Gujarat News/ ટ્યુશન ક્લાસિસ પર સરકારનો કડક કંટ્રોલ, મનફાવે તેવી ફી નહીં વસૂલી શકે; નવું બિલ આવશે

Coaching Classes Fee Rules: ગુજરાત સરકાર ખાનગી ટ્યુશન અને કોચિંગ ક્લાસિસ માટે નવું નિયમનકારી બિલ લાવવાની તૈયારીમાં છે. નવા કાયદા હેઠળ ફી પર નિયંત્રણ, ફરજિયાત રજિસ્ટ્રેશન, Fire NOC, પોલીસ વેરિફિકેશન અને જાણો નિયમોના ભંગ કરનારને કેટલો થશે દંડ

Top Stories Gandhinagar Gujarat
Coaching Classes Fee Rules: નહીં વસૂલે મનફાવે તેવી ફી

Gujarat News: ગુજરાતમાં વર્ષોથી ખાનગી ટ્યુશન અને કોચિંગ ક્લાસિસમાં મનફાવે તેવી ફી વસૂલાતી હોવાની ફરિયાદોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર હવે કડક કાયદો (Coaching Classes Fee Rules) લાવવાની તૈયારીમાં છે. આગામી વિધાનસભા સત્રમાં ‘પ્રાઇવેટ કોચિંગ ક્લાસિસ રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ વિધેયક’ રજૂ કરવામાં (Gujarat Coaching Classes Bill) આવશે. નવા કાયદા હેઠળ ક્લાસિસનું સંચાલન, ફી, સુરક્ષા, રજિસ્ટ્રેશન અને શિક્ષકોની લાયકાત સહિતના મુદ્દાઓનું નિયમન કરવામાં આવશે.

Coaching Classes Fee Rules: FRC જેવી ઓથોરિટી કરશે દેખરેખ

નવા બિલ હેઠળ ખાનગી કોચિંગ ક્લાસિસ (Private Coaching Classes) માટે અલગ નિયમનકારી સત્તાધિકારીની રચના કરવામાં આવશે. આ ઓથોરિટી ક્લાસિસનું રજિસ્ટ્રેશન, લાયસન્સ, નિયમોના પાલન અને ફી માળખા પર નજર રાખશે. દરેક ક્લાસિસે વિદ્યાર્થીઓની સંખ્યા, શિક્ષકોની વિગતો અને વસૂલાતી ફીની માહિતી ઓનલાઈન નોંધાવવી ફરજિયાત રહેશે, જેથી સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહે.

મનફાવે તેવી ફી નહીં, કોર્ષ છોડનારને મળશે રિફંડ

Coaching Classes Fee Rules: નહીં વસૂલે મનફાવે તેવી ફી

સરકાર ફી માટે મહત્તમ મર્યાદા (Fee Cap) નક્કી કરવાની તૈયારીમાં છે, જેથી વાલીઓ પાસેથી મનફાવે તેવી ફી વસૂલવામાં ન આવે. ઉપરાંત, જો કોઈ વિદ્યાર્થી કોર્ષ અધવચ્ચે છોડી દે તો તેને પ્રો-રેટા ધોરણે ફી પરત આપવાની જોગવાઈ પણ કરવામાં આવશે. આ નિયમથી વિદ્યાર્થીઓ અને વાલીઓને આર્થિક રાહત મળવાની અપેક્ષા છે.

ફાયર NOC અને પોલીસ વેરિફિકેશન ફરજિયાત

વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને દરેક કોચિંગ ક્લાસ માટે ફાયર NOC ફરજિયાત બનાવાશે. સાથે જ ઇમરજન્સી એક્ઝિટ સહિતની સુરક્ષા વ્યવસ્થા રાખવી પડશે. ક્લાસિસમાં ભણાવતા શિક્ષકો માટે ઓછામાં ઓછી ગ્રેજ્યુએશનની લાયકાત ફરજિયાત રહેશે, જ્યારે શિક્ષકો અને નોન-ટીચિંગ સ્ટાફનું પોલીસ વેરિફિકેશન પણ કરાવવું પડશે.

નિયમોના ભંગ બદલ લાખ રૂપિયા સુધીનો દંડ

Coaching Classes Fee Rules: નહીં વસૂલે મનફાવે તેવી ફી Coaching Classes Fee Rules: નહીં વસૂલે મનફાવે તેવી ફી

નવા કાયદા હેઠળ (Gujarat Coaching Law) નિયમોનું ઉલ્લંઘન કરનાર કોચિંગ ક્લાસિસ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. બિલમાં રૂ.25 હજારથી લઈને રૂ.1 લાખ સુધીના દંડની જોગવાઈ રાખવામાં આવી છે. સરકારનું માનવું છે કે આ નિયમો અમલમાં આવ્યા બાદ રાજ્યભરના ખાનગી ટ્યુશન અને કોચિંગ ક્લાસિસમાં પારદર્શિતા વધશે અને વિદ્યાર્થીઓ તથા વાલીઓના હિતોની વધુ સારી રીતે સુરક્ષા થઈ શકશે.

નિયમો ઘડવા માટે 8 સભ્યોની ઉચ્ચસ્તરીય સમિતિ કાર્યરત

ખાનગી કોચિંગ ક્લાસિસમાં ફી અંગેની મનમાની, સુરક્ષાના અભાવ અને પારદર્શિતાના પ્રશ્નોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે 22 સપ્ટેમ્બર, 2025ના રોજ 8 સભ્યોની ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી હતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)ના અધ્યક્ષના નેતૃત્વ હેઠળ કાર્યરત આ સમિતિ રજિસ્ટ્રેશન, લાયસન્સ, ફી નિયંત્રણ, વિદ્યાર્થી સુરક્ષા, ફાયર સેફ્ટી અને શિક્ષકોની લાયકાત જેવા મુદ્દાઓ પર ભલામણો તૈયાર કરી રહી છે, જેના આધારે રાજ્યમાં કોચિંગ ક્લાસિસ માટે એક સમાન અને કડક નિયમનકારી માળખું અમલમાં મૂકવામાં આવશે.


આ પણ વાંચો: રેગિંગ મુદ્દે ભાવનગરમાં સરકારનો મોટો એક્શન! સર.ટી. હોસ્પિટલમાં અધિકારીઓ બદલાયા, HOD સસ્પેન્ડ

આ પણ વાંચો: ગુજરાતમાં રેડ એલર્ટનો પ્રભાવ: 31 જુલાઈએ 8 થી વધુ જિલ્લાઓમાં શાળા-કોલેજો બંધ, જાણો સંપૂર્ણ યાદી

આ પણ વાંચો: ગીર સોમનાથમાં બાલભોગના અનાજનો કાળો કારોબાર? ગ્રામજનોએ ટેમ્પો રોકી કર્યો મોટો ખુલાસો