Bharuch News: ભરૂચમાં અકલેશ્વરની (Panoli GIDC)માં સલ્ફર મીલ કંપનીમાં આગ લાગી છે. આગે ભયાનક સ્વરૂપ પકડી લીધું છે. 2025માં પાનોલી GIDCમાં આગ લાગવાની પ્રથમ ઘટના બની છે. આને લઈને કંપનીની સલામતી વ્યવસ્થા પર અનેક સવાલ ઉઠ્યા છે.
Panoli GIDCમાં આવેલી સલ્ફર મિલ લિમિટેડ નામની કંપનીમાં પ્રથમ વખત આગનો બનાવ બન્યો છે. સલ્ફર મિલ (Sulfar Mill)માં આગ લાગતા ધૂમાડા ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળ્યા હતા. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સલ્ફર મિલ લિમિટેડના પ્લાન્ટના અને ચોથા ફ્લોર પર આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આગ લાગવાની ઘટનાની જાણ પાનોલી ફાયર વિભાગને થતાં ઘટનાસ્થળે આવીને આગ પર કાબૂ લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. જો કે આ ઘટનાથી ગુજરાત પ્રદૂષણ નિયંમ બોર્ડ (GPCB)ના અધિકારીઓ અને ડિશની ટીમના અધિકારીઓ ટીમ અજાણ છે.

Panoli GIDC
Panoli GIDCમાં હવે આગની ઘટના જાણે નવી રહી નથી. હજી બે મહિના પહેલાં જ સલ્ફર ક્રોપ કેર પ્રાઇવેટ લિમિટેડ (Sulfar Crop Care Pvt Ltd) માં ધડાકા સાથે આગ લાગી હતી. સંજાલી ગામને અડીને આવેલી સલ્ફર ક્રોપ કેર પ્રાઇવેટમાં શોર્ટ સર્કિટના કારણે ધડાકા થયા હતા. પ્રચંડ ધડાકાના લીધે પ્લાન્ટના પતરાના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા. ધડાકાને લઈને આગ ભભૂકી ઉઠતા કર્મચારીઓ ફેક્ટરીની બહાર દોડી આવ્યા હતા.

સંજોલી ગામ Panoli GIDCને અડીને આવેલું ગામ છે. આ પહેલા સપ્ટેમ્બરમાં લાગલી આગના કારણે આખા સંજાલી ગામને ખાલી કરવાની ફરજ પડી હતી. જ્યારે તેના પછી સલ્ફર ક્રોપ કેરના કેસમાં પણ ધુમાડા (Smoke) ગામ સુધી જતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.
તેના પહેલા એપ્રિલમાં અંકલેશ્વર પાનોલી જીઆઇડીસીમાં આવેલી જલ એક્વા (Jal Aqua) કંપનીમાં ભયંકર આગ લાગી હતી. આ આગ એટલી વિકરાળ હતી કે આખી ફેક્ટરી બળીને ખાખ થઈ ગઈ હતી. આ આગમાં મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. સમગ્ર પ્લાન્ટ આગની ઝપટે આવી ગયો હતો, તેમા કોઈને ઇજા પણ થઈ ન હતી.
