ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભાજપના વાવાઝોડામાં સમગ્ર વિપક્ષ ફંગોળાઈ ગયો છે. તેની સાથે તે પણ સ્પષ્ટ થઈ ગયું છે કે ગુજરાતમાં નહી રેવડી ચાલે કે મોંઘવારી ચાલે પણ ચાલશે તો મોદી જ. ગુજરાતમાં ભાજપના 156 બેઠક પરના ઐતિહાસિક વિજયમાં કોંગ્રેસ 17 બેઠક પર આવી ગઈ છે તો તેના 34 ઉમેદવારોની બેઠક ડુલ થઈ છે. જ્યારે ગુજરાતમાં આ વખતે નવીસવી આવેલી આમ આદમી પાર્ટી (આપ)એ પાંચ બેઠક પર જીત મેળવી છે પરંતુ તેના 121 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ છે.
ઉત્તર ગુજરાતમાં આમ આદમી પાર્ટીના 32 ઉમેદવારમાંથી ફક્ત ત્રણ જ ઉમેદવાર ડિપોઝિટ બચાવી શક્યા છે. તેમા ખેડબ્રહ્માના ઉમેદવાર બિપિન ગામેતી, પ્રાંતિજના ઉમેદવાર અલ્પેશભાઈ પટેલ અને ભિલોડાના ઉમેદવાર રૂપસિંહ ભગોડાનો સમાવેશ થાય છ. 29 ઉમેદવારની ડિપોઝિટ ડૂલ થઈ છે.જ્યારે આઠ ઉમેદવારને બે હજારની નીચે તથા 28 ઉમેદવારને પાંચ હજારથી નીચે અને 54 ઉમેદવારને દસ હજારથી નીચે મત મળ્યા છે.
આ તો રાજકીય પક્ષોની વાત થઈ, પણ આ સિવાય તે યાદ રાખવું જરૂરી છે કે ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં કુલ 1,681 ઉમેદવાર ઊભા રહ્યા હતા. તેમાથી ફક્ત 182 ઉમેદવાર જ ચૂંટાયા છે. બીજા શબ્દોમાં કહીએ તો કોંગ્રેસ અને આપ જ નહી, પણ એનસીપી, સપા, એઆઇએમઆઇએમે પણ તેમના ઉમેદવાર ઊભા રાખ્યા હતા. આ બધા ઉમેદવારોનો પરાજય થયો છે. આ ઉપરાંત કેટલાય ઉમેદવારોએ અપક્ષ તરીકે ઝંપલાવ્યું હતું.
આ પણ વાંચોઃ
Gujarat Election 2022/ ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ પરિવર્તન અને પુનરાવર્તન એકસાથે
Chotila/ યાત્રાધામોનો વિકાસ ભાજપને ફળ્યોઃ ચોટીલા, બહુચરાજી અને ઠાસરાની બેઠક કોંગ્રેસ પાસેથી આંચકી