Banaskantha News/ બનાસકાંઠામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ત્રાટક્યું, તેલનો લાખો રૂપિયાનો જથ્થો જપ્ત કરાયો

રાજેશ્વરી ઓઇલ મિલમાં દરોડા પાડી રાયડા તેલના સેમ્પલ લેવાયા છે.

Top Stories Gujarat

Banaskantha News: બનાસકાંઠા (Banaskantha) જીલ્લામાં ધાનેરામાં (Dhanera) ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો (Food & Drugs Department) ધમધમાટ જોવા મળ્યો છે. રાજેશ્વરી ઓઇલ મિલમાં દરોડા પાડી રાયડા તેલના સેમ્પલ લેવાયા છે. શુદ્ધ તેલના નામે વેચાણ કરાતું હોવાનું ફૂડ ડિપાર્ટમેન્ટના અધિકારીઓની જાણમાં આવ્યું હતું. બાતમીના આધારે 703 કિલો રાયડાના તેલનો જથ્થો જપ્ત કરી લાખ રૂપિયાનો માલ સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તહેવારની મોસમ આવતા જ વેપારીઓ ખાદ્ય ઉત્પાદનોમાં ઘણી વખતે ભેળસેળ કરતા હોવાનું સામે આવતા જ ખાદ્ય વિભાગ એલર્ટ થઈ જતું હોય છે. ત્યારે બનાસકાંઠા જીલ્લામાં ધાનેરા તાલુકામાં ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા પડ્યા હતા. દરોડાના પગલે ભેળસેળ કરતા મિલ માલિકો, વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. રાજેશ્વરી ઓઈલ મિલમાં અધિકારીઓએ 703 કિલો સાગર શુદ્ધ ડબલ ફિલ્ટર રાયડાનું તેલ વેચાતું હતું. જેની બાતમીના આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ત્રાટક્યું હતું.

અધિકારીઓએ મિલમાં રાયડાના તેલના સેમ્પલ લઈ ફોરેન્સિક લેબમાં મોકલ્યા છે. દિવાળીના હવે જૂજ દિવસો બાકી રહ્યાં છે ત્યારે 91 હજાર 390 રૂપિયાની કિંમતનો તેલનો જથ્થો સીઝ કર્યો છે. તેમજ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. અગાઉ પાટણમાં ઘી બજારમાં ફૂડ એનડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા હતા. ફૂડ અને ડ્રગ્સ વિભાગ દ્વારા નિતીનકુમાર ભાઈલાલ ઘી વાળાની પેઢી પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં વિભાગ દ્વારા ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. ઘીના સેમ્પલ મેળવ્યા બાદ આ અંગે તપાસ કરવામાં આવી રહી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ઘી બજારના આ દરોડાને પગલે અન્ય વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મહીધરા શુદ્ધ ગાયનું ઘી બ્રાન્ડના નામથી પેકિંગ કરાતું નકલી ઘી પકડ્યું હતું. આમ અસલી બ્રાન્ડને નુકસાન પહોંચાડતા બનાવટી ઘી સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આકરી કાર્યવાહી કરી હતી. ડ્રગ્સ વિભાગે મોટાપાયા પર નકલી ઘીનો જથ્થો જપ્તો કર્યો છે. ક્ષેમ કલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટના નામે ફેક્ટરીમાં આ નકલી ઘી બનાવાતું હતું. બનાવટી ઘી રાઉલજી દિલીપકુમાર નામનો નકલી ઘી (Duplicate Ghee) વ્યક્તિ બનાવતો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પાટણમાં ઘી બજારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો દરોડો

આ પણ વાંચો:ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની લાલિયાવાડી બહાર આવી, હેલ્પલાઇન જ બંધ

આ પણ વાંચો:નડિયાદમાં નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈઃ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી