Ahmedabad News/ ફ્લેટમાં ચાલતું હતું મિની ઝૂ! અમદાવાદના નવરંગપુરામાં વિદેશી પ્રાણીઓનું ગેરકાયદેસર બ્રીડિંગ રેકેટ ઝડપાયું

Illegal Exotic Animal Breeding: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નવરંગપુરાના એક ફ્લેટમાં દરોડો પાડી વિદેશી વાંદરા, મકાઉ પક્ષીઓ અને પર્સિયન બિલાડીઓનું ગેરકાયદેસર બ્રીડિંગ રેકેટ પકડી પાડ્યું છે.

Gujarat Ahmedabad Top Stories
Illegal Exotic Animal Breeding Ahmedabad

Illegal Exotic Animal Breeding Ahmedabad: અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં એક સામાન્ય રહેણાંક ફ્લેટમાં ચાલતા હાઈ-પ્રોફાઈલ અને જોખમી ‘એક્ઝોટિક એનિમલ’ રેકેટનો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. ‘રાવલભાઈ એપાર્ટમેન્ટ’માં પાડેલા દરોડા દરમિયાન કરોડોની કિંમતના દુર્લભ વિદેશી વાંદરા, પક્ષીઓ અને બિલાડીઓ મળી આવતા ચકચાર મચી ગઈ છે.

Illegal Exotic Animal Breeding Ahmedabad

ફ્લેટમાં કેદ હતા દુર્લભ જીવો (Animal) 

ક્રાઈમ બ્રાન્ચની સઘન તપાસ દરમિયાન ફ્લેટના પાંજરાઓમાંથી આંતરરાષ્ટ્રીય બજારમાં લાખોની કિંમત ધરાવતા અનેક વિદેશી પ્રાણી-પક્ષીઓ (Animal) જપ્ત કરવામાં આવ્યા છે. જપ્ત કરાયેલા પ્રાણીઓમાં અત્યંત દુર્લભ ગણાતા રેડ હેન્ડ ટેમરીન (વાંદરાનું બચ્ચું), 7 પર્સિયન કેટ, 14 હેમ્સ્ટર, 15 મિની લોપ સસલા અને લેધર લેબ ડોર્ફ જેવા વિદેશી જીવોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ત્યાંથી રંગબેરંગી પક્ષીઓનો મોટો જથ્થો પણ મળી આવ્યો છે, જેમાં 6 આફ્રિકન ગ્રે પેરોટ, 5 બ્લુ એન્ડ ગોલ્ડ મકાઉ, એક્લેક્ટસ પેરોટ, સન કોન્યોર, ગાલા કોકાટુ અને મોટી સંખ્યામાં લવ બર્ડ્સનો સમાવેશ થાય છે.

રહેણાંક વિસ્તારમાં રોગચાળાનું મોટું જોખમ

પોલીસના જણાવ્યા અનુસાર, કોઈ પણ પ્રકારની બાયો-સિક્યુરિટી કે વૈજ્ઞાનિક સુવિધા વગર ગીચ રહેણાંક વિસ્તારમાં આટલા બધા જંગલી જીવો રાખવા એ અત્યંત જોખમી છે. આનાથી ‘ઝૂનોટિક’ (પ્રાણીઓમાંથી માણસોમાં ફેલાતા) રોગો ફેલાવવાનો મોટો ભય ઊભો થયો છે, જે સ્થાનિક રહીશોના સ્વાસ્થ્ય માટે ઘાતક સાબિત થઈ શકે છે.

Illegal Exotic Animal Breeding Ahmedabad

દસ્તાવેજોમાં લોચો અને આંતરરાષ્ટ્રીય કનેક્શનની શંકા

આરોપી દ્વારા રજૂ કરવામાં આવેલા ‘પરિવેશ’ (PARIVESH) પોર્ટલના દસ્તાવેજો શંકાસ્પદ જણાયા છે. રહેણાંક મકાનનો ઉપયોગ વ્યાપારિક પ્રજનન (Breeding) માટે કરવો એ કાયદાકીય રીતે ગંભીર ગુનો છે. આ પ્રાણીઓ ક્યાંથી આવ્યા અને તેમની આયાત કાયદેસર છે કે નહીં તેની તપાસ હવે તેજ કરવામાં આવી છે.

વિવિધ વિભાગો દ્વારા સંયુક્ત તપાસ

આ મામલાની ગંભીરતાને જોતા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વન વિભાગ (Forest Department), કસ્ટમ્સ અને AMC ને જાણ કરવામાં આવી છે. આ વિભાગો સાથે મળીને આંતરરાષ્ટ્રીય વન્યજીવ વ્યાપારના નિયમોના ભંગ બદલ કડક કાર્યવાહી કરશે.


આ પણ વાંચો: અમદાવાદ સેવન્થ ડે સ્કૂલ હત્યાકાંડ: શાળાની બેદરકારી ખુલી, ક્રાઈમ બ્રાન્ચે શરૂ કરી તપાસ

આ પણ વાંચો:રાજકોટમાં આંગણવાડી ફૂડ પેકેટની ચોરીનો પ્રયાસ નિષ્ફળ, 36 બાચકા જપ્ત

આ પણ વાંચો: સુરત ક્રાઈમ બ્રાન્ચે કર્યો આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