Breaking News: પહલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર પછી, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ભરૂચ જિલ્લામાં બીજી વખત 44 બાંગ્લાદેશી ઘુસણખોરોને પકડ્યા છે.
પહલગામ હુમલા બાદ, દેશભરની સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. ભરૂચમાં ઘુસણખોરોને શોધવા માટે તંત્રને એક્શન મોડમાં લાવવામાં આવ્યું હતું. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા બાંગ્લાદેશી ઘુસણખોરો સામે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ માં જણાવ્યુ કે ભરૂચ એસઓજી પોલીસે ઝડપી કાર્યવાહીમાં છેલ્લા 48 કલાકમાં ભરૂચ શહેર, અંકલેશ્વર શહેર અને અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાંથી 44 બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરી છે.
કેન્દ્રીય ગૃહ વિભાગ સાથે પરામર્શ કર્યા પછી અટકાયત કરાયેલા વ્યક્તિઓને દેશનિકાલ કરવામાં આવશે.
ભરૂચ એસઓજી પોલીસને તેમની ત્વરિત કાર્યવાહી બદલ અભિનંદન!
In a swift operation, the Bharuch SOG Police has detained 44 Bangladeshi nationals in the last 48 hours from Bharuch City, Ankleshwar City, and Ankleshwar GIDC Area.
The detained individuals will be deported, following consultation with the Union Home Department.
Kudos to the… pic.twitter.com/wyHZHa5gSi
— Harsh Sanghavi (@sanghaviharsh) June 17, 2025
જિલ્લામાં સતત બીજા 48 કલાકના ઓપરેશનમાં, કુલ 7 અલગ અલગ ટીમોએ ભરૂચના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડ્યા અને ઘુસણખોરીના આરોપસર કુલ 44 બાંગ્લાદેશી નાગરિકોને પકડ્યા.
ધરપકડ કરાયેલા બાંગ્લાદેશીઓમાં 11 પુરુષો, 18 મહિલાઓ અને 15 બાળકોનો સમાવેશ થાય છે. ભરૂચ પોલીસ મુખ્યાલયમાં તમામ વિદેશી નાગરિકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે આ લોકો ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશ કરી રહ્યા હતા અને કદાચ ખોટી ઓળખ સાથે રહેતા હતા. આ કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે સુરક્ષા એજન્સીઓ ઘુસણખોરો સામે કડક વલણ અપનાવી રહી છે અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ સામે સતર્ક કાર્યવાહી કરશે.
આ પણ વાંચો: જાણો શું કહ્યું ભરૂચનાં જીલ્લા કલેક્ટરે મંતવ્ય ન્યૂઝ સાથેની Exclusive મુલાકાતમાં…
