ગુજરાત/ ખારાઘોઢામાં આ વર્ષે 12 લાખ મેટ્રીક ટન મીઠાની વિક્રમજનક આવક, હજી 1.5 લાખ મેટ્રિક ટન મીઠું રણમાં

ભારતનાં કુલ મીઠા ઉત્પાદનનું 70% મીઠું એકમાત્ર ગુજરાતમાં પાકે છે. એમાંથી 35% મીઠું તો ઝાલાવાડ પથંકનાં ખારાઘોઢા, ઝીંઝુવાડા, હળવદ અને કૂડા રણમાં પાકે છે.

Gujarat Others
1 261 ખારાઘોઢામાં આ વર્ષે 12 લાખ મેટ્રીક ટન મીઠાની વિક્રમજનક આવક, હજી 1.5 લાખ મેટ્રિક ટન મીઠું રણમાં

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

ભારતનાં કુલ મીઠા ઉત્પાદનનું 70% મીઠું એકમાત્ર ગુજરાતમાં પાકે છે. એમાંથી 35% મીઠું તો ઝાલાવાડ પથંકનાં ખારાઘોઢા, ઝીંઝુવાડા, હળવદ અને કૂડા રણમાં પાકે છે. જેમાં એક માત્ર ખારાઘોઢામાં આ વર્ષે અત્યાર સુધીમાં 12 લાખ મેટ્રીક ટન મીઠાનું વિક્રમજનક આવક થઇ ચુકી છે અને હજી 1.5 લાખ મેટ્રિક ટન મીઠું રણમાં પડ્યું છે.

પોલીસને સફળતા: મોરબી: કુરિયર ગોડાઉનની ચોરીનો ભેદ ઉકેલાયો, આરોપીની પોલીસે કરી ધરપકડ

15 દિવસ અગાઉ ‘તાઉ-તે’ વાવાઝોડા બાદ બે દિવસ અગાઉ રણમાં ખાબકેલા વરસાદ બાદ રણમાં આવવા-જવાનો રસ્તો ઠપ્પ થતાં મીઠાનાં વેપારીઓ અને મીઠું પકવતા અગરિયાનો જીવ તાળવે ચોંટ્યો છે. હાલમાં ખારાઘોડા સોલ્ટ એશોશીયેસન દ્વારા રણમાંથી ખારાઘોડા આવવાનો રસ્તો ચાલુ કરવા જેશીબી અને કલ્ટીવેટર વડે રસ્તો ચાલુ કરવાની તજવીજ હાથ ધરાતા બે-ત્રણ દિવસમાં રસ્તો ચાલુ થવાની આશા સેવાઇ રહી છે. એવામાં જો હવામાન ખાતાની આગાહી પ્રમાણે જો વરસાદ ખાબકે તો આ 1.5 લાખ મેટ્રિક ટન મીઠું રણમાં જ રહી જવાની દહેશત સેવાઇ રહી છે.

ભારત દેશમાં અને ખારાઘોઢામાં મીઠાની આંકડાકીય માહિતી

  •  ભારતમાં મીઠાનું કુલ ઉત્પાદન : 135 લાખ મેટ્રિક ટન
  •  ગુજરાતમાં મીઠાનું કુલ ઉત્પાદન : 97.20 લાખ મેટ્રિક ટન
  •  ગુજરાતમાં મીઠાના કુલ એકમો : 591
  •  ગુજરાતમાં મીઠા ઉદ્યોગથી પ્રત્યક્ષ-પરોક્ષ રોજગારી : 1,51,000
  •  ખારાઘોડામાં મીઠાની નવી આવક – 12 લાખ મેટ્રીક ટન
  •  રણમાં પડેલું મીઠું : 1.5 લાખ મેટ્રિક ટન
  •  જૂનુ પડેલું મીઠું – 50 હજાર મેટ્રીક ટન
  •  વરસાદથી ખુલ્લા મીઠામાં ધોવાણ – અંદાજે 2 લાખ મેટ્રીક ટન ( 10 થી 15 % )
  •  ખારાઘોડામાં મીઠાના કુલ ગંજા – અંદાજે 800
  •  રેલ્વેમાં વર્ષે નિકાસ – 4 લાખ મેટ્રીક ટન ( વર્ષે )
  •  બાય રોડ દ્વારા મીઠાની નિકાસ – 4 લાખ મેટ્રીક ટન ( વર્ષે )

kalmukho str 5 ખારાઘોઢામાં આ વર્ષે 12 લાખ મેટ્રીક ટન મીઠાની વિક્રમજનક આવક, હજી 1.5 લાખ મેટ્રિક ટન મીઠું રણમાં