Surat News/ ગાંધીનગર CID ક્રાઇમના નકલી PI બની સુરતના બિલ્ડરને ધમકી, કતારગામ પોલીસમાં ફરિયાદ

સુરતના કતારગામમાં રિયલ એસ્ટેટનો વ્યવસાય કરતા વેપારીને ગાંધીનગર CID ક્રાઇમના PI (Fake CID Crime PI) તરીકે ઓળખ આપીને ધમકી આપવાના આક્ષેપમાં તરુણ પરમાર સામે ફરિયાદ નોંધાઈ છે.

Top Stories Gujarat Surat Breaking News
‘સમાધાન નહીં કરો તો કેસ કરી દઈશ’, Fake CID Crime PIનો સુરતના બિલ્ડરને ફોન

Surat News: સુરતમાં પોલીસ અધિકારી તરીકે ખોટી ઓળખ (Fake CID Crime PI) આપીને વેપારીને ધમકી આપવાનો કિસ્સો સામે આવ્યો છે. કતારગામ GIDC વિસ્તારમાં રિયલ એસ્ટેટનો વ્યવસાય કરતા ધવલ વાવડીયાને એક વ્યક્તિએ પોતે ગાંધીનગર CID ક્રાઇમનો PI (Fake CID Crime PI) હોવાનું જણાવી નાણાકીય વિવાદમાં સમાધાન કરવા દબાણ કર્યું હતું.

આ વ્યક્તિએ પોતાનું નામ તરુણ પરમાર હોવાનું જણાવ્યું હતું. ફોન પર તેણે ધવલને કેસમાં ફસાવી દેવાની ધમકી આપી સમાધાન કરી લેવા માટે દબાણ કર્યું હોવાનો આક્ષેપ છે. સમગ્ર મામલો શંકાસ્પદ લાગતાં વેપારીએ પોતાની રીતે તપાસ કરાવી હતી, જેમાં ફોન કરનાર વ્યક્તિની ઓળખ અંગે ચોંકાવનારી હકીકત સામે આવી હતી.

‘CID ક્રાઇમ ગાંધીનગરથી પરમાર સાહેબ બોલે છે’

ફરિયાદ મુજબ, ધવલ વાવડીયાના ભાઈ અને અમદાવાદના ઉદય ઓડેદરા તથા તેમના પિતા વચ્ચે ડાયમંડ મશીન બનાવવાની ભાગીદારી કંપની ચાલી રહી હતી. માર્ચ 2026માં આ કંપનીનું વિસર્જન થયું હતું.

કંપનીના હિસાબ બાદ બાકી નીકળતી રકમની ચુકવણી ન થતાં ધવલે આ મામલે સંપર્ક કર્યો હતો. આ દરમિયાન 5 ઓગસ્ટ 2026ના રોજ તેમને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ પોતે ગાંધીનગર CID ક્રાઇમ (Fake CID Crime PI)માંથી ‘પરમાર સાહેબ’ બોલતો હોવાનું જણાવ્યું હતું. તેણે નાણાકીય બાબતમાં સમાધાન કરી લેવા માટે દબાણ કર્યું હતું. સાથે જ સમાધાન નહીં કરવામાં આવે તો કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.

Fake CID Crime PI: શંકા જતા વેપારીએ CID ક્રાઇમ ઓફિસમાં તપાસ કરી

ફોન કરનાર વ્યક્તિ પોલીસ અધિકારી હોવાના દાવાને લઈને ધવલને શંકા ગઈ હતી. જેથી તેમણે ગાંધીનગર પોલીસ ભવન ખાતે આવેલી CID ક્રાઇમ (Fake CID Crime PI)ની કચેરીમાં રૂબરૂ જઈ તપાસ કરી હતી.તપાસ દરમિયાન ‘પરમાર’ નામના કોઈ PI ત્યાં ફરજ બજાવતા ન હોવાનું જાણવા મળ્યું હતું. આથી ફોન કરનાર વ્યક્તિએ પોલીસ અધિકારી તરીકે ખોટી ઓળખ આપી હોવાનું ફરિયાદીને જણાયું હતું.

કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

પોતાની સાથે ખોટી ઓળખ આપી ધમકી અને દબાણ કરવાનો પ્રયાસ થયો હોવાનું સામે આવ્યા બાદ ધવલ વાવડીયાએ કતારગામ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો.કતારગામ પોલીસે તરુણ પરમાર નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધી છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પોલીસ હવે જે નંબર પરથી ફોન આવ્યો હતો તેની વિગતો, કોલ રેકોર્ડ અને આરોપીની ઓળખ સહિતની બાબતોની તપાસ કરી રહી છે.

નકલી પોલીસ અધિકારીના ફોનથી વેપારીઓમાં ચિંતા

પોલીસ અધિકારી તરીકે ઓળખ આપીને સામાન્ય નાગરિકો કે વેપારીઓને કાયદાકીય કાર્યવાહીનો ભય બતાવી દબાણ કરવાના કિસ્સાઓ ગંભીર બાબત બની શકે છે. આ કેસમાં પણ આરોપીએ કથિત રીતે CID ક્રાઇમ (Fake CID Crime PI)ના PI તરીકે ઓળખ આપી નાણાકીય વિવાદમાં હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ છે.

હાલ કતારગામ પોલીસની તપાસ બાદ જ સ્પષ્ટ થશે કે ફોન કરનાર વ્યક્તિ પાછળ અન્ય કોઈ વ્યક્તિ કે નેટવર્ક સંડોવાયેલું છે કે કેમ અને આ પ્રકારના અન્ય કોઈ કિસ્સા સામે આવ્યા છે કે નહીં.


આ પણ વાંચો:હનીટ્રેપનો જાળ: અમદાવાદમાં વેપારી પાસેથી 8 લાખની ખંડણી, નકલી PIએ વધુ 15 લાખ માગ્યા

આ પણ વાંચો:નિકોલમાં પકડાયો નકલી PI / જાણો કોણ છે નકલી પોલીસ બનીને કૌભાંડને અંજામ આપતો આરોપી…

આ પણ વાંચો:અમદાવાદમાં નકલી પોલીસની લુખ્ખાગીરી: ‘મજૂરોને પગાર કેમ નથી આપતા?’ કહી યુવકને ધમકાવી 10 હજારથી વધુ લૂંટ લીધા