Breaking News/ ભાવનગરમાં SOGની મોટી કાર્યવાહી, 5 બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઈ

ભાવનગરના બોરતળાવ વિસ્તારમાં SOGએ મોટી કાર્યવાહી કરતા 5 બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી પાડી છે. મહિલાઓ પાસેથી બાંગ્લાદેશી સીમકાર્ડ મળતા તપાસ વધુ તેજ બનાવાઈ છે.

Top Stories Gujarat Others Breaking News
ભાવનગરમાંથી SOG દ્વારા 5 બાંગ્લાદેશી મહિલાઓ ઝડપી પાડાઈ

Breaking News: ભાવનગર શહેરમાં SOG દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના બોરતળાવ વિસ્તારમાં રહેતી પાંચ બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી લેવામાં આવી છે. પ્રાથમિક તપાસ દરમિયાન મહિલાઓ પાસેથી બાંગ્લાદેશી સીમકાર્ડ પણ મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે.

ભાવનગરમાં SOGનો દરોડો!

માહિતી મુજબ, ગુપ્ત બાતમીના આધારે SOGની ટીમે કાર્યવાહી કરી હતી. દરોડા દરમિયાન પાંચ મહિલાઓને કસ્ટડીમાં લેવામાં આવી હતી અને ત્યારબાદ તમામને વધુ પૂછપરછ માટે SP કચેરી ખાતે લઈ જવામાં આવી હતી.

હાલ પોલીસે મહિલાઓ કેટલા સમયથી ભાવનગરમાં રહેતી હતી, તેઓ અહીં કેવી રીતે પહોંચી અને તેમની સાથે અન્ય કોણ-કોણ સંકળાયેલા છે તે દિશામાં સઘન તપાસ શરૂ કરી છે.તપાસ એજન્સીઓ દ્વારા મહિલાઓના દસ્તાવેજો, મોબાઈલ ફોન અને અન્ય વિગતોની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. મહિલાઓ પાસેથી મળેલા બાંગ્લાદેશી સીમકાર્ડને લઈને પણ અનેક સવાલો ઊભા થયા છે.

ઝડપાયેલી બાંગ્લાદેશી મહિલાઓની વિગતો

પાખી ખાનમ ઉ.વ.22

રીમા અખ્તર ઉર્ફે લીલી ઉ.વ.35

લાખી બેગમ ઉ.વ.35

સુબરના બેગમ ઉ.વ.39

લેબીના ખાનમ ઉ.વ.33

સૂત્રોના જણાવ્યા અનુસાર, સમગ્ર મામલે વધુ ખુલાસા થવાની શક્યતા છે. આ કેસમાં કોઈ સ્થાનિક નેટવર્ક અથવા સહાય મળી હતી કે નહીં તે મુદ્દે પણ તપાસ ચાલી રહી છે.ઘટનાને લઈને શહેરમાં ભારે ચર્ચા જાગી છે. સમગ્ર મામલે થોડીવારમાં ASP ઘનશ્યામ ગૌતમ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવશે, જેમાં વધુ વિગતો જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.


આ પણ વાંચો:ભરૂચમાં SOG મેગા ઓપરેશન,44 બાંગ્લાદેશી ઘુસણખોરો પકડાયા

આ પણ વાંચો:બાંગ્લાદેશી ઘૂસણખોરો પાછળ એજન્ટોના કારનામાનો થયો પર્દાફાશ

આ પણ વાંચો:બાંગ્લાદેશી ઘુસણખોરો વિશે મોટો ખુલાસો,એજન્ટો તેમને 7000 રૂપિયામાં સરહદ પાર કરવામાં મદદ કરે છે