priyank kharge/ આગમાં ઘી હોમાયું…! હવે કોંગ્રેસ અધ્યક્ષના પુત્ર પ્રિયંક ખડગેએ “સનાતન ધર્મ” પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું

તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર ઉધયનિધિ સ્ટાલિનની સનાતન ધર્મ પર કરેલી ટિપ્પણીને લઈને હવે કર્ણાટક સરકારના મંત્રી પ્રિયંક ખડગેએ નિવેદન આપ્યું છે. ANI સાથે વાત કરતા પ્રિયંક ખડગેએ કહ્યું કે, કોઈપણ ધર્મ જે સમાન અધિકારો આપતો નથી અથવા તમારી સાથે માણસો જેવો વ્યવહાર નથી કરતો તે એક બીમારી સમાન છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર […]

Top Stories India Politics

તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર ઉધયનિધિ સ્ટાલિનની સનાતન ધર્મ પર કરેલી ટિપ્પણીને લઈને હવે કર્ણાટક સરકારના મંત્રી પ્રિયંક ખડગેએ નિવેદન આપ્યું છે. ANI સાથે વાત કરતા પ્રિયંક ખડગેએ કહ્યું કે, કોઈપણ ધર્મ જે સમાન અધિકારો આપતો નથી અથવા તમારી સાથે માણસો જેવો વ્યવહાર નથી કરતો તે એક બીમારી સમાન છે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયંક ખડગેએ કહ્યું, “કોઈપણ ધર્મ જે સમાનતાને પ્રોત્સાહન આપતો નથી અથવા તમને માનવ તરીકેનું સન્માન મળે તે સુનિશ્ચિત કરતું નથી, તે મારા અનુસાર ધર્મ નથી”.

ઉધયનિધિ સ્ટાલિનેના નિવેદનને કારણે વિવાદ શરૂ થયો હતો

તમિલનાડુ સરકારમાં રમતગમત મંત્રી ઉધયનિધિ સ્ટાલિને શનિવારે (2 સપ્ટેમ્બર) ચેન્નાઈમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન બોલતા સનાતન ધર્મની તુલના ડેન્ગ્યુ અને મેલેરિયા જેવી બીમારીઓ સાથે કરી હતી. તેમણે સનાતન ધર્મનો અંત લાવવાનું આહ્વાન કર્યું હતું.

ઉધયનિધિએ કહ્યું હતું કે, “કેટલીક વસ્તુઓ એવી છે જેને આપણે ખતમ કરવી પડશે અને આપણે માત્ર તેનો વિરોધ કરી શકતા નથી. મચ્છર, ડેન્ગ્યુ, કોરોના અને મેલેરિયા એવી વસ્તુઓ છે જેનો આપણે વિરોધ કરી શકતા નથી. આપણે તેમને ખતમ કરવા પડશે. સનાતનમ (સનાતન ધર્મ) પણ આવું જ છે. આપણું પ્રથમ કાર્ય સનાતનનો વિરોધ કરવાનું નથી, પરંતુ તેને ખતમ કરવાનો છે.”

I.N.D.I.A ગઠબંધન પર ભાજપ પ્રહારો કરી રહ્યાં છે

એમકે સ્ટાલિનની આગેવાની હેઠળની ડીએમકે એ વિપક્ષના I.N.D.I.A ગઠબંધનનો એક મહત્વપૂર્ણ ઘટક છે. આ જ કારણ છે કે ઉધયનિધિના નિવેદન બાદ બીજેપી I.N.D.I.A ગઠબંધન અને ખાસ કરીને કોંગ્રેસ પર પ્રહારો કરી રહી છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું,”હિંદુઓને ખતમ કરવાનું સપનું જોનારાઓમાંથી ઘણા રાખ થઈ ગયા છે. તમે ગઠબંધનના અહંકારી લોકો, તમે અને તમારા મિત્રો રહે કે ન રહે,પરંતુ સનાતન છે, સનાતન હતું અને સનાતન રહેશે.”

કેન્દ્રીય મંત્રીએ સવાલ કર્યો કે, “તેમનો ઈરાદો અને માનસિકતા શું છે? તેઓ રાજકારણ માટે એટલા નીચા પડી જશે કે તેઓ સનાતન ધર્મનો નાશ કરવાની વાત કરશે. તેઓ હિન્દુઓને કચડી નાખવાની વાત કરશે. તેઓ હિન્દુ આતંકવાદ વિશે વાત કરશે. આ દર્શાવે છે કે, તેઓ ધ્રુવીકરણ કરીને રાજકીય ફાયદો ઉઠાવવા માંગે છે, પરંતુ દેશની જનતા તેમનો અસલી ચહેરો જાણે છે, તેઓ તેમને યોગ્ય સ્થાને લઈ જશે.

આ પણ વાંચો: Udhayanidhi Stalin/ “સનાતન ધર્મ”ના વિવાદિત નિવેદન પર ‘ઉધયનિધિ સ્ટાલિન’ અડગ: કહ્યું-“હું આ વાત સતત કહીશ”

આ પણ વાંચો: G-20 Summit/ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ નહીં આવે ભારત, ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે સમિટમાં કોણ આપશે હાજરી?

આ પણ વાંચો: Uttar Pradesh/ નફરત ફેલાવવાનું કારસ્તાન…! મુસ્લિમ યુવકના કપાળ પર છરી વડે ‘જય ભોલેનાથ’ લખી નાખ્યું