો હતો.
બિનવારસી થેલામાં એમ્ફેટાઈમાઈન અને મેથાએમ્ફેટામાઈન ડેરીવેટીવ્સ પ્રકારનો 792.11 ગ્રામ જથ્થો મળી આવ્યો, જેનું બજારમૂલ્ય 79.21 લાખ રૃપિયા થાય છે. થેલામાં કપડાની નીચે સંતાડીને ડ્રગ્સની હેરાફેરી કરાતી હતી. રેલવે પોલીસે સીસીટીવી અને ટિકિટ આધારે ડ્રગ્સની હેરાફેરી કરનારને ઝડપવા કાર્યવાહી કરી હતી.
આ પણ વાંચો: National News/ક્રિપ્ટો કરન્સી હવે સંપત્તિ ગણાશે, કાયદા હેઠળ થશે કાર્યવાહીઃ મદ્રાસ હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો
આ પણ વાંચો: National News/ચક્રવાતી વાવાઝોડાને કારણે ઓડિશા હાઇ એલર્ટ પર, બિહાર, બંગાળ,ઝારખંડમાં ભારે વરસાદની સંભાવના
આ પણ વાંચો: National News/ટેકઓફ બાદ એર ઈન્ડિયાના વિમાનથી પક્ષી ટકરાયું, નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ; સદનસીબે જાનહાનિ ટળી
