Accident/ ગુજરાતમાં અકસ્માત સર્જાતા 2 બાળકીઓ સહિત 4નાં મોત

સુરેન્દ્રનગરના લીંબડી હાઈવે પર અકસ્માત સર્જાયો છે. લીંબડી હાઈવે પર ચોરણીયા નજીક અકસ્માત સર્જાતા બે લોકો ગંભીર રૂપે ઘાયલ થયા છે. ટ્રક અને લકઝરી બસનો અકસ્માત…………

Gujarat Top Stories
Image 2024 05 09T142729.691 ગુજરાતમાં અકસ્માત સર્જાતા 2 બાળકીઓ સહિત 4નાં મોત

Gujarat News: રાજ્યમાં આજે જુદા જુદા જીલ્લાઓમાં અકસ્માતથી મોત થયાની ઘટનાઓ સામે આવી છે. સુરેન્દ્રનગર, રાજકોટ, સાણંદ, દ્વારકામાં અકસ્માત સર્જાયો છે. પોલીસે આ મામલે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગરના લીંબડી હાઈવે પર અકસ્માત સર્જાયો છે. લીંબડી હાઈવે પર ચોરણીયા નજીક અકસ્માત સર્જાતા બે લોકો ગંભીર રૂપે ઘાયલ થયા છે. ટ્રક અને લકઝરી બસનો અકસ્માત થતાં ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા છે.

રાજકોટના જેતપુરમાં અકસ્માત સર્જાતા પ્રૌઢનું મોત નિપજ્યું છે. અજાણ્યા વાહન ચાલકે પ્રૌઢને અડફેટે લેતાં વૃદ્ધનું મોત થયું છે. અકસ્માતના પગલે લોકો ઘટના સ્થળે પહોંચી ગયા છે. ઉદ્યોગનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી શરૂ કરી  છે.

સાણંદમાં નવા બાયપાસ પાસે અકસ્માત સર્જાયો છે. જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. રીક્ષા અને ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાતા બે વ્યક્તિ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, તેમજ સાણંદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

દ્વારકામાં દૂધ ભરેલી પીકઅપ વાને માસૂમ બાળકીને અડફેટે લેતાં કમકમાટીભર્યું મોત થયું છે. મોત થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચવા પામી છે. 8 વર્ષની માસૂમ બાળાના મોતથી પરિવારમાં શોકનો માતમ છવાયો છે. અકસ્માત સર્જાતા લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. 8 વર્ષની બાળકીના મોતથી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

પાટણના હારીજ ખાતે નર્મદા કેનાલમાં ટ્રેક્ટર ખાબકતાં 10 વર્ષીય બાળકીનું મોત થયું છે. જુનામાકાથી ખાખડી ગામ પાસે ટ્રેક્ટર ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતાં ઘટના બની હતી. માહિતી મુજબ માસીના ઘરે લગ્નપ્રસંગમાં આવેલી બાળકીનું પાણીમાં ગરકારવ થવાથી મોત નિપજ્યું છે. ઘટના સર્જાઈ તે સમયે ટ્રેક્ટરમાં પરિવારના સભ્યો સવાર હતા, ઘટના બનતા સ્થાનિક લોકો દોડી આવ્યા છે. ટ્રેક્ટરને બહાર નીકળવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. લગ્ન પ્રસંગ દરમિયાન મોતની ઘટના બનતા પરિવારમાં ગમગીની છવાઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જમૈકામાં ફરી ફ્રાન્સ જેવી ઘટના, પુરાવા ન મળતાં ફ્લાઇટ રવાના

આ પણ વાંચો:અમદાવાદમાં રોગચાળાએ મચાવ્યો કહેર

આ પણ વાંચો:અમદાવાદમાં ઠગાઇ કેસમાં દંપતિને 25 વર્ષે સજા

આ પણ વાંચો:જાણો ગુજરાતમાં ક્યારથી શરૂ થશે પ્રિ – મોન્સૂન એક્ટિવિટી…