Vadodara News/ બુલેટ ટ્રેનની થીમ પર શરૂ થઈ ધ બુલેટ રેસ્ટોરા

The Bullet Restaurantને બુલેટ ટ્રેનની થીમ પર શરૂ કરવામાં આવ્યું છે. બુલેટ ટ્રેન આવતા પહેલાં તેની થીમ પર નવું રેસ્ટોરા વડોદરામાં આવી ગયું છે. વડોદરાવાસીઓ હવે બુલેટ ટ્રેનની સ્પીડનો વર્ચ્યુઅલ અનુભવ કરી શકે તે પ્રકારે રેસ્ટોરા બનાવવામાં આવ્યું છે.

Top Stories Gujarat Vadodara Breaking News
The Bullet Restaurant, વડોદરામાં રફતાર પણ અને આહાર પણ

Vadodara News: ગુજરાતમાં બુલેટ ટ્રેન (Bullet Train) તો આવતા વર્ષે શરૂ થશે, પરંતુ બુલેટ ટ્રેનની થીમ પર ધ બુલેટ રેસ્ટોરા (The Bullet Restaurant) વડોદરામાં શરૂ થઈ ગઈ છે. તેથી બુલેટ ટ્રેનમાં બેસવા મળે તે પહેલાં જ તેનો જેવો અનુભવ ડાઇનિંગ (Dining) કે લંચ (Lunch) કરતા માણવો હોય તો આ રેસ્ટોરાની મુલાકાત અચૂક લેવા જેવી છે. બુલેટ ટ્રેનની થીમ (Theme) પર બનેલી આ રેસ્ટોરા વડોદરાની ખાણીપીણીનું નવું આકર્ષણ બની ગઈ છે. પ્રતિ કલાક 400 કિ.મી.ની ઝડપે જતી ટ્રેનમાં બેસીને ભોજન કરતાં હોય તેવી લાગણી તમે આ બુલેટ ટ્રેનમા બેસીને ભોજન કરતાં હોવ ત્યારે અનુભવી શકશો. આમ સ્પીડ સાથે ભોજનનો રોમાંચ જ અલગ છે. તેને તમે બુલેટ બાઇટ કહી શકો.

The Bullet Restaurant, વડોદરામાં રફતાર પણ અને આહાર પણ
The Bullet Restaurant, વડોદરામાં રફતાર પણ અને આહાર પણ

The Bullet Restaurant કરાવે છે સ્પીડની સાથે ભોજનનો શાનદાર અનુભવ

આ રેસ્ટોરાના લોન્ચિંગ સમયે ગુજરાતી ફિલ્મો (Gujarati)ની અભિનેત્રી (Heroine) શ્રદ્ધા ડાંગર (Shraddha Dangar) પણ આવી હતી અને તેમણે આ અનોખા કન્સેપ્ટના વખાણ કર્યા હતા. તેમણે આ રેસ્ટોરામાં કરવામાં આવતા ભોજનને વેલ્યુ ફોર મની ગણાવ્યું હતું. કોઈપણ થ્રીલ છેવટે ફીલ સાથે જોડાયેલી હોય છે. તેથી સ્પીડની થ્રીલની સાથે જમવાનો આગવો આનંદ માણવા માટે વડોદરાવાસીઓ અહીં ઉમટી પડ્યા છે.

The Bullet Restaurant, વડોદરામાં રફતાર પણ અને આહાર પણ
The Bullet Restaurant, વડોદરામાં રફતાર પણ અને આહાર પણ

પીએમ મોદીની થીમ બની પ્રેરણારૂપ

પીએમ મોદીએ (PM Modi) બુલેટ ટ્રેનનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ શરૂ કર્યો, તો તેમના સ્વપ્નમાંથી પ્રેરણા લઈને વડોદરા (Vadodara)ના વિજય અગ્રવાલે (Vijay Agrawal) શહેરના ફતેહગંજ વિસ્તારમાં સેવન સીઝ મોલ (Seven cease Mall)માં અદ્દલોઅદ્દલ બુલેટ ટ્રેન રેસ્ટોરા શરૂ કર્યુ. તમે આ રેસ્ટોરામાં જશો તરત જ તમને જાણે એમજ લાગશે કે તમે ટ્રેનમાં ચઢી રહ્યા છો. આ રેસ્ટોરાનો આખો ગેટઅપ જ બુલેટ ટ્રેનનો છે. બુલેટ ટ્રેનની જેમ જ બારીમાં એલઇડી સ્ક્રીન લગાવાઈ છે. તેમા તમને અમદાવાદથી લઈને મુંબઈની વચ્ચે આવતા બધા વાસ્તવિક દ્રશ્યો દર્શાવવામાં આવે છે.

