Surat News: સુરતના ઉધના-મગદલ્લા રોડ પર લાઇનર સર્કલ નજીક આજે સવારે વિદ્યાર્થીઓને શાળાએ લઈ જતી સ્કૂલવાનનો અકસ્માત (School Van Accident) સર્જાતા અફરાતફરી મચી હતી. 15 વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલવાનના ડ્રાઇવરને અચાનક ખેંચ આવતા સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના પગલે વાન ડિવાઇડર સાથે અથડાઈ હતી. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી.
School Van Accident: ડ્રાઇવરને અચાનક ખેંચ આવતા કાબૂ ગુમાવ્યો
મળતી માહિતી મુજબ, ભટારની શારદા નિકેતન પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને (15 Students Accident) શાળાએ મૂકવા માટે સ્કૂલવાન જઈ રહી હતી. લાઇનર સર્કલ નજીક પહોંચતા ડ્રાઇવરની તબિયત અચાનક બગડી હતી અને તેને ખેંચ આવતા વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. ત્યારબાદ સ્કૂલવાન સીધી ડિવાઇડરમાં ઘૂસી ગઈ હતી.
વાનમાં 15 વિદ્યાર્થીઓ સવાર હતા
અકસમાત સમયે સ્કૂલવાનમાં કુલ 15 વિદ્યાર્થીઓ સવાર હોવાનું જાણવા મળ્યું છે. અચાનક અકસ્માત સર્જાતા બાળકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી (Udhan Magdalla Road Accident) આવ્યા હતા અને વિદ્યાર્થીઓને વાનમાંથી બહાર કાઢવામાં મદદ કરી હતી.
આ અકસ્માતમાં બે વિદ્યાર્થીઓને સામાન્ય ઇજા પહોંચી હતી. બંનેને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી અને તેમની સ્થિતિ સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે. અન્ય વિદ્યાર્થીઓ સુરક્ષિત હોવાથી મોટી દુર્ઘટના ટળી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
તમામ વિદ્યાર્થીઓને બીજી વાનમાં શાળાએ મોકલ્યા
અકસમાત બાદ શાળા સંચાલન દ્વારા તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવી હતી. વાનમાં સવાર અન્ય તમામ વિદ્યાર્થીઓને બીજી સ્કૂલવાન મારફતે સુરક્ષિત રીતે શાળાએ પહોંચાડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં કેટલાક વાલીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા અને બાળકો સુરક્ષિત હોવાની માહિતી મળ્યા બાદ રાહતનો શ્વાસ લીધો હતો.
પ્રાથમિક માહિતી પ્રમાણે ડ્રાઇવરને અચાનક ખેંચ આવવાના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે.સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી અને માત્ર બે વિદ્યાર્થીઓને સામાન્ય ઇજા પહોંચી છે.
આ પણ વાંચો: રાજકોટમાં 3 લાખની લોનના બદલામાં પરિણીતાનું શોષણ, પત્નીની જેમ રહેવા દબાણ કર્યું
આ પણ વાંચો: સુરતમાં 100 ફૂટ ઊંચી પાણીની ટાંકી પર ચડ્યો યુવક, ફાયરબ્રિગેડે હાઈડ્રોલિક પ્લેટફોર્મથી રેસ્ક્યૂ કર્યું
આ પણ વાંચો: વડોદરામાં સેવઉસળ ખાતા ગ્રાહક ચોંક્યો! લીલી ડુંગળીમાં જીવાત દેખાતાં વીડિયો થયો વાયરલ
