Bharuch news/ ઝઘડિયાની ધરતી પર નર્મદા નદી સુધી પ્રદૂષણનું ઝેર, 8 ગાયોના નિધનથી પંથકમાં ચકચાર

જ ઝઘડિયા જીઆઇડીસીમાં એક સાથે આઠ ગાયોના રહસ્યમય સંજોગોમાં મોત થતાં એકસાથે આઠ ગાયોના મોતને લઇને પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.આ સંદર્ભે પશુપાલક ગંગદાસભાઇ ધરજીયા (ભરવાડ) દ્વારા ઝઘડિયા જીઆઇડીસી પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ લખાવવામાં આવી હતી.

Gujarat Top Stories Others Breaking News

Bharuch News: ભરૂચ જિલ્લાના ઝઘડિયા સ્થિત જીઆઇડીસીમાં આવેલ વિવિધ કંપનીઓ દ્વારા અવારનવાર કેમિકલયુક્ત પ્રદુષિત પાણી જાહેરમાં છોડવાની ઘટનાઓ બનતી હોય છે.આવું પ્રદુષિત પાણી વરસાદી કાંસોમાં થઇને ખાડીઓ અને નર્મદામાં જતું હોઇ ખાડીઓ અને નર્મદાનું જળ તો પ્રદુષિત થાય છેજ ,અને સાથોસાથ આવા પાણીથી ખેતીની જમીનોને પણ નુકશાન થાય છે.

‘આ પાણી પાલતુ અને જંગલી પશુઓના પીવામાં આવતા તેમના મોત પણ થાય છે.ત્યારે ગતરોજ ઝઘડિયા જીઆઇડીસીમાં એક સાથે આઠ ગાયોના રહસ્યમય સંજોગોમાં મોત થતાં એકસાથે આઠ ગાયોના મોતને લઇને પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

ગાયોના રહસ્યમય સંજોગોમાં મોત

આ સંદર્ભે પશુપાલક ગંગદાસભાઇ ધરજીયા (ભરવાડ) દ્વારા ઝઘડિયા જીઆઇડીસી પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ લખાવવામાં આવી હતી.

તે મુજબ જીઆઇડીસીની બ્લેક રોઝ કંપનીના પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં કંપનીમાંથી નીકળતું પાણી પી જવાથી કુલ ૮ ગાયોના મોત થયા હતા. આ સંદર્ભે ઝઘડિયા જીઆઇડીસી પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

આઠ ગાયોના રહસ્યમય સંજોગોમાં મોત

વધુમાં મળતી વિગતો મુજબ આ ઘટના સંદર્ભે જીપીસીબીને જાણ કરાતા જીપીસીબી દ્વારા પાણીના નમુના લેવાયા હતા. ઉલ્લેખનીય છેકે અગાઉ પણ જીઆઇડીસીમાં ચૌદ જેટલી ગાયોના મોત થયા હતા. જીઆઇડીસીની કંપનીઓના સંચાલકોનું બનેલું જીઆઇડીસી એસોસિએશન કાર્યરત છે,ત્યારે જીઆઇડીસીમાં એકસાથે આઠ ગાયોના મોત થાય ત્યારે જીઆઇડીસી એસોસિએશને પણ યોગ્ય ભુમિકા અપનાવવા આગળ આવવું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Bharuch news/ભરૂચ SOG પોલીસે દેશવ્યાપી ડુપ્લીકેટ માર્કશીટ કૌભાંડ ઝડપી પાડ્યું

આ પણ વાંચો: Bharuch news/ભરૂચ GIDCમાં VK ફાર્મા કંપનીમાં મધ્યરાત્રે ભયાનક વિસ્ફોટ, 2ના મોત, 3 ગુમ અને 18 ઇજાગ્રસ્ત

આ પણ વાંચો: Bharuch news/ભરૂચમાં મદ્રાસના મૌલવીએ હિંદુ મહિલાને મંતરેલું પાણી પીવડાવી દુષ્કર્મ આચર્યું