Not Set/ સુરેન્દ્રનગરમાં છ મહિનાથી બંધ પડેલું રેલ્વે અંડર બ્રીજનું કામ શરૂ કરવાની ઉઠી માંગ

શહેરના મધ્યમાં જ રેલવે લાઇન હોવાથી બીજી બાજું બે કિલોમીટર ફરી જવુ પડે છે

Gujarat Others
A 119 સુરેન્દ્રનગરમાં છ મહિનાથી બંધ પડેલું રેલ્વે અંડર બ્રીજનું કામ શરૂ કરવાની ઉઠી માંગ

સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી રેલ્વે લાઈનના લીધે શહેર બે ભાગમાં વહેંચાઈ જતા લોકોએ અંડરબ્રીજ બનાવવાની જે કામગીરી ચાલી રહી હતી તે છેલ્લા છ મહિનાથી બંધ હોવાથી તાત્કાલિક અંડરબ્રીજની કામગીરી શરૂ કરવા લોકોએ કરી છે. જો માંગ પૂરી નહી થાય તો ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

A 122 સુરેન્દ્રનગરમાં છ મહિનાથી બંધ પડેલું રેલ્વે અંડર બ્રીજનું કામ શરૂ કરવાની ઉઠી માંગ

સુરેન્દ્રનગર શહેરના મધ્યમાંથી રેલવે લાઇન પસાર થાય છે અને રેલ્વે લાઇન ગામ મધ્યેથી પસાર થતા ગામ પુર્વ અને પશ્ચિમ બે ભાગમાં વહેચાઈ જાય છે. લોકોએ અનેક વખતની રજૂઆતો બાદ રેલ્વે અંડરબ્રીજ બનાવવાની શરૂઆત કરી હતી, પરંતુ હાલ છેલ્લા છ મહિનાથી આ કામગીરી બંધ હોવાથી લોકોએ તાત્કાલિક અંડરબ્રીજ બનાવવા માંગ કરી રહ્યા છે.

A 120 સુરેન્દ્રનગરમાં છ મહિનાથી બંધ પડેલું રેલ્વે અંડર બ્રીજનું કામ શરૂ કરવાની ઉઠી માંગ

લોકોને રેલવે લાઇન હોવાથી પુર્વ તરફથી પશ્ચિમ તરફ જવુ હોય ત્યારે બે કિલોમીટર ફરી જવુ પડે છે. તેમજ એક તરફ અનેક હોસ્પિટલો શાળાઓ કોલેજો આવેલી હોવાથી લોકોને રોજ બે કીમી સુધી ફરીને જવુ પડે છે. જેના રિક્ષાના મોટા ભાડા ખર્ચ કરવા પડે છે અને ટાઇમ બરબાદ થાય છે.

A 121 સુરેન્દ્રનગરમાં છ મહિનાથી બંધ પડેલું રેલ્વે અંડર બ્રીજનું કામ શરૂ કરવાની ઉઠી માંગ

સિનિયર સીટીજનો અને શાળા કોલેજમાં જતા વિધાર્થીઓ પણ રેલ લાઈનની લીધે હાલાકી ભોગવવી રહ્યા છે. લોકોએ અનેક રજુઆતો કરી આંદોલનો કરતાં અંલકાર ટોકીઝ નજીક પાલીકા અને રેલ તંત્રના સહયોગથી અંડરબ્રીજ બનાવવાનું મંજુર થયેલું અને કામગીરી પણ શરૂ થયેલી, પરંતુ છેલ્લા છ મહિનાથી આ કામગીરી બંધ કરતા લોકોએ અંડરબ્રીજની કામગીરી તાત્કાલિક શરૂ કરી ચોમાસા પહેલા પુર્ણ થાય તેવી માંગ કરી રહ્યા છે.