Amreli News/ અમરેલીમા અસલી પોલીસની વરદીમા નકલી પોલીસ અધિકારી ઝડપાયો

અમરેલીમા LCBએ નકલી પોલીસ ઝડપાયાની ઘટના સામે આવી છે. જી હા પોલીસની વર્દીમાં આંટાફેરા મારતા શખ્સને LCBએ ઝડપ્યો છે.

Top Stories Gujarat

Amreli News:અમરેલીમા LCBએ નકલી પોલીસ ઝડપાયાની ઘટના સામે આવી છે. જી હા પોલીસની વર્દીમાં આંટાફેરા મારતા શખ્સને LCBએ ઝડપ્યો છે. અમરેલી શહેરના બસ સ્ટેન્ડ વિસ્તારમાં પોલીસનો યુનિફોર્મ પહેરીને પોલીસની નેમ પ્લેટ લગાવીને પોલીસ હોવાનો દાવો કરનાર એક વ્યક્તિની LCBએ ધરપકડ કરી છે. ત્યારે તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રાજ્યભરમાં IPS અને ન્યાયાધીશો સહિત નકલી પોલીસ અધિકારીઓ ઝડપાઈ રહ્યા છે. ત્યારે વધુ એક અધિકારી ઝડપાયો છે. અમરેલી જિલ્લામાં નકલી પોલીસકર્મી રંગે હાથે ઝડપાયો છે. અમરેલી શહેરના બસ સ્ટેન્ડ વિસ્તારમાં પોલીસ ન હોવા છતાં નકલી ઇસમ ખોટી ઓળખ સાથે નાસતો ફરતો હતો. થાળીમાં ગુજરાત પોલીસનો યુનિફોર્મ રાખવામાં આવ્યો હતો. અમરેલી એલસીબીએ પોલીસ યુનિફોર્મ પહેરેલા વ્યક્તિની પૂછપરછ કરી અને તે પોલીસ અધિકારી નથી તેવી માહિતી મળતાં પોલીસ યુનિફોર્મ કબજે કરી સીટી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

હાલ સીટી પોલીસે આરોપી ઉમેશ રાહુલભાઈ વસાવા (31, ચિતપુર, તાલુકો-ઉચ્છલ, જિલ્લો-તાપી)ની ધરપકડ કરી છે. તેની વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. અન્ય વ્યક્તિઓ સાથે છેતરપિંડી કરવામાં આવી છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે કોઈની સાથે છેતરપિંડી થઈ નથી.

 એલસીબીએ પોલીસ નહી હોવા છતા પોલીસની વરદી મા આંટાફેરા મારતા શખ્સ ને ઝડપી લીધો છે. ત્યારે અમરેલી બસ્ટેન્ડ વિસ્તારમાંથી અમરેલી એલસીબી એ નકલી પોલીસ ને દબોચી લીધો છે. જેમા ઉમેશ રાહુલભાઈ વસાવા ગામ ચીતપુર તાપી જિલ્લાના શખ્સને નકલી વરદી સાથે ઝડપી કાર્યવાહી હાથ ધાઈ છે. અને આરોપી રાહુલ વસાવા પાસેથી ગુજરાત પોલીસની વરદી કેપ બુટ સહીત 4000 હજાર નો મુદામાલ કબ્જે કર્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃઅમરેલીમાં એક સાધુએ અન્ય સાધુને ઢોર માર માર્યાનો વીડિયો વાયરલ

આ પણ વાંચોઃઅમરેલીમાં દાંડિયા રાસ રમતા રમતા યુવકને આવ્યો હાર્ટએટેક

આ પણ વાંચોઃઅમરેલીમાં કારમાં ફસાઈ જતાં ચાર બાળકોના ગૂંગળામણથી મોત