Bhavnagar News : ભાવનગરના મહુવામાં સાયકલો ભંગાર હાલતમાં મળતા હોબાળો મચ્યો છે. ભંગાર હાલતમાં મળેલી આ સાયકલો વિદ્યાર્થીઓને આપવાની હતી. કુમાર છાત્રાલયમાં કન્યાઓને અપાતી સાયકલોનો જથ્થો મળી આવ્યો છે. આ સાયકલો અંદાજે એક વર્ષથી કુમાર છાત્રાલયમાં પડી છે. આ સાયકલો કોના પાપે ધુળ ખાતી પડી છે તે હવે ચર્ચાનો વિશય બન્યો છે.
શાળામાં કન્યાઓને અપાતી સાયકલોનો જથ્થો કુમાર છાત્રાલયમાં એક વર્ષથી મુકી રખાયો હતો જે ભંગાર હાલતમાં પડ્યો છે. આ સાયકલો સરકારી સહાય અંતર્ગત દિકરીઓને આપવાની હતી. સરકારી બાબુઓ દ્વારા આ સાયકલો શા માટે વિદ્યાર્થીઓને ન આવી તે મોટો સવાલ છે. તંત્ર દ્વારા આ સાયકલોનું વિતરણ કેમ ન કરાયું તે પ્રશ્ન ચર્ચાનો વિશય બન્યો છે.આ સાયકલો કોને અને કયારે વિતરણ કરવાની હતી તે તપાસ બાદજ ખબર પડશે.
આ પણ વાંચો:બનાસકાંઠામા કિસાન સંઘે 2 સેન્ટર પર ખરીદી શરૂ નહીં થાય તો આંદોલનની કરવાની ચીમકી ઉચ્ચારી
આ પણ વાંચો:બનાસકાંઠામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ત્રાટક્યું, તેલનો લાખો રૂપિયાનો જથ્થો જપ્ત કરાયો
આ પણ વાંચો:બનાસકાંઠા: ડીસામાં 80 લાખથી વધુની લૂંટ, આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો
