પાર્ટીનાં પ્રમુખ ચિરાગ પાસવાન વિરુદ્ધ લોકજન શક્તિ પાર્ટીનાં પાંચ સાંસદોએ બળવો કર્યો છે. બિહારનાં હાજીપુરનાં સાંસદ અને ચિરાગ પાસવાનનાં કાકા પશુપતિ પારસનાં નેતૃત્વમાં આ બળવો થયો છે. પાર્ટીનાં સાંસદોએ ચિરાગ પાસવાનને લોકસભામાં નેતા પદ પરથી પણ હટાવી દીધા છે. પાર્ટીનાં સાંસદોએ સર્વસંમતિથી પશુપતિ કુમાર પારસને લોકસભામાં લોક જનશક્તિ પાર્ટી સંસદીય પાર્ટીનાં નેતા તરીકે પસંદ કર્યા છે. કહેવામાં આવ્યું છે કે 13 જૂને મળેલી બેઠકમાં પારસ નેતા તરીકે ચૂંટાયા હતા.
ચિરાગ પાસવાન સોમવારે બપોરે દિલ્હીમાં પશુપતિ પારસને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે. જોકે, અહીં પહોંચતા ચિરાગનાં સંબંધની કડવાહશ સ્પષ્ટ દેખાઈ રહી હતી. ચિરાગનાં લગભગ અડધો કલાક બહાર રાહ જોયા બાદ ગેટ ખોલવામાં આવ્યો. ચિરાગ પાસવાન પશુપતિ પારસનાં ઘરે પહોંચ્યા ત્યારે દરવાજો ખોલવામાં આવ્યો ન હતો. લગભગ અડધો કલાક ચિરાગ પાસવાન ઘરની બહાર ઉભા રહ્યા પછી, દરવાજો ખોલ્યો અને જે બાદ તેમની કાર અંદર ગઈ. ચિરાગ પાસવાનનાં કાકા પશુપતિ પારસ સાથે શું વાર્તાલાભ થઇ તેની માહિતી હજુ સુધી બહાર આવી નથી. લોક જનશક્તિ પાર્ટીનાં પાંચ સાંસદ આજે બપોરે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને મળી શકે છે.
Pashupati Kumar Paras unanimously elected as the Lok Janshakti Party (LJP) Parliamentary party leader in Lok Sabha; a meeting was held on 13th June.
(File photo) pic.twitter.com/2qNBAqiZhq
— ANI (@ANI) June 14, 2021
બિહારમાં લોકજન શક્તિ પાર્ટીનાં છ સાંસદો છે. તેમાં પાર્ટી અધ્યક્ષ ચિરાગ પાસવાન પણ છે. પક્ષનાં પાંચ સાંસદોએ ચિરાગ પાસવાનનાં નેતૃત્વને નકારી દીધું છે. સાંસદ પશુપતિ કુમાર પારસ, ચૌધરી મહેબૂબ અલી કૈસર, વીણા દેવી, ચંદન સિંહ અને ફ્રિન્સ રાજે એલજેપી સાથે અલગ થવાનો નિર્ણય કર્યો છે. દરેક વ્યક્તિએ પશુપતિ પારસને તેમનો નેતા માન્યો છે. આપને જણાવી દઈએ કે લોક જનશક્તિ પાર્ટીનાં સ્થાપક ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાન હતા. તેમના અવસાન પછી, તેમના પુત્ર ચિરાગ પાસવાન પાર્ટીનું નેતૃત્વ કરી રહ્યા છે. હવે પાર્ટીમાં મોટું વિભાજન જોવા મળી રહ્યું છે.

