Scam/ નડિયાદમાં નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈઃ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી

નડિયાદમાં નકલી ઘીની ફેક્ટરી ઝડપાતા સનસનાટી મચી ગઈ છે. ગાંધીનગર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડાના પગલે ખાદ્યપદાર્થમાં ભેળસેળનું કૌભાંડ પકડાયું છે.

Top Stories Gujarat
Mantavyanews 3 20 નડિયાદમાં નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈઃ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી

નડિયાદઃ નડિયાદમાં નકલી ઘીની ફેક્ટરી ઝડપાતા સનસનાટી મચી ગઈ છે. ગાંધીનગર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડાના પગલે ખાદ્યપદાર્થમાં ભેળસેળનું કૌભાંડ પકડાયું છે. દરોડા દરમિયાન ડુપ્લિકેટ ઘીનો Duplicate Ghee જથ્થો પકડાયો છે.

ડ્રગ્સ વિભાગે મહીધરા શુદ્ધ ગાયનું ઘી બ્રાન્ડના નામથી પેકિંગ કરાતું નકલી ઘી પકડ્યું છે. આમ અસલી બ્રાન્ડને નુકસાન પહોંચાડતા બનાવટી ઘી સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આકરી કાર્યવાહી કરી છે. ડ્રગ્સ વિભાગે મોટાપાયા પર નકલી ઘીનો જથ્થો જપ્તો કર્યો છે. ક્ષેમ કલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટના નામે ફેક્ટરીમાં આ નકલી ઘી બનાવાતું હતું. બનાવટી ઘી રાઉલજી દિલીપકુમાર નામનો Duplicate Ghee વ્યક્તિ બનાવતો હતો.

ઉલ્લેખનીય છે કે આ પહેલા રાજકોટમાં પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની આકરી કાર્યવાહીમાં લાખો રૂપિયાનું બનાવટી પનીર પકડાયું હતું. આ પનીર પાછું સમગ્ર રાજકોટમાં પૂરું પાડવામાં આવનાર હતું. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહીએ રાજકોટવાસીઓને આ રીતે બનાવટી પનીરનો ભોગ બનતા બચાવ્યા હતા.

આ જ રીતે ગાંધીનગરના ફૂડ એન્ડ ડ્રગ્સ Duplicate Ghee વિભાગની કાર્યવાહીએ નડિયાદના હજારો લોકોને ગાયના બનાવટી ઘીનો ભોગ બનતા અટકાવ્યા છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે બનાવટી ડેરી પ્રોડક્ટ્સ સામે લાલ આંખ કરી છે. આ બનાવટી ડેરી પ્રોડક્ટ્સ ગ્રાહકના શરીરને નુકસાન પહોંચાડે છે અને તેની સાથે-સાથે સારી પ્રોડક્ટ બનાવટી કંપનીની બ્રાન્ડને પણ ફટકો મારે છે.

 

આ પણ વાંચોઃ નકલી ઘી ફેક્ટરી પકડાઈ/સુરતના ઓલપાડમાં નકલી ઘીની ફેકટરી પકડાઇ મોટીમાત્રામાં નકલી ઘી કબ્જે કરવામાં આવ્યું નકલી ઘી પેંકિગ કરવાનો સામાન પણ કબ્જે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્રારા સેમ્પલ લેવાયા ત્રણ લોકોની સામે ગુનો

આ પણ વાંચોઃ પોરબંદર/શ્રીજી ડેરીમાં પોલીસ અને ફૂડ વિભાગના દરોડા, 325 કિલો નકલી ઘીનો જથ્થો કર્યો જપ્ત

આ પણ વાંચોઃ Gujarat/મહેસાણા દૂધ સાગર ડેરી ઘી ભેળસેળ મામલો , દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેનની અટકાયત , આશા ઠાકોર છે દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન , ડેરીમાં નકલી ઘીના કૌભાંડમાં ખુલ્યું હતું નામ , વિપુલ ચૌધરી, મોઘજી પટેલ, MD સહિત ઝડપાયા

આ પણ વાંચોઃ Crime/અમદાવાદ ગ્રામ્ય SOG એ નકલી ઘી નું કૌભાંડ ઝડપ્યું