Not Set/ હાર્દિક પટેલ ફરી એકવાર કોર્ટના શરણે, આ કારણે કોર્ટમાં કરી અરજી

  ગુજરાત કોંગ્રેસનાં નેતા હાર્દિક પટેલ ફર એકવાર કોર્ટના શરણે આવ્યાં છે. તેમણે રાજ્યની બહાર જવા કોર્ટ પાસે દાદ માંગી છે. જોકે રાજ્ય સરકારે હાર્દિકની અરજી સામે વિરોધ નોધાવ્યો છે. અને કહ્યું છે કે, હાર્દિક પટેલ સામે ગંભીર ગુનો હોવાથી રાજ્યની બહાર જવા દેવો યોગ્ય નથી. તેના અન્ય રાજયમાં જવાથી અન્ય રાજ્યની શાંતિની ભંગ થતી […]

Ahmedabad Gujarat
 

ગુજરાત કોંગ્રેસનાં નેતા હાર્દિક પટેલ ફર એકવાર કોર્ટના શરણે આવ્યાં છે. તેમણે રાજ્યની બહાર જવા કોર્ટ પાસે દાદ માંગી છે. જોકે રાજ્ય સરકારે હાર્દિકની અરજી સામે વિરોધ નોધાવ્યો છે. અને કહ્યું છે કે, હાર્દિક પટેલ સામે ગંભીર ગુનો હોવાથી રાજ્યની બહાર જવા દેવો યોગ્ય નથી. તેના અન્ય રાજયમાં જવાથી અન્ય રાજ્યની શાંતિની ભંગ થતી હોવાની સરકાર દ્વારા કોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે.

અત્રે નોધનીય છે કે, હાર્દિક પટેલને રાજ્યની બહાર નહિ જવાની શરતે કોર્ટે જામીન આપ્યા છે. જામીન શરતો માં રાહત માટે હાર્દિકે સેશન્સ કોર્ટમાં અરજી કરી છે. જે અંગે વધુ સુનાવણી 24 સપ્ટે હાથ ધરાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.