ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ દારૂની હેરાફેરી થઇ રહી છે.જોવાની વાત એ છે કે આટલા કડક નિયમો હોવા છતાં પણ બૂટલેગરો અવનવા કિમીયા અજમાવી દારૂની ડીલીવરી કરી રહ્યા છે.
રાજકોટમાં એક આવો જ બુટલેગર પકડાયો છે જેણે દારૂની હેરાફેરી માટે એક જાણીતી ફૂડ કંપનીનો ઉપયોગ કર્યો છે.જાણીતી ફૂડ ડીલીવર કંપની ઝોમેટોનો ડીલીવરી બોય દારૂની બોટલો સાથે પકડાયો છે.રાજકોટની યુનિવર્સિટી પોલીસે મિલન નામના આ ફૂડ ડીલીવરી બોયને 6 દારૂની બોટલ સાથે પકડ્યો છે. મિલન ઝોમેટોની બેગમાં દારૂની ડીલીવરી કરતો હતો.
ઝોમેટો સાથે સંકળાયેલો મિલન ઘણા સમયથી ફૂડ ડીલીવરીની આડમાં દારૂની હેરાફેરી કરતો હોવાનું સામે આવ્યું છે.પોલીસે મિલનની અટકાયત કરી ઝોમેટોની બેગ ક્યાંથી આવી તે અંગે તપાસ શરૂ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
