Vadodara News/ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર અકસ્માત: ટ્રકે બાઈકને કચડતાં 2ના મોત

Accident બાદ હાઈવે પર લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા

Gujarat Vadodara
અકસ્માત (Accident)માં ગંભીર રીતે ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે

Vadodara News : વડોદરા જિલ્લાના ફાજલપુર ગામ નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે નં. 48 પર રવિવારે એક ભયાનક અકસ્માત (Accident)સર્જાયો હતો. બેફામ દોડતી ટ્રકે બાઈકને પાછળથી જોરદાર ટક્કર મારતાં બાઈક પર સવાર બે લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત થયા હતા, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.

અકસ્માત  એટલો ભયાનક હતો કે મૃતકોના શરીરના અંગો છિન્નભિન્ન થઈ હાઈવે પર વિખરાઈ ગયા હતા. ઘટનાસ્થળે હાજર લોકો માટે દ્રશ્ય ખૂબ જ હૃદયવિદારક બની ગયું હતું.

માહિતી મુજબ, ફાજલપુર ગામ પાસેથી એક બાઈક પર ત્રણ લોકો પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન પાછળથી આવી રહેલી ટ્રકે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયંકર હતી કે બાઈક પર સવાર બે લોકોના શરીરના અંગો અલગ થઈ ગયા હતા અને હાઈવે પર માંસના લોચા વિખરાયેલા જોવા મળ્યા હતા. જ્યારે ત્રીજા વ્યક્તિના પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.

અકસ્માત (Accident) બાદ હાઈવે પર લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. ઘટનાસ્થળે હાજર એક મહિલા તીવ્ર આક્રંદ કરતી જોવા મળી હતી. મહિલાના હૈયાફાટ રુદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. તે રોડ પર પડેલા એક મૃતદેહને હાથમાં લઈને લોકોને વિનંતી કરતી હતી કે, “આમને ઉઠાવો નહીં તો મરી જશે.”

સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ અને નંદેસરી પોલીસને જાણ કરી હતી. જાણ થતાં જ નંદેસરી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.

અકસ્માત(Accident)માં ગંભીર રીતે ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યારે મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે.

પોલીસે ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.


આ પણ વાંચો : નેપાળમાં મોટો બસ અકસ્માત! 7 ભારતીય યાત્રાળુઓના મોત, અનેક ઘાયલ

આ પણ વાંચો : સ્પીડની ઘેલછા બની કાળ, જેતપુર પાસે ભયાનક અકસ્માતમાં એક યુવકનું મોત અને બે ગંભીર

આ પણ વાંચો : રાજુલામાં કારનો અકસ્માત: બે મહિલાઓને કચ઼ડી, એકનું મોત