The Bullet Restaurant, વડોદરામાં રફતાર પણ અને આહાર પણ
The Bullet Restaurant, વડોદરામાં રફતાર પણ અને આહાર પણ

બુલેટ ટ્રેનનો અનુભવ

ધ બુલેટ રેસ્ટોરન્ટ ના માલિક વિજય અગ્રવાલે (Vijay Agrawal)જણાવ્યું હતું કે 2016માં મને કામ માટે ચીન જવાની તક મળી. તે સમયે, મેં બુલેટ ટ્રેનમાં મુસાફરી કરી. તે પછી, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી કે 2030માં મુંબઈ અને અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન શરૂ કરવામાં આવશે. તેથી, મેં વિચાર્યું કે, જ્યારે લોકો 2030માં ચોક્કસપણે બુલેટ ટ્રેનમાં મુસાફરી કરશે, ત્યારે મારે તે પહેલાં તેમને બુલેટ ટ્રેનમાં સવારી કરવાનો અનુભવ આપવા માટે કંઈક કરવું જોઈએ.”

બુલેટ ટ્રેનની થીમના રેસ્ટોરા માટે મુંબઈ-અમદાવાદ રૂટ પર 45 દિવસ કરાયું શૂટિંગ

ધ બુલેટ રેસ્ટોરાની પરિકલ્પનાને મૂર્તિમંત કરવા અમે મુંબઈ-અમદાવાદ રૂટ પર 45 દિવસ સુધી શૂટિંગ કર્યું અને ફૂટેજ LED સ્ક્રીન પર પ્રદર્શિત કરવામાં આવ્યું. આનાથી રેસ્ટોરન્ટમાં આવનાર દરેકને એવું લાગશે કે જાણે તેઓ ખરેખર ટ્રેનમાં સવાર હોય. આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે 100 લોકોની ટીમે ત્રણ મહિના સુધી અથાક મહેનત કરી.” અમે બુલેટ ટ્રેન વિશે જરૂરી માહિતી એકત્રિત કરી છે, જે 2030 સુધીમાં ભારતમાં આવવાની ધારણા છે. આ માહિતીના આધારે, અમે આ ‘ડમી ટ્રેન’ બનાવી છે, જે તમને બહારથી વાસ્તવિક ટ્રેન જેવો જ અનુભવ આપશે.

ધ બુલેટ રેસ્ટોરા-પૈસા વસૂલ કન્સેપ્ટઃ શ્રદ્ધા ડાંગર

ગુજરાતી ફિલ્મ અભિનેત્રી શ્રદ્ધા ડાંગરે કહ્યું કે ગુજરાતમાં વિવિધ ખ્યાલો કેવી રીતે અમલમાં મુકવામાં આવી રહ્યા છે તે જોઈને આનંદ થાય છે, પછી ભલે તે રેસ્ટોરન્ટ હોય, કાફે હોય, અથવા કોઈપણ એવી જગ્યા જ્યાં આપણે આપણા પરિવાર સાથે જઈ શકીએ. અગ્રવાલ પરિવારે આ મલ્ટી-ક્યુઝીન રેસ્ટોરન્ટ, ‘ધ બુલેટ’ સાથે એક સુંદર ખ્યાલ રજૂ કર્યો છે.

ખૂબ જ વ્યાપક મેનુ સાથે મલ્ટીક્યુઝિન રેસ્ટોરન્ટ

વિજય અગ્રવાલે વધુમાં કહ્યું, “અમે અહીં લોકોને ઉત્તમ અનુભવ મળે તે સુનિશ્ચિત કરવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ. અમારી પ્રાથમિકતા ગ્રાહકોને વાજબી ભાવે શુદ્ધ, ઘરેલું ભોજન પૂરું પાડવાની છે. આ કરવા માટે, અમારી પાસે ‘ઓપન કિચન’ છે, જે તમને સીધા જોવા અને ખોરાકની તૈયારીની સ્વચ્છતાની ખાતરી કરવાની મંજૂરી આપે છે. આ એક મલ્ટી-ક્યુઝિન (Multi Cuisine)રેસ્ટોરન્ટ છે, જેનો અર્થ એ છે કે મેનુ ખૂબ જ વ્યાપક છે.”


આ પણ વાંચો: વડોદરામાં કોમર્શિયલ સિલિન્ડરની અછતથી અનેક હોટલ-રેસ્ટોરન્ટના ઉદ્યોગ ઠપ્પ થવાના આરે

આ પણ વાંચો: ટોયલેટ સીટ પર બેસીને ભોજન? જાણો વિશ્વના એવા રેસ્ટોરન્ટ્સ વિશે જ્યાં જમતા પહેલા 100 વાર વિચારવો પડશે

આ પણ વાંચો: શિલ્પા શેટ્ટી ના મુંબઇ સ્થિત બૅસ્ટિયન રેસ્ટોરન્ટ પર IT વિભાગની રેડ…બેંગલુરુની રેસ્ટોરન્ટ પર અગાઉ થયેલી છે FIR..!