આજે વાત કરીએ અમદાવાદના એક એવા આરોપીને જે પોતાને માનતો હતો નિકોલ પોલીસ સ્ટેશન નો સેકન્ડ પીઆઇ… લોકોને તે કહેતો હતો કે હું કહું એટલું જ પોલીસ સ્ટેશનમાં થાય છે.. પણ આખરે તે આવી ગયો પોલીસના સકંજામાં.. અને ખુલી ગઈ તેના કાળા કારનામા ની પોલ… કોણ છે નકલી પોલીસ બનીને કૌભાંડને અંજામ આપતો આરોપી…..
પોલીસ ગિરફ્તમાં દેખાતા આ શખ્સનું નામ છે મુકેશ સિંહ રાઠોડ.. મુકેશ પોતાને નિકોલ પીઆઇ નો વહીવટદાર કહે છે.! અને તેનો રુઆબ પણ કંઇક એવો જ છે.. પોતાની ગાડી પર પોલીસ લખીને ફરવું સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ ને દમ મારવો… આ તમામ પ્રકારની ફરિયાદો તેની સામે અનેક વાર થઈ ચૂકી છે.. જેમાં આખરે પોલીસ બનીને વસ્તુઓ અને પૈસા પડવું તેને ભારે પડી ગયું.. જે નિકોલ પોલીસ સ્ટેશન ના વહીવટદાર તરીકે તે દમ મારતો હતો તે જ પોલીસ સ્ટેશનમાં આજે તે આરોપી બની ને ઉભો છે.. કારણ કે તેની સામે નોંધાઈ છે નકલી પોલીસ અને ખંડણીની ફરિયાદ..
મુકેશસિંહ રાઠોડ પહેલા પણ પી.આઇના વહીવટદાર તરીકે ચર્ચામાં રહી ચૂક્યો છે.. અને આ અગાઉ પણ તેની સામે ફરિયાદો દાખલ થઇ છે.. પરંતુ હદ તો ત્યારે થઇ કે જ્યારે લોક ડાઉનની પરિસ્થિતિમાં મુકેશ સિંહે પોલીસ બની એક ટેમ્પો ચાલક પાસેથી પાંચ કુલર પડાવી લીધા.. પ્રાપ્ત વિગતો પ્રમાણે પોલીસે મંગાવેલા કુલર નકલી પોલીસે પડાવી લીધા.. આ ઘટના બાબતે વિવાદ શરૂ થયો અને ફરિયાદ નોંધાઇ.. જેમાં DCP ઝોન-5 ને ઘટનાની જાણ થતા તુરંત ગુનો દાખલ કરાવી કોર્ટ દ્વારા ધરપકડની કાર્યવાહી શરૂ કરાઇ.. ગણતરીના કલાકોમાં નકલી પોલીસ બની તોડ કરતા અને પી.આઇના વહીવટદાર તરીકે ઓળખ આપતા મુકેશ સિંહ રાઠોડ ને ઝડપી લેવામાં આવ્યો.. પણ દ્રશ્યોમાં દેખતા સ્પષ્ટ લાગી રહ્યું છે કે પોતાના ધરપકડ અને કારનામાં આ બાબતે તેને કોઈ ચિંતા જ નથી.. ખિસ્સામાં બિન્દાસ હાથ નાખીને તે મીડિયા સમક્ષ ઊભો રહ્યો છે.. તેની ઊભા રહેવાની સ્ટાઈલ પોલીસ તંત્ર સાથેની સાંઠગાંઠ ની ચાડી ફૂંકી રહી છે… ત્યારે જોવાનું રહેશે કે હવે પૂછપરછમાં શું નવા ઘટસ્ફોટ થાય છે…
હાલ તો પોલીસે નકલી પોલીસ બની ખંડણી ઉઘરાવતા મુકેશસિંહ રાઠોડ ને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.. પરંતુ જોવાનું એ રહેશે તે ખરેખર પોલીસની સાંઠગાંઠ છે કે નથી.! કેમ કે જો પોલીસ સાથેની સાંઠગાંઠ હશે તો કાયદાના કુંડાળા નથી બચવાના પોલીસ જ તેને રસ્તા બતાવશે.. અને મુકેશ સિંહ રાઠોડ નો કાળો કારોબાર ફરી સક્રિય થઇ જશે… ક્યારે પોલીસ હવે કઈ દિશામાંં કાર્યવાહી કરે છે તે તો સમય જ બતાવશે…
@ વિશાલ મહેતા, રિપોર્ટર – મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ…..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
