પાકિસ્તાની ક્રિકેટ દાનિશ કનેરીયાને લઇને પાકિસ્તાનનાં પૂર્વ કેપ્ટન શોએબ અખ્તર દ્વારા કરવામાં આવેતા ચોંકાવનારા ઘટસ્ફોટ પર ભારતનાં પૂર્વ દિગ્ગજ ક્રિકેટર અને દિલ્હીથી ભાજપનાં વર્તમાન સાંસદ ગૌતમ ગંભીરે પાકિસ્તાનનાં PM ઇમરાન ખાનને આડે હાથ લેતા સીધુ નિશાન તાક્યું છે.
ગંભીરે કહ્યું કે આ શરમજનક વાત છે, જ્યારે પાકિસ્તાનનાં વડાપ્રધાન ખુદ એક પૂર્વ ક્રિકેટર અને કેપ્ટન છે. તેમણે આ મામલે ભારતનું દ્રષ્ટાંત આપતા કહ્યું કે, પાકિસ્તનની સરખામણીએ આ મામલે ભારતને જોવો, ભારતમાં મુસ્લિમ લધુમતીમાં હોવા છતા મોહમ્મદ અઝહરુદ્દીન જેવા લોકોને આટલા લાંબા સમય માટે ભારતની કેપ્ટનશિપ કરવાનું બહુમાન મળ્યું હતું. આ મામલો સામે આવતાની સાથે સાથે પાકિસ્તાનનો અસલી ચહેરો પણ સામે આવી ગયો છે.
આ પણ વાંચો : સ્પોટ્સ/ પાક. ખેલાડી દાનિશ કનેરિયાને લઇને શોએબ અખ્તરનો ખુલાસો, હિન્દુ હોવાના કારણે તેની સાથે થતુ ખરાબ વર્તન
Gautam Gambhir, BJP: Despite having Imran Khan as the Prime Minister, a sportsman who represents his country has to go through all this. It is shameful. https://t.co/SwXC7hAWK7
— ANI (@ANI) December 27, 2019
આપને જણાવી દઇએ કે પાકિસ્તાનનાં ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે એક ચેટ શો દરમિયાન દાવો કર્યો હતો કે, દાનિશ કનેરિયા સાથે તેના પાકિસ્તાની સાથીઓએ હિન્દુ હોવાને કારણે ખરાબ વર્તન કર્યુ હતું. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરનાર અનિલ દલપત બાદ દાનિશ કનેરિયા માત્ર બીજા હિન્દુ ખેલાડી હતા. શોએબ અખ્તરે એમ પણ કહ્યું હતું કે, કનેરિયાને પણ પાકિસ્તાની સાથીઓએ એક જ ટેબલ પરથી ખાવાનું લેવાની મનાઈ કરી હતી કારણ કે કનેરિયા અન્ય ધર્મોમાં વિશ્વાસ રાખે છે.
શોએબ અખ્તરે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, દાનિશ કનેરિયાને તેના અસાધારણ પ્રદર્શન માટે ક્રેડિટ ક્યારેય મળ્યુ નથી અને તે “સંપૂર્ણપણે ખરાબ હતુ”. અખ્તરે કહ્યું, “દાનિશને તેના અસાધારણ પ્રદર્શન માટે કોઈ ક્રેડિટ નહોતું આપતું. તેને સંપૂર્ણપણે બાકાત કરી દેવામાં આવ્યો હતો. તેણે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ જીતી હતી (2005 માં). તેણે ટોચનાં ક્રમમાંના તમામ બેટ્સમેનોની વિકેટ લીધી હતી.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
