Ahmedabad News/ Nirma University: વિદ્યાર્થી સાથે કથિત દુર્વ્યવહાર, NSUIનું કડક વલણ

નિરમા યુનિવર્સિટી Nirma University)ના EC કોર્સ સાથે સંકળાયેલી એક ગંભીર ઘટનાને લઈને National Students’ Union of India (NSUI), દ્વારા યુનિવર્સિટી સત્તાધિકારીઓ સમક્ષ ઔપચારિક રજૂઆત કરવામાં આવી છે.

Gujarat Top Stories Ahmedabad
નિરમા યુનિવર્સિટી Nirma University)ના EC કોર્સ સાથે સંકળાયેલી એક ગંભીર ઘટનાને લઈને National Students’ Union of India (NSUI), દ્વારા યુનિવર્સિટી સત્તાધિકારીઓ સમક્ષ ઔપચારિક રજૂઆત કરવામાં આવી છે

Ahmedabad News : નિરમા યુનિવર્સિટી Nirma University)ના EC કોર્સ સાથે સંકળાયેલી એક ગંભીર ઘટનાને લઈને National Students’ Union of India (NSUI), દ્વારા યુનિવર્સિટી સત્તાધિકારીઓ સમક્ષ ઔપચારિક રજૂઆત કરવામાં આવી છે.

NSUIને પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, યુનિવર્સિટીના EC કોર્સના HOD H.K. Patel દ્વારા એક કાર્યક્રમ દરમિયાન એક વિદ્યાર્થી સાથે કથિત રીતે અયોગ્ય વર્તન (Student Misconduct)કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે. વિદ્યાર્થીને જાહેરમાં બોલાવવામાં આવ્યો અને તેની સાથે ધમકીભર્યું તથા અયોગ્ય વર્તન કરવામાં આવ્યું હોવાની ફરિયાદ સામે આવી છે.

આ મામલે NSUI ગુજરાતના State Vice President  વેદાંત સિંહ તોમર અને NSUI અમદાવાદ શહેર પ્રમુખ શ્રી ચિરાગ દરજી દ્વારા યુનિવર્સિટી સત્તાધિકારીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

Nirma University: કથિત દુર્વ્યવહારનો ગંભીર વિવાદ, NSUIની 6 કડક માંગ

NSUIનું કહેવું છે કે દરેક વિદ્યાર્થીને શૈક્ષણિક સંસ્થામાં સન્માનપૂર્ણ, સુરક્ષિત અને ભયમુક્ત વાતાવરણ મળવું જોઈએ. તેથી સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ થવી જરૂરી છે.

NSUIની મુખ્ય માંગણીઓ:

1. સમગ્ર ઘટનાની નિષ્પક્ષ અને પારદર્શક તપાસ કરવામાં આવે.
2. ઉપલબ્ધ CCTV footage તથા અન્ય સંબંધિત પુરાવાઓનું સંરક્ષણ કરી તપાસમાં સામેલ કરવામાં આવે.
3. તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી H.K. Patelને HOD પદેથી સસ્પેન્ડ કરવા અંગે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે.
4. વિદ્યાર્થી સાથે થયેલા કથિત વર્તન અંગે યોગ્ય કાર્યવાહી કરી લખિત માફી આપવામાં આવે.
5. ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે અસરકારક Student Grievance અને Student Safety Mechanism મજબૂત કરવામાં આવે.
6. ફરિયાદ કરનાર વિદ્યાર્થી સામે કોઈપણ પ્રકારની પ્રતિશોધાત્મક કાર્યવાહી ન થાય તેની ખાતરી આપવામાં આવે.

વેદાંત સિંહ તોમર, State Vice President, Gujarat NSUIએ જણાવ્યું કે, “વિદ્યાર્થીઓના સન્માન અને સુરક્ષા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન સ્વીકાર્ય નથી. અમારી માંગ કોઈ વ્યક્તિને બદનામ કરવાની નથી, પરંતુ સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ અને વિદ્યાર્થીને ન્યાય મળે તેની ખાતરી કરવાની છે.”

NSUI અમદાવાદ શહેર પ્રમુખ ચિરાગ દરજીએ પણ યુનિવર્સિટી સત્તાધિકારીઓને મામલે ઝડપી અને પારદર્શક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

NSUI યુનિવર્સિટી સત્તાધિકારીઓ પાસેથી આ મામલે ઝડપી, નિષ્પક્ષ અને પારદર્શક કાર્યવાહીની અપેક્ષા રાખે છે.


આ પણ વાંચો: યુનિ.રેન્કીંગમાં ગુજ.યુનિ. ફાઇવસ્ટાર સાથે અગ્રેસર, ગુજરાતસરકાર દ્વારા વર્ષ 2020-21ના રેન્કીંગ જાહેર, ગુજરાતયુનિ. સતત બીજાવર્ષે અગ્રેસર, જીટીયુ રેન્કીંગમાંથી રહી બાકાત, પીડીપીયુ-નિરમા-સેપ્ટને પણ મળ્યા ફાઇવસ્ટાર, જૂનાગઢ

આ પણ વાંચો: અમદાવાદમાં નિરમા યુનિ. જોડે હિટ એન્ડ રનઃ દંપતીમાં પત્નીનું મોત

આ પણ વાંચો: VGRC – મહેસાણા ખાતે શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચે સુમેળ સાધવા માટે બે પેનલ ડિસ્કશનનું આયોજન…