Crime/ અમદાવાદ ગ્રામ્ય SOG એ નકલી ઘી નું કૌભાંડ ઝડપ્યું

અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ નકલી ઘી બનાવવાની ફેક્ટરી ની માહિતી મળતા પોલીસના કાફલા સાથે રેડ કરી આરોપી સાથે નકલી ઘીનો જંગી જથ્થો જપ્ત કર્યો છે….

Ahmedabad Gujarat
PICTURE 4 2 અમદાવાદ ગ્રામ્ય SOG એ નકલી ઘી નું કૌભાંડ ઝડપ્યું

@વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ નકલી ઘી બનાવવાની ફેક્ટરી ની માહિતી મળતા પોલીસના કાફલા સાથે રેડ કરી આરોપી સાથે નકલી ઘીનો જંગી જથ્થો જપ્ત કર્યો છે. એસ.ઓ.જી ગ્રામ્ય પોલીસ દ્વારા રેડ દરમિયાન શૈલેષ સોલંકી નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં આરોપીની પૂછપરછ દરમિયાન તે ચાંગોદર ખાતેના ફેક્ટરી પર અમુલ અને સાગર ઘી ના 500 ગ્રામના લુઝ પેકિંગ બનાવતો હોવાનું બહાર આવ્યું છે. નકલી ઘી બનાવતી ફેકટરી ની તપાસ દરમિયાન ઘી બનાવવાનું મશીન તથા વનસ્પતિ ઘીના ડબ્બા અને સામગ્રી જપ્ત કરવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી દ્વારા 1 લાખ 50 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

PICTURE 4 3 અમદાવાદ ગ્રામ્ય SOG એ નકલી ઘી નું કૌભાંડ ઝડપ્યું

ઘટનાની વિગત વાર વાત કરીએ તો, પોલીસને બાતમી મળી હતી કે ચાંગોદર ના શ્યામ એસ્ટેટ માં નકલી ઘી બનાવવાનું કારખાનું ચાલે છે. જેના આધારે હાલો વિભાગના અધિકારીઓની સાથે ચાંગોદર શ્યામ એસ્ટેટ ખાતે રેડ કરી હતી. પોલીસ ની પાસે બાતમી હતી કે ફેક્ટરીમાં અમુલ અને સાગર ઘીના પેકિંગ ની અંદર નકલી ઘી ભરીને બજારમાં વેચાણ કરવામાં આવે છે. જેથી જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડા થતાં હોવાના કારણે ગ્રામ્ય એસઓજીએ આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે રેડ કરી તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઉપરાંત આરોપી શૈલેષ સોલંકી સાથે અન્ય કોણ-કોણ સામેલ છે તે જાણવા માટે તપાસનો તખ્તો તૈયાર કર્યો છે.

PICTURE 4 4 અમદાવાદ ગ્રામ્ય SOG એ નકલી ઘી નું કૌભાંડ ઝડપ્યું

નોંધનીય છે કે જે પ્રમાણે ચાંગોદર ના એસ્ટેટમાં આવેલી ફેક્ટરીમાંથી મુદ્દામાલ જપ્ત થયો છે, તે પ્રમાણે છેલ્લા ઘણા સમયથી નકલી ઘી બનાવવાનું કારોબાર ચાલતો હોવાનું જણાઈ રહ્યું છે. જેથી પોલીસે આરોપીની પૂછપરછ હાથ ધરી તે કેટલા સમયથી અલગ-અલગ બ્રાન્ડના નકલી ઘી બનાવવાનું કારોબાર ચલાવે છે? તથા તૈયાર કરેલું નકલી ઘી સમગ્ર રાજ્યમાં કઈ કઈ જગ્યાએ આપતા હતા તે જાણવા માટે પોલીસે તપાસનો તખ્તો તૈયાર કર્યો છે.

Kutch: SBI નાં ATM માં લૂંટનાં ઈરાદે આવેલા તસ્કરોએ સિક્યુરિટી ગાર્ડની કરી હત્યા

Budget: અમદાવાદ મ્યુનિ.કોર્પો, બજેટ 10 હજાર કરોડનું હશે, ગત  વર્ષના 1200 કરોડના વિકાસકાર્ય સ્થગિત

Award: કોરોના કાળમાં સારી કામગીરી કરવા બદલ  ગુજરાત રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ લીલા બેન અંકોલિયાને એનાયત થયો એવોર્ડ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો