Bharuch news/ ભરૂચ GIDCમાં બ્લાસ્ટ થતાં એક કામદારનું મોત, બે ગંભીર ઇજાગ્રસ્ત

ભરૂચ ઝગડિયા જીઆઇડીસીમાં બનેલી આ ઘટનામાં ધડાકો થવાની સાથે જ અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ઝગડિયા જીઆઇડીસીમાં આવેલી નાઇટ્રેક્સ કંપનીના કારખાનમાં જ બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં કંપનીના કામદાર દિનેશ વસાવાનું મોત થયું હતું.

Top Stories Gujarat Others Breaking News
ભરૂચ ઝગડિયા જીઆઇડીસીમાં આવેલી નાઇટ્રેક્સ કંપનીના કારખાનમાં જ બ્લાસ્ટ થયો

Bharuch News: ગુજરાતમાં ઉદ્યોગો વધવાની સાથે ઔદ્યોગિક અકસ્માતો પણ વધ્યા છે. પહેલાં ક્યારેક જ જોવા મળતા ઔદ્યોગિક અકસ્માતો હવે જાણે રોજબરોજની ઘટના બની રહી છે. રોજ માર્ગ અકસ્માત થાય છે તેમ હવે ઔદ્યોગિક અકસ્માત થવા લાગ્યા છે. ભરૂચમાં થયેલા આવા જ એક ઔદ્યોગિક અકસ્માતમાં એક કામદારનું મોત થયું છે.

ભરૂચ ની જીઆઇડીસી મા બ્લાસ્ટ

ભરૂચ ઝગડિયા જીઆઇડીસીમાં બનેલી આ ઘટનામાં ધડાકો થવાની સાથે જ અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ઝગડિયા જીઆઇડીસીમાં આવેલી નાઇટ્રેક્સ કંપનીના કારખાનમાં જ બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં કંપનીના કામદાર દિનેશ વસાવાનું મોત થયું હતું. આ ઉપરાંત બે કામદારોને ગંભીર ઇજા થતાં તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

નાઇટ્રેક્સ કંપનીના પ્લાન્ટમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બોલ ડાઇઝેસ્ટરમાં થયેલા આ વિસ્ફોટના કારણે સમગ્ર પ્લાન્ટમાં અફડાતફડી સર્જાઈ હતી. આ વિસ્ફોટનો ધડાકો એટલો જોરદાર હતો કે આખી જીઆઇડીસીમાં ધુમાડાના ગોટેગોટા દૂરદૂર સુધી નજર આવતા હતા. છેક જીઆઇડીસીની બહારના રોડ પરથી આ ગોટા દેખાતા હતા.

ભિલોડ ગામના મહેશ વસાવાને ગંભીર ઇજા પહોંચી હતી. તે અને તેનો અન્ય સાથીદાર સારવાર હેઠળ છે. આ ઘટનાની જાણ થતાં જ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ઝઘડિયા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. તેઓએ કારણોની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ વિસ્ફોટ રાસાયણિક પ્રક્રિયામાં સર્જાયેલી ટેકનિકલ ખામીના લીધે થયો હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જંબુસર નજીક દરિયામાં મોટી દુર્ઘટના, ONGC સર્વે બોટ પલટી, એકનું મોત

આ પણ વાંચો: ઝઘડિયાની ધરતી પર નર્મદા નદી સુધી પ્રદૂષણનું ઝેર, 8 ગાયોના નિધનથી પંથકમાં ચકચાર

આ પણ વાંચો: ભરૂચમાં ખેડૂતોએ આત્મહત્યા ની ચીમકી ઉચ્ચારી