Bharuch News: ભરૂચ જિલ્લાના દહેજ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી એલિવસ લાઇફ સાયન્સ લિમિટેડમાં ભીષણ આગ (Fire API Company)લાગવાની ઘટના સામે આવી છે. આગની ઘટનાએ સમગ્ર ઔદ્યોગિક વિસ્તારમાં અફરાતફરી મચાવી દીધી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, આગમાં ત્રણ કામદારો ઇજાગ્રસ્ત થયા છે.

ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા
આગ લાગતા જ કંપનીના સ્ટાફ અને આસપાસના કામદારોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનામાં ઇજાગ્રસ્ત બનેલા ત્રણ કામદારોને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. તેમની હાલત સ્થિર હોવાનું સૂત્રોએ જણાવ્યું છે, જોકે વધુ માહિતી માટે તબીબી અહેવાલની રાહ જોવામાં આવી રહી છે.
ફાયરબ્રિગેડે આગ (Fire API Company)કાબૂમાં લીધી
આગની માહિતી મળતા જ દહેજ અને આસપાસના વિસ્તારોમાંથી ફાયરબ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયરફાઇટર્સે તાત્કાલિક પાણી અને ફોમનો ઉપયોગ કરીને આગ (Fire API Company)પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો. ઘણાં કલાકોની જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી.

API ઉત્પાદન કરતી કંપની
એલીવસ લાઈફ સાયન્સ લિમિટેડ ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં કાર્યરત છે અને મુખ્યત્વે API (Active Pharmaceutical Ingredients)નું ઉત્પાદન કરે છે. API એ દવાઓના ઉત્પાદનમાં ઉપયોગ થતો મહત્વપૂર્ણ કાચો માલ છે. આવા ઔદ્યોગિક એકમોમાં રસાયણિક પદાર્થો અને જ્વલનશીલ (Fire API Company)સામગ્રીનો ઉપયોગ થતો હોવાથી સુરક્ષા માપદંડો અત્યંત મહત્વપૂર્ણ બને છે.
આગનું કારણ શું?
હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પ્રાથમિક અંદાજ મુજબ, મશીનરીમાં ખામી અથવા કેમિકલ રિએક્શનના કારણે આગ ભભૂકી હોઈ શકે છે. સંબંધિત વિભાગો દ્વારા ઘટના અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો:ભરૂચ અંકલેશ્વરની Panoli GIDCમાં ભીષણ આગ
આ પણ વાંચો:ભરૂચના દહેજમાં શ્વેતા કેમિકલ કંપનીમાં ભીષણ આગ
આ પણ વાંચો:ભરૂચમાં ચા ની લારીમાં લાગી અચાનક આગ,ફાયર ટીમ પહોચી ઘટના સ્થળે
