અમદાવાદ/ CM અરવિંદ કેજરીવાલ આજે અમદાવાદની મુલાકાતે, 2022 વિધાનસભાની ચૂંટણી અંગે નેતાઓ સાથે કરશે ચર્ચા

રાજય માં  જયારે વિધાન સભા ની ચુંટણીઓ નજીક છે ત્યારે આજે તે  અંતર્ગત આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના cm અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતની મુલાકાતે આવશે. કેજરીવાલ સવારે 10.30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર પહોચશે અને અમદાવાદના નવરંગપુરા સ્થિત આમ આદમી પાર્ટીના નવા પ્રદેશ કાર્યાલયનું ઉદ્દઘાટન કરશે.આશ્રમ રોડ પર આવેલા વલ્લભસદન ખાતે અરવિંદ કેજરીવાલ પત્રકાર […]

Top Stories Gujarat

રાજય માં  જયારે વિધાન સભા ની ચુંટણીઓ નજીક છે ત્યારે આજે તે  અંતર્ગત આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના cm અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતની મુલાકાતે આવશે. કેજરીવાલ સવારે 10.30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર પહોચશે અને અમદાવાદના નવરંગપુરા સ્થિત આમ આદમી પાર્ટીના નવા પ્રદેશ કાર્યાલયનું ઉદ્દઘાટન કરશે.આશ્રમ રોડ પર આવેલા વલ્લભસદન ખાતે અરવિંદ કેજરીવાલ પત્રકાર પરિષદને સંબોધન કરશે.

આ ઉપરાંત એવી વાતો પણ જાણવા મળી રહી છે કે   રાજ્યના કેટલાક જાણીતા ચહેરાઓ પણ આમ આદમી પાર્ટીમાં જોડાઇ શકે છે.  કેજરીવાલ પક્ષના ટોચના નેતાઓ સાથે 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી સંદર્ભે ચર્ચા વિચારણા કરશે તેવું જાણવા મળી રહ્યું છે .

નોધનીય એ પણ છે કે   ગઇકાલે અરવિંદ કેજરીવાલે ગુજરાતીમાં ટ્વિટ કર્યું હતું. જેમાં તેઓએ, હવે બદલાશે ગુજરાતની ટેગલાઇન સાથે પોતાની મુલાકાત અંગે જાણકારી આપી હતી.

અરવિંદ કેજરીવાલ  દ્વારા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ કાર્યાલયના ઉદ્ઘાટન સાથે ગુજરાત AAP માં ઘણા લોકો જોડાય તેવી સંભાવના છે. આ ઉપરાંત કેટલાક જાણીતા ચેહરાઓ પણ AAP માં જોડાય તેવી પૂર્ણ સંભાવનાઓ  જોવા મળી છે .