Not Set/ સુરત/ ડીંડોલી બ્રિજ પર બસે બાઇક સવારને મારી ટક્કર,બે બાળકો સહિત પિતાનું મોત

માર્ગ અકસ્માતોને ઘટાડવા સરકારના તમામ પ્રયત્નોના સકારાત્મક પરિણામ મળતા હોય તેવું લાગી રહ્યું નથી. નવા મોટર વ્હીકલ નિયમ બાદ પણ અકસ્માતની ઘટના ઘટવાનું નામ નથી લઇ રહી. આવામાં વધુ એક અકસ્માતની ઘટના સુરતથી સામે આવી છે જ્યાં સવાર સવારમાં દુખદ બનાવ બન્યો છે. સુરતાના ડિંડોલી વિસ્તારમાં આજે સવારે એક સિટી બસે એકસાથે ચાર લોકોને અડફેટે […]

Top Stories Gujarat Surat

માર્ગ અકસ્માતોને ઘટાડવા સરકારના તમામ પ્રયત્નોના સકારાત્મક પરિણામ મળતા હોય તેવું લાગી રહ્યું નથી. નવા મોટર વ્હીકલ નિયમ બાદ પણ અકસ્માતની ઘટના ઘટવાનું નામ નથી લઇ રહી. આવામાં વધુ એક અકસ્માતની ઘટના સુરતથી સામે આવી છે જ્યાં સવાર સવારમાં દુખદ બનાવ બન્યો છે.

સુરતાના ડિંડોલી વિસ્તારમાં આજે સવારે એક સિટી બસે એકસાથે ચાર લોકોને અડફેટે લીધા હતા. જેમાંથી ત્રણના મોત નિપજ્યા છે. મૃતકોમાં 2 વિદ્યાર્થીઓ અને એક આધેડ હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા જ ડિંડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.

સુરત : વહેલી સવારે શાળાએ જવા નીકળેલા વિદ્યાર્થીઓને સિટી બસે કચડ્યા, 3ના ઓન ધી સ્પોટ મોત

મળતી માહિતી અનુસાર સવારે બંને વિદ્યાર્થીઓ ઘરેથી સ્કૂલ જવા નીકળ્યા હોવાનું સ્થાનિક લોકોએ જણાવી રહ્યા છે. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ડિંડોલી બ્રિજ પર બસે એક બાઈક પર સવાર ત્રણ વિદ્યાર્થી સહિત ચારને અડફેટે લીધા હતા. જેને પગલે એક જ પરિવારના પિતા અને બે પુત્રોના મોત નીપજ્યા છે.

 આ મામલે મળતી માહિતી પ્રમાણે ડિંડોલી બ્રિજ પરથી એક બાઇક પર એક યુવક પોતાનાં કાકા ત્રણ બાળકોને લઇને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કલ્યાણજી વિથથલ મહેતા શાળામાં લઇ જતા હતાં. ત્યારે જ સામેથી એકદમ સ્પીડમાં આવતી સિટી બસે આ બાઇકને ટક્કર મારી હતી. જેમાં ઘટનાસ્થળે જ બાઇક પર સવાર ચારમાંથી ત્રણનાં મોત નીપજ્યાં છે. જ્યારે અન્ય એક બાઇક સવાર યુવાનને પણ ટક્કર વાગતા ઇજાગ્રસ્ત થયો છે.

મહારાષ્ટ્રના યશવંતભાઈ એજન નામના વ્યક્તિ તેમના પુત્ર અને ભત્રીજા સાથે ડિંડોલી બ્રિજ પરથી પોતાના બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા. ત્યારે અચાનક  સિટી બસના ચાલકે તેઓને અડફેટે લીધા હતા. તેમનો પુત્ર ભાવેશ ભત્રીજા ભૂપેન્દ્રનું પણ ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. એકસાથે બે બાળકો ગુમાવતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

 એક વર્ષ પહેલાં આ જ ડિંડોલી બ્રિજ પર કારની અડફેટે 5નાં મોત થયા હતા.એ જ જગ્યા પર આજે અકસ્માત થયો અને ત્રણે મોતને ભેટ્યા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.