કચ્છ/ ફોરેસ્ટ અધિકારીએ રૂ.2 લાખની કરી માગણી ! સાંઠગાંઠ ન થતાં આરોપીઓને માર્યો ઢોર માર..!

ફોરેસ્ટ અધિકારી યુવરાજસિંહ ઝાલાએ મંતવ્ય ન્યૂઝ ને માહિતી આપતા કહ્યું કે, સસલાનો શિકાર કરતા બન્ને આરોપીઓને માર મારવામાં આવ્યો જ નથી

Gujarat
3 7 ફોરેસ્ટ અધિકારીએ રૂ.2 લાખની કરી માગણી ! સાંઠગાંઠ ન થતાં આરોપીઓને માર્યો ઢોર માર..!

ફોરેસ્ટ અધિકારી યુવરાજસિંહ ઝાલાએ મંતવ્ય ન્યૂઝ ને માહિતી આપતા કહ્યું કે, સસલાનો શિકાર કરતા બન્ને આરોપીઓને માર મારવામાં આવ્યો જ નથી, સ્વાભાવિક પણે કાયદામાથી બચવા ફોરેસ્ટના અધિકારી પર ખોટા આક્ષેપો કરાયા

નલીયા દક્ષિણ રેન્જએ 2 અગાઉ અબડાસા તાલુકાના ચીયાસર ગામથી બોહા તરફ જતાં ડામર રોડ પ૨ ચીયાસર ગામની પડતર જમીનમાં વન્યપ્રાણી સસલું માદા જીવ−૧ નો બારબોર બંદૂક હથિયાર વડે શિકાર કરતાં (૧) પડેયાર હાફિઝ કાસમભાઇ, નુંધાતડ તા.અબડાસા અને આરોપી નંબ૨ (૨) બાફણ હારૂન ઉંમર, રહે નુંધાતડ તા.અબડાસા ને પકડી પાડ્યો હતો.

સસલું વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૬ માં દર્શાવેલ શિડ્યુલ-2 પાર્ટ-એ મેમલ્સ અનુસૂચિનું વન્યપ્રાણી હોઇ આરોપીઓ વિરુધ્ધ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૯૩ ની કલમ ૨(૧૬), ૯, પ૦(૧)(ખ)(ગ), ૫૧, ૫૧(૪) અને પર મુજબનો ગુનો દાખલ કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી

પકડાયેલ બંન્ને આરોપીઓનું કહેવું છે કે નલિયા દક્ષિણ ફોરેસ્ટ ડિપાર્મેન્ટ દ્વારા તપાસ માટે શિકાર સ્થળે લઇ જવા આવ્યા હતા. ત્યાં નલિયા દક્ષિણ રેન્જ ફોરેસ્ટના અધિકારી દ્વારા ખોટી રીતે ઢોર માર મારેલ હતો અને 2 લાખ રૂપિયાની માંગણી કરેલ હતી. આરોપીએ કહ્યું કે, અમને 2 લાખ આપો તો તમને મુક્ત કરીયે નહીં તો ફરી તમારા બંન્ને ના રિમાન્ડ લેશું તેવી ધમકી આપવામાં આવી હતી.

આ બનાવ મુદ્દે પશ્ચિમ કચ્છના ફોરેસ્ટ અધિકારી યુવરાજસિંહ ઝાલાએ મંતવ્ય ન્યૂઝ ને માહિતી આપતા કહ્યું હતું કે, સસલાનો શિકાર કરતા બન્ને આરોપીઓને માર મારવામાં આવ્યો જ નથી, સ્વાભાવિક પણે કાયદામાથી બચવા ફોરેસ્ટના અધિકારી પર ખોટા આક્ષેપો કરી પાયાવિહોણા તથ્યો મિડિયા સમક્ષ મુકયા છે.

 

મહેન્દ્ર મારૂ, ભુજ