Gandhinagar News: વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) – ઉત્તર ગુજરાત ખાતે શિક્ષણ અને ઉદ્યોગ (Education & Industry) વચ્ચે સુમેળ સાધવા માટે બે પેનલની રસપ્રદ ચર્ચાઓ યોજાઇ હતી.
પેનલમાં ગુજરાતના સેમિકન્ડક્ટર ટેલેન્ટ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટેની વ્યૂહરચનાઓની ચર્ચા કરવામાં આવી હતી.
ઉદ્યોગની અપેક્ષાઓ, કૌશલ્ય, અભ્યાસક્રમ આધુનિકીકરણ અને અદ્યતન ઉત્પાદન કૌશલ્ય જેવા વિષયો પર મજબૂત વિચારો સાથે વિષય તજજ્ઞો દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા.
વાઈબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ, મહેસાણા (Mehsana)માં મહત્વના સેમિકન્ડક્ટર વર્કફોર્સ ડેવલપમેન્ટ સત્રનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ગુજરાતે વાઇબ્રન્ટ રિજનલ કોન્ફરન્સ દરમ્યાન સેમિકન્ડક્ટર વર્કફોર્સને વેગ આપવા માટે ‘ફ્રોમ વિઝન ટુ વેલોસિટી‘ (From Vision to Velocity) થીમ લોન્ચ કરવામાં આવી છે.
ગુજરાતની સેમિકન્ડક્ટર ક્ષેત્રની પ્રતિભા માટે ઉદ્યોગ અને શિક્ષણનો સુમેળ મહેસાણા, વાઈબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં કેન્દ્ર સ્થાને રહ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યના મહેસાણા ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ ઉત્તર ગુજરાતની ગણપત યુનિવર્સિટી ખાતે યોજાઈ રહ્યો છે, ત્યારે આજે તારીખ 9 ઓક્ટોબરના રોજ એક મહત્ત્વપૂર્ણ વર્કફોર્સ ડેવલપમેન્ટ સેશનનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્રની થીમ “દ્રષ્ટિ થી વેગ તરફ સેમિકન્ડક્ટર ચીપ માટે કાર્ય બળ વિકાસ” હતી, જેમાં ગુજરાતના વિકાસ પામતા સેમિકન્ડક્ટર ઉદ્યોગને ટેકો આપવા માટે રાજ્યની ટેલેન્ટ ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે વ્યૂહાત્મક રીતે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
આ કૉન્ફરન્સ સેમિકન્ડક્ટર, મેન્યુફેક્ચરિંગ અને ડિઝાઇન માટે વૈશ્વિક હબ તરીકે પોતાને સ્થાપિત કરવાના ગુજરાતના મક્કમ સંકલ્પને રેખાંકિત કર્યો છે. આ સભામાં અગ્રગણ્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ગ્રીટના સીઇઓ એસ. અપર્ણાએ સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમમાં રાજ્યની અગ્રેસર ભૂમિકા પર ભાર મૂક્યો હતો, સાથે જ તેમણે ગુજરાતની સેમિકન્ડક્ટર પ્રતિભા પ્રબળ બનાવવા વધુ સારામાં સારી શિક્ષણ પદ્ધતિ પર ભાર મૂક્યો હતો.
ઉલ્લેખનીય છે કે ,ભારતના રેલવે, માહિતી અને પ્રસારણ, ઈલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે મુખ્ય કાર્યક્રમ અંતર્ગત સંબોધન કરતા આ મહત્ત્વપૂર્ણ સેક્ટરમાં કુશળ ટેલેન્ટની રાષ્ટ્રીય આવશ્યકતા પર પણ પ્રકાશ પાડ્યો હતો.
આ ઉપરાંત ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના સેક્રેટરી પી ભારતી, ગુજરાત રાજ્ય ઇલેક્ટ્રોનિક્સ મિશનના ડિરેક્ટર નેહા કુમારી, ભારતીય સેમિકન્ડક્ટર મિશન (ISM)ના ડિરેક્ટર મનીષ હુડા, ગતિ શક્તિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. (ડૉ.) મનોજ ચૌધરીએ પણ વિવિધ પ્રેઝન્ટેશન દ્વારા આ વિષય અંતર્ગત પોતાના વિચારો રજૂ કર્યા હતા.
શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચે સુમેળ સાધવા માટે બે પેનલની રસપ્રદ ચર્ચાઓ યોજાઇ હતી. પ્રથમ પેનલ “Building Gujarat’s Semiconductor Talent Pipeline”, નિલેશ રાણપુરા ડિરેક્ટર ASIC, einfochips દ્વારા સંચાલિત કરવામાં આવી હતી. જેમાં અગ્રણી સંસ્થાઓ અને કંપનીઓના નિષ્ણાતોએ ગુજરાતના સેમિકન્ડક્ટર ટેલેન્ટ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટેની વ્યૂહરચનાઓની ચર્ચા કરી ઉદ્યોગની અપેક્ષાઓ, કૌશલ્ય અંતર, અભ્યાસક્રમ આધુનિકીકરણ અને અદ્યતન ઉત્પાદન કૌશલ્ય જેવા વિષયો પર મજબૂત વિચારો સાથે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.
આ પેનલ ચર્ચામાં ર્ડા. એસ. એસ. મનોહરન, DG, PDEU, પ્રો. નિહાર મહાપાત્રા, IIT ગાંધીનગર, શાહબાઝ સૈયદ, Head TA, માઈક્રોન સેમિકન્ડક્ટર ટેકનોલોજી ઇન્ડિયા, ડૉ. રાજગોપાલન પાંડે, આસિસ્ટન્ટ પ્રોફેસર, NAMTECH, ડૉ. કમલજીત સિંઘ, ડાયરેક્ટર જનરલ, SCL સહભાગી બન્યા હતા.
આ મહત્વપૂર્ણ સત્રમાં IIT ગાંધીનગરના ડિરેક્ટર પ્રો. રજત મૂનાએ પોતાના વકતવ્યની રજૂઆત બાદ MoUનું આદાનપ્રદાન કર્યું હતું. આ MoUમાં ગુજરાત સરકારના સમર્થ પ્રોજેક્ટ માટે IIT ગાંધીનગર સાથે મળી દિગંતરા તેમની નવી સુવિધા માટે, ગતિશક્તિ યુનિવર્સિટી અને બેંક વગેરે સાથેની ભાગીદારીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કાર્યબળ વિકાસ માટે Monk9 અને નિરમા યુનિવર્સિટી વચ્ચે ભાગીદારીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
બીજા સત્રમાં PDEU ના એસોસિયેટ પ્રોફેસર ડૉ. અનુરાગ કાંડયા દ્વારા સંચાલિત અંતિમ કાર્યક્રમ Collaboration for innovation” માં શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચે કાર્યક્ષમ સહયોગને સરળ બનાવવાની રજૂઆત કરવામાં આવી હતી. પેનલિસ્ટોએ આંતરરાષ્ટ્રીય સહયોગ, સંયુક્ત સંશોધન અને વિકાસ, અદ્યતન પેકેજિંગ કૌશલ્ય અને ફેબ વર્કફોર્સ માટે પહેલ પર આંતરદૃષ્ટિ શેર કરી, એક ઇન્ટરેક્ટિવ પ્રશ્ન અને જવાબ સત્ર પણ યોજ્યું હતું.જેમાં માત્સુનો-સાન. JICA માર્મિક ભટ્ટ સીઇઓ, મોન્ક9, મોન્ટુ માકડિયા, સિનિયર એડવાઈઝર, SFAL,ડો. વસી-ઉદ્દીન, આર એન્ડ ડી હેડ, કેન્સ, શેતલ મહેતા, ડિરેક્ટર, સુધી સેમિકોન તથા પ્રો. અમિતાભ જૈન, પ્રેક્ટિસના પ્રોફેસર,( TEPL)એ ભાગ લીધો હતો.
આ પણ વાંચો: સાબરકાંઠાના હિંમતનગરના સિકંદર લોઢા વિઝા કૌભાંડમાં બહાર આવી વધુ એક છેતરપિંડી
આ પણ વાંચો: સુરત ભાજપ કાર્યાલયમાં ખજાનચી-કાર્યકર વચ્ચે મારામારી, વીડિયો વાયરલ
આ પણ વાંચો: ટેક-પોલીસિંગની દિશામાં ગુજરાત પોલીસની વધુ એક સિધ્ધિ, 9 મહિનામાં 80 ગુનાઓના ભેદ ઉકેલ્યા
