Twitter/ ટ્વિટરને લઈને નવા સમાચાર, ડિલીટ થશે 150 કરોડ એકાઉન્ટ, એલોન મસ્કનો ખુલાસો

એલોન મસ્કે વધુ એક ચોંકાવનારું ટ્વીટ કર્યું છે. તેણે પોતાના ટ્વિટમાં કહ્યું કે કંપની ટૂંક સમયમાં 150 કરોડ ટ્વિટર એકાઉન્ટ ડિલીટ કરશે. કંપનીના આ પગલાથી 150 કરોડ એકાઉન્ટ ડિલીટ થવા જઈ રહ્યાં છે…

Top Stories Tech & Auto
New Updates About Twitter

New Updates About Twitter: ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે ટ્વિટરને 44 બિલિયન ડોલરમાં હસ્તગત કર્યા પછી તે કંઈકને કંઈક સુધારા કરવાનું ચાલુ રાખે છે. પહેલા તેણે હજારો કર્મચારીઓને એક જ ઝટકામાં કાઢી મૂક્યા હતા. કર્મચારીઓને આ રીતે નોકરીમાંથી કાઢી મુકવા બદલ વિશ્વભરમાં તેની ટીકા થઈ હતી. તેણે પોતાના કર્મચારીઓને મોકલેલા ઈ-મેલમાં કહ્યું કે આવનારા સમયમાં અમે ટ્વિટર 2.0 બનાવવા જઈ રહ્યા છીએ.

હવે એલોન મસ્કે વધુ એક ચોંકાવનારું ટ્વીટ કર્યું છે. તેણે પોતાના ટ્વિટમાં કહ્યું કે કંપની ટૂંક સમયમાં 150 કરોડ ટ્વિટર એકાઉન્ટ ડિલીટ કરશે. કંપનીના આ પગલાથી 150 કરોડ એકાઉન્ટ ડિલીટ થવા જઈ રહ્યાં છે. તેણે પોતાના ટ્વીટમાં સ્પષ્ટતા કરી કે કંપનીની પ્રક્રિયા મુજબ જે એકાઉન્ટ્સ વર્ષોથી ટ્વીટ નથી અથવા લોગ ઈન નથી તે ડિલીટ કરવામાં આવશે. જણાવી દઈએ કે ટ્વિટર સ્પેસમાં આવા ઘણા એકાઉન્ટ છે, જેને બનાવ્યા પછી યુઝરે માત્ર એક જ વાર લોગ ઈન કર્યું છે. એવા એકાઉન્ટ્સ પણ છે જેણે એક પણ ટ્વીટ પોસ્ટ કરી નથી અને વર્ષોથી લૉગ ઇન કર્યું નથી.

ફોર્બ્સના રિયલ ટાઈમ બિલિયોનેર ઈન્ડેક્સમાં બર્નાર્ડ આર્નોલ્ટની સંપત્તિ વધીને 186.2 બિલિયન ડોલર થઈ ગઈ છે. તો એલોન મસ્કની સંપત્તિ 185 બિલિયન ડોલર છે. બીજી તરફ આ નિયમ ટ્વિટર યુઝર્સ માટે લાગુ થવા જઈ રહ્યો છે, જે અંતર્ગત ટ્વિટર યુઝર્સને પૈસા લઈને બ્લુ ટિક આપવામાં આવશે. કંપની ટ્વિટરના બ્લુ ટિક માટે યુઝર્સને દર મહિને રૂ. 570 ચાર્જ લેવાશે.

આ પણ વાંચો: Gujarat election 2022/ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ જાણો વિવિધ સમાજોનું વોટબેન્કનું વિવિધ ગણિત