Gujarat election 2022/ ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ જાણો વિવિધ સમાજોનું વોટબેન્કનું વિવિધ ગણિત

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 પૂરી થઈ ગઈ છે અને ભાજપ 156 બેઠક માટે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે. ગુજરાત ભાજપે આ વખતે કુલ 182 બેઠકોમાં 46 પાટીદાર ઉમેદવારોને ટિકિટ આપી હતી અને તેમાથી 40 પાટીદાર ઉમેદવાર જીત્યા છે

Top Stories Gujarat
Patidar ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ જાણો વિવિધ સમાજોનું વોટબેન્કનું વિવિધ ગણિત
  • પાટીદાર સમાજના કુલ 135 ઉમેદવારમાંથી 45 ઉમેદવાર જીત્યા
  • ભાજપમાં પાટીદાર સમાજના 46માંથી 40 ઉમેદવાર જીત્યા
  • કોંગ્રેસના 38 પાટીદારમાંથી ત્રણ ઉમેદવાર જીત્યા
  • આપના 51 પાટીદાર ઉમેદવારમાંથી બે જીત્યા

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 પૂરી થઈ ગઈ છે અને ભાજપ 156 બેઠક માટે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે. ગુજરાત ભાજપે આ વખતે કુલ 182 બેઠકોમાં 46 પાટીદાર ઉમેદવારોને ટિકિટ આપી હતી અને તેમાથી 40 પાટીદાર ઉમેદવાર જીત્યા છે. તેની સામે કોંગ્રેસે 38 ઉમેદવાર ઉતાર્યા હતા અને તેમાથી ત્રણ ઉમેદવાર જ જીત્યા છે. તેની સામે આપે 51 પાટીદાર ઉમેદવારોને ટિકિટ આપી હતી, તેમાથી માંડ બે ઉમેદવારો જ જીત્યા છે.

આમ વર્તમાન વિધાનસભામાં કુલ 135 ઉમેદવારોને ટિકિટ મળી હતી, તેમાથી 45 પાટીદાર ઉમેદવારો જીત્યા છે. ભાજપમાં સૌથી વધુ પાટીદાર ઉમેદવારો જીત્યા હોવાથી પાટીદારોનો ઝોક શેના તરફ છે તે સ્પષ્ટ થઈ ગયું છે. આમ પાટીદાર પાવર ખરો, પણ તે ભાજપમાં રહે તો જ.

સામાન્ય રીતે કોઈપણ વિધાનસભા ચૂંટણી આવવાની હોય ત્યારે જ જાતિગત સમીકરણોના અંકોડા વિવિધ રાજકીય પક્ષ મેળવવા માંડે છે. પછી ગુજરાત પણ સ્વાભાવિક રીતે તેમાથી કઈ રીતે બાકી રહે. વિકાસની વાતો ખરી, પરંતુ તેની જોડે-જોડે વાસ્તવિક ધરાતલ પર જાતિગત સમીકરણો માંડવા જ પડે છે.

ગુજરાતમાં વોટબેન્કની રીતે જોઈએ તો ત્રણ જાતિ સૌથી મોટી છે પાટીદાર, કોળી અને આદિવાસી. આ ત્રણેય જાતિનું જે-તે બેઠક પર પ્રભુત્વ છે અને તે રાજકીય પક્ષો કયા વિસ્તારમાં કઈ જાતિનું પ્રભુત્વ છે તેને જોઈને ઉમેદવારોને મેદાનમાં ઉતારે છે.

આ જ રીતે ગુજરાતમાં આદિવાસી માટે 27 અનામત બેઠક છે. આ 27 બેઠક પર ત્રણેય રાજકીય પક્ષના આદિવાસી ઉમેદવારો હતો. ત્રણેયના મળીને 81 આદિવાસી ઉમેદવાર થાય.તેમા ભાજપના 27માંથી 23 આદિવાસી ઉમેદવાર જીત્યા છે. કોંગ્રેસના 24 આદિવાસી ઉમેદવાર હાર્યા છે. આપના 27માંથી એક જ ઉમેદવાર વિજયી થયા છે. આદિવાસી અનામત 27 સીટ છે અને ત્રણેય પક્ષે આ વખતે આદિવાસી ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે. આદિવાસીઓની વસતિ 1 કરોડ જેટલી છે અને 84 લાખ જેટલા મતદારો છે. આ મતદારો 20થી 22 સીટ પરના પરિણામો ફેરવી શકે છે.

પાટીદાર પ્રભુત્વ ધરાવતી બેઠકો પર કાસ્ટ ફેક્ટરને ધ્યાનમાં રાખીને ત્રણેય પક્ષે ટિકિટ આપી છે. પાટીદારોમાં વર્ષોથી બે ભાગ છે. એક, લેઉવા પેટલ અને બીજા કડવા પટેલ. આ વખતની વાત કરીએ તો ભાજપ અને કોંગ્રેસે લેઉવા પટેલોને વધારે ટિકિટ આપી છે, જ્યારે આમ આદમી પાર્ટીએ કડવા પટેલોને વધારે ટિકિટ આપી છે. લેઉવા અને કડવા, બંને છે તો પાટીદાર જ, પણ ટિકિટ વહેંચણીમાં જો અન્યાય થયો હોય એવું લાગે તોપણ પાટીદારો એનો મિજાજ મતદાનના દિવસે બતાવી જ આપે છે અને આજે તેની અસર જોવા મળી.

ગુજરાતમાં પાટીદારો અને આદિવાસીઓ કરતાં પણ સૌથી મોટી વોટબેન્ક કોળીની છે. કોળી સમાજ મુખ્ય ત્રણ ભાગમાં અને 22થી 24 જેટલા પેટાભાગમાં વહેંચાયેલો છે. સમાજ ભૌગોલિક રીતે કે પરંપરાની દૃષ્ટિએ ભલે વહેંચાયેલો હોય, પણ વોટિંગના દિવસે જો એક બની જાય તો ભલભલાનાં આસન ડોલાવી શકે. ગુજરાતની સાત કરોડ જનતામાંથી કોળી સમુદાયની વસતિ દોઢ કરોડ, એટલે જ રાજકીય પક્ષો કોળીઓની અવગણના કરી શકતા નથી. દરેક પક્ષે કોળી વિસ્તારમાં ઉમેદવારો પણ સમજીને મૂકવા પડે. 2012માં કોળી સમાજના 18 ધારાસભ્ય ચૂંટાઈ આવ્યા હતા, જ્યારે 2017માં 27 ધારાસભ્ય એક જ સમાજમાંથી ચૂંટાયા હતા. આ વખતે કોળી સમાજના ઉમેદવારો ઓછા છે. ત્રણેય પક્ષોના મળીને 20 જેટલા કોળી ઉમેદવારો છે. જો કે, આમાં દક્ષિણ ગુજરાતના કોળીપટેલ ઉમેદવારો સિવાય સૌરાષ્ટ્ર અને અમદાવાદ જિલ્લાના કોળી સમાજના ઉમેદવારો સમાવાયા છે.

આ પણ વાંચોઃ

Gujarat Election 2022/ ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ પરિવર્તન અને પુનરાવર્તન એકસાથે

Chotila/ યાત્રાધામોનો વિકાસ ભાજપને ફળ્યોઃ ચોટીલા, બહુચરાજી અને ઠાસરાની બેઠક કોંગ્રેસ પાસેથી આંચકી